ઘરમાં આ ફોટો લગાવવાથી માં લક્ષ્મીની કૃપાની સાથે સંબંધો થાય છે મજબૂત, થશે નહિ ધનની ઉણપ
દરેક માણસ પોતાના ઘરને આનંદમય રાખવા માંગે છે, તે ઈચ્છે છે કે તેના ઘરમાં કોઈ પ્રકારની મુશ્કેલી ઉભી ન થાય, એક સુદંર એવું કુટુંબ હોય, તેવું સપનું દરેક વ્યક્તિનું હોય છે, પોતાના સપના સાકાર કરવા માટે વ્યક્તિ તમામ શક્ય પ્રયાસ કરવામાં લાગેલા રહે છે. પરંતુ આજકાલની મોંઘવારીના જમાનામાં તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરવું અશક્ય નથી હોઈ શકતું, જે ઘરમાં આનંદ જળવાયેલો રહે છે, તે ઘર સ્વર્ગથી ઓછી નથી માનવામાં આવતી, ભલે તમારું ઘર ઈંટ, પથ્થર અને સિમેન્ટ માંથી બનેલું હોય પરંતુ એક આનંદમય ઘર વિશ્વાસ અને આંતરિક સંબંધોને જાળવી રાખે છે.
વાસ્તુ શાસ્ત્રમાં એવી ઘણી રીતો જણાવવામાં આવી છે. જેની મદદથી તમે તમારા ઘરમાં રહેલા તમામ વાસ્તુ દોષને દુર કરી શકો છો અને તમારા કુટુંબને આનંદમય બનાવી શકો છો, આજે અમે તમને થોડા એવા ફોટા વિષે જાણકારી આપવાના છીએ. જેને જો તમે તમારા ઘરની યોગ્ય દિશામાં લગાવવામાં આવે છે, તો તેનાથી કુટુંબના લોકોના આંતરિક સંબંધો મજબુત જળવાઈ રહેશે અને માતા લક્ષ્મીજીની કૃપાથી પૈસાની ખામી નહિ રહે.
આવો જાણીએ કઈ તસ્વીર ઘરના ખૂણાની કઈ દિશામાં લગાવવી :-
જો તમે તમારા ઘરમાં બાળકોની તસ્વીરો પૂર્વ દિશા કે પછી ઉત્તરી દિશાની દીવાલ ઉપર લગાવો છો, તો તે ઘણું જ શુભ માનવામાં આવે છે, તમે તમારા ઘરની આ દિશામાં હસતા રમતા ખુશ ખુશાલ બાળકની તસ્વીર લગાવો, તેનાથી વાસ્તુ દોષ ઓછા થાય છે અને પરિવારમાં ખુશીઓ આવે છે.
જો તમે તમારા ઘરની અંદર કુદરત સાથે જોડાયેલી તસ્વીર ઉત્તર દિશા કે પછી દક્ષીણ-પશ્ચિમ દિશામાં લગાવો છો, તો તેનાથી કુટુંબમાં સુખ સમૃદ્ધી જળવાઈ રહે છે.
જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ધનની ખામી ન રહે તો તમે તમારા ઘરની ઉત્તર દિશાને એકદમ સ્વચ્છ રાખો, જો તમે આ દિશામાં ઘરનું પૂજા સ્થળ બનાવરાવો છો, તો તે ઘણું જ શુભ માનવામાં આવે છે, તમે આ દિશામાં ધનની માતા લક્ષ્મી અને કુબેર દેવતાની તસ્વીર લગાવો, તેનાથી તમારા ધનમાં વધારો થશે.
જો તમે તમારા ઘરના ઇશાન ખૂણો એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં વહેતા પાણીની તસ્વીર લગાવો છો, તો તેનાથી ઘરના વાસ્તુ દોષ ઓછા થાય છે, એટલું જ નહિ પરંતુ તેનાથી ધનનું આગમન પણ જળવાઈ રહે છે, પરંતુ તમારે એ વાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે કે જો તમે પાણી વાળી તસ્વીર તમારા ઘરમાં લગાવશો તે તસ્વીરની અંદર પહાડ, ડુંગર અને અડચણો જોવા ન મળવી જોઈએ.
જો તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધી જાળવી રાખવા માગો છો તો વાસ્તુ શાસ્ત્ર મુજબ તમે જોડિયા પક્ષીઓ અને જોડિયા બાળકોના ફોટા તમારા ઘરમાં લગાવો.
તમે તમારી ધનની તિજોરી જે રૂમમાં રાખો છો તે રૂમનો રંગ ક્રીમ કરાવો, તે ઘણું જ શુભ માનવામાં આવે છે, તે ઉપરાંત ધન રાખવાનું સ્થાન અને તિજોરીમાં લક્ષ્મીજીની તસ્વીર જેમાં બે હાથી સુંઢ ઉપાડેલા હોય, તે જરૂર રાખો, તે ઘણું જ શુભ માનવામાં આવે છે, તેનાથી તમારી તિજોરી ધન સાથે હંમેશા ભરેલી રહેશે.
આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.