સફરજનના વિનેગરના અદભુત ઉપયોગ, એવા ઉપયોગો કે જે તમે ક્યારે નહિ જાણ્યા હોય. જાણવા માટે ક્લિક કરો.

સફરજનના સિરકા Apple Cider Vinegar ના અદ્દભુત ઉપયોગ !!

Apple Cider Venegar ના ફાયદા :-

સફરજનના સિરકા આરોગ્ય માટે ઘણા ફાયદાકારક છે, ઘણા રોગોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, શરીરને સાફ સફાઈથી લઈને લીવર, હાર્ટ જેવી ગંભીર બીમારીઓ માટે ઘણું અસરકારક છે Apple Cider Venegar. આવો જાણીએ.

લીવરની સફાઈ માટે :

એક બે ચમચી (tsp) સફરજનના સીર્કાને આઠમાં ભાગ જેટલા પાણીમાં ભેળવીને સવાર સાંજ લો. ત્યાર પછી દિવસ આખો ફળ અને શાકભાજીનું સેવન કરો અને ખુબ પાણી પીવો. તેનાથી લીવરમાંથી ઝેરીલા તત્વ બહાર નીકળી જાય છે અને લીવર જો કે શરીરનું મહત્વનું અંગ છે, બધી તકલીફો દુર રહે છે.

ગેસ અને કબજિયાત માટે :

એક ચમચી (Tsp) સફરજનના સિરકા ગરમ ચા માં ભેળવીને ભોજન પહેલા લો. સફરજનના સિરકા ભોજનને વિભાજનમાં મદદ કરે છે.

શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢવા માટે અને શરીરની રોગ પ્રતિકારકતાને વધારવા માટે :

અડધી ચમચી (Tanlespoon) સફરજનના સિરકાને એક કપ લીંબુ પાણીમાં ભેળવીને રોજ સવારે લેવાથી શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે અને શરીરની પ્રતિકારક શક્તિ મજબુત બને છે.

વાળની રૂસી(ખોડો) મટાડવા માટે :

સરખા પ્રમાણમાં પાણી અને સફરજનના સિરકાને એક સ્પ્રે વાળી બોટલમાં નાખીને ભેળવી દો, અને આ મિશ્રણને વાળ ઉપર શેમ્પુ કરીને પછી સ્પ્રે કરીને ઉપયોગ કરો. ૧૫ મિનીટ વાળને એમ જ રાખો અને પછી પાણીથી ધોઈ લો. આવું થોડા દીવસો સુધી કરતા રહો જ્યાં સુધી રૂસીની તકલીફ દુર ન થાય.

ગળામાં ખરાશ મટાડવા માટે :

એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી (Tsp) સફરજનના સિરકા, એક ચમચી (Tsp) લાલ મરચા અને ત્રણ ચમચી (Tsp) શુદ્ધ મધ ભેળવી અને પી લો. સફરજનના સિરકા અને મધમાં જીવાણું વિરોધી ગુણ હોય છે, જે જલ્દી સ્વાસ્થ્ય લાભમાં ઉપયોગી છે. અને લાલ મરચામાં કેપ્સેસીન હોય છે જે દુ:ખાવામાં રાહત પૂરી પાડે છે.

ફળોના રસમાં ભેળવીને ઉપયોગ :

થોડા સફરજનના સિરકાનો ભાગ ફળના જ્યુસમાં ભેળવીને લઇ શકાય છે. તેમાં ન માત્ર જ્યુસના સ્વાદમાં વધારો થાય છે પણ આપણેને જે સફરજનના સિરકાનો રોજ ડોઝ મળવો જોઈએ તે પણ મળી જાય છે.

સફરજનના સિરકાનો પ્રયોગ માત્ર તાજા જ્યુસમાં કરવો જોઈએ. બજારમાં વેચતા પેકેટ જ્યુસમાં નહિ.

છાતીમાં બળતરા થવા ઉપર :

જ્યારે પણ તમને છાતીમાં બળતરાની તકલીફ થાય, એક ચમચી (tsp) સફરજનના સિરકાને પાણીમાં ભેળવીને પી લો. તેમાં થોડું મધ પણ ભેળવી શકો છો.

ત્વચાને નિખારવા માટે :

મોઢું સાફ કરવાના કપડાને સફરજનના સિરકામાં પલાળીને ચહેરા ઉપર હળવેથી ઘસો. તૈલીય ત્વચા માટે ઘણું અસરકારક છે. આ મુંહાસે(ખીલ)માં પણ લાભદાયક છે.

લુ થી રાહત માટે :

સૂર્યના અલ્ટ્રાવાયલેટ કિરણોથી ઘણી વખત ત્વચા લાલ પડી જાય છે અને સોજો પણ આવી જાય છે. તેને સૂર્યદાહ કહેવામાં આવે છે. આમ થવા ઉપર એક કે બે કપ સફરજનના સિરકાને સ્નાન માટે લેવામાં આવેલ પાણીમાં ઉપયોગ કરો અને દસ મિનીટ સુધી શરીરને પલાળીને રહેવા દો. તેનાથી ત્વચાને ઠંડક મળશે અને ત્વચાની પીડા ઓછી થશે.

દાંતોને સાફ કરવા માટે :

દાંતો ઉપર સફરજનના સિરકા ઘસો અને પાણીથી કોગળા કરો. તેનાથી dant સફેદ થાય છે.

નોંધ: આવું વારંવાર ન કરવું કેમ કે તેનો ઉપયોગ વધુ કરવાથી દત્વલ્ક (દૂધ એનમેલ) ને નુકશાન પહોચી શકે છે.

ઘરમાં સફાઈના હેતુ માટે ઉપયોગ :

સરખા પ્રમાણમાં પાણી અને સફરજનના સિરકાને ભેળવીને, તેમાં બે ત્રણ ટીપા મનગમતું તેલ (લેવેન્ડર વગેરે) નાખીને એક સ્પ્રે બોટલ ઘરમાં છંટકાવ કરો. ઘરમાં રહેલ બિનજરૂરી રસાયણો માંથી છુટકારો આપાવે છે. તે જીવાણુંઓને મારે છે જે ઘરમાં દુર્ગંધ દુર કરે છે.

જંતુ નાશક તરીકે ઉપયોગ :

એક ભાગમાં સીરકાના આઠમાં ભાગે પાણી ભેળવીને સ્પ્રે બોટલથી બગીચામાં સ્પ્રે કરવાથી જંતુનાશક તરીકે ઉપયોગ કરી શકાય છે.

પગની દુર્ગંધને દુર કરવા માટે :

બજારમાં બાળકોના મોજા મળે છે તેની ઉપર થોડા પ્રમાણમાં સફરજનના સિરકા નાખીને એક પ્લાસ્ટિકની બેગમાં રાખીને રાત આખી ફ્રીજમાં રાખી દો. સવારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો.

દાઝી જવા ઉપર ઉપયોગ :

ત્વચાના દાઝી જવા ઉપર જેટલું જલ્દી બની શકે એટલું જલ્દી સફરજનના સિરકા દાઝેલા ભાગ ઉપર લગાવો. તેનાથી દુ:ખાવામાં રાહત મળશે. સફરજનના સિરકા રોગાણુંનાશક પણ છે.

નોંધ: સફરજનના સિરકાનો ઉપયોગ ખુલ્લા ભાગ ઉપર ન કરવો.

ઈજા કે ઉઝરડાના નિશાન મટાડવા માટે :

એક કપ સફરજનના સિરકાને ગરમ કરીને તેમાં એક ચમચી (tsp) મીઠું ભેળવીને ઈજા વાળા નિશાન ઉપર લગાવો. તેનાથી નિશાન દબાઈ જાય છે.

શ્વાસની દુર્ગંધ દુર કરવા માટે :

એક ચમચી (Tablespoon) સફરજનના સિરકાને એક કપ પાણીમાં ભેળવીને કોગળા કરવાથી શ્વાસની દુર્ગંધ દુર થાય છે.

શેવિંગ પછી ઉપયોગ :

સરખા પ્રમાણમાં સફરજનના સિરકા અને પાણી ભેળવીને શેવિંગ પછી ચહેરા ઉપર ઘસવાથી રાહત મળે છે.

પેટની ખરાબીમાં ઉપયોગ :

જ્યારે પણ તમારું પેટ સ્થિર કે ફૂલેલુ થવા લાગે તો બે ચમચી (tsp) સફરજનના સિરકા, એક ચમચી આદુનું પાણી, એક ચમચી તાજા લીંબુનો રસ, આઠમાં ભાગ જેટલુ સોડા વોટર અને થોડા પ્રમાણમાં મધને એક ગ્લાસ પાણીમાં ભેળવીને પીવું. આરામ મળશે.

ફાળો, શાક્ભાજીને સાફ કરવા માટે :

ફાળો અને શાકભાજીને ખાવામાં ઉપયોગ કરતા પહેલા જો સફરજનના સિરકા ભેળવેલું પાણીમાં ધોવામાં આવે તો ઘણે અંશ સુધી પેસ્ટીસાઈડ કે કેમિકલ્સની અસરને ઓછી કરી શકાય છે.

કસરતનો થાક ઓછો કરવા માટે :

એક ચમચી (Tablespoon) સફરજનના સિરકાને એક કપ પાણીમાં ભેળવીને પીવાથી કસરત પછી થતા થાકમાં રાહત મળે છે.

એઠનમાં રાહત માટે :

સફરજનના સિરકાને જો એઠન વાળા ભાગ ઉપર ઘસવામાં આવે તો એઠનની તકલીફ દુર થાય છે.

વજન ઓછું કરવા માટે :

અડધી ચમચી (Tablespoon) સફરજનના સીર્કાને લીંબુના રસમાં ભેળવીને સવાર સાંજ કે પછી ભોજન પહેલા પીવાથી વજન ઓછું થાય છે.

પાળેલા જાનવરોથી બચવા માટે ઉપયોગ :

પાળેલા જાનવરો જેવા કે કુતરા વગેરેની ચામડી ઉપર સફરજનના સિરકાનો સ્પ્રે કરવો અને તેના સુવાની જગ્યા ઉપર તેનો ઉપયોગ કરવો તેના જીવાણુંથી બચાવી શકાય છે.