ગાજર અને દૂધીનો હલવો ખાધા પછી નવું ફ્લેવર શોધી રહ્યા છો તો આ રીતે બનાવો સફરજનનો હલવો.

હલવામાં નવી વેરાયટી ટ્રાય કરવા માટે આ રેસિપી દ્વારા બનાવો સફરજનનો હલવો, ખુબ ટેસ્ટી લાગશે.

સફરજનનો હલવો / Apple Halwa

– નિગમ ઠક્કર

Ingredients – (સામગ્રી)

500 grams Fresh Apple Fruit (સફરજન)

3 tsp Desi Ghee / Clarified Butter (દેશી ઘી)

1/4 Cup Chopped Dryfruits (Almonds – Cashew Nuts – Pistachios – Raisins) (બદામ – કાજુ – પિસ્તા – કિશમિશ)

5 tsp or as per taste – Sugar (ખાંડ)

1/2 Cup Crumbled Khoya / Milk Mawa (દૂધનો મોળો માવો)

1/4 tsp Cardamom Powder (ઈલાયચી પાવડર)

આ હલવાને એક દિવસ માટે રૂમ ટેમ્પરેચર પર અને ૪-૫ દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે.

રીત :

સૌ પ્રથમ એક પેનમાં ધીમી આંચે 2 ચમચી ઘી ગરમ કરી તેમાં સૂકો મેવો (સમારેલી બદામ, કાજુ, પિસ્તા અને કિશમિશ) ઉમેરીને 2 મિનિટ માટે ધીમી આંચે શેકી તેને એક પ્લેટમાં કાઢી લો.

500 ગ્રામ સફરજનને આખા છોલીને તેને ખમણીને મોટું છીણ તૈયાર કરો. વચ્ચે જે બી વાળો ભાગ હોય તેને કાઢી નાખવો.

જે પેનમાં સૂકો મેવો શેક્યો હતો તેમાં થોડું ઘી વધ્યુ હોય તેમાં જ બીજું 1 ચમચી ઘી ઉમેરી તેને ધીમી આંચે ગરમ કરી તેમાં સફરજનનું છીણ ઉમેરી 4-5 મિનિટ માટે થોડું સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લો.

પછી તેમાં 5 ચમચી અથવા સ્વાદ પ્રમાણે ખાંડ અને 1/2 કપ ક્રમ્બલ કરેલો દૂધનો મોળો માવો ઉમેરો અને ખાંડ અને માવો ઓગળીને સફરજન સાથે મિક્સ થાય અને હલવામાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી તાવેથા વડે મિક્સ કરતા રહો.

છેલ્લે તેમાં 1/4 ચમચી ઈલાયચી પાવડર અને ઘીમાં સાંતળેલો સૂકો મેવો ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમાગરમ સફરજનનાં હલવાને સર્વિંગ બાઉલમાં સર્વ કરો.

આ હલવો ગરમ કે ઠંડો કોઈપણ રીતે સર્વ કરી શકાય છે. સફરજન અને માવાનો ઉપયોગ કર્યો હોવાથી તેને એક દિવસ માટે રૂમ ટેમ્પરેચર પર અને 4-5 દિવસ રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે.

(આ હલવો બનાવતી વખતે સફરજન વધારે પડતા ખાટા હોય તેવાં ન લેવા – દૂધનાં માવાને બદલે મિલ્ક પાવડર ઉમેરી શકાય છે પણ દૂધ ન ઉમેરવું કારણકે સફરજનમાં થોડીઘણી ખટાશ હશે તો દૂધ ફાટી જવાની શકયતા રહે છે, આ હલવો દૂધી અને ગાજરનાં હલવા કરતાં પણ વધુ સ્વાદિષ્ટ બને છે.)

– નિગમ ઠક્કર.