અપ્સરાઓના નામ ખબર છે? જાણો કુલ કેટલી હોય છે અપ્સરાઓ, શું છે તેનું રહસ્ય?

નાનપણથી આપણે વાર્તાઓમાં અપ્સરાઓ વિષે તો ઘણી જ વાતો સાંભળી હશે, અને આપણેને તે અપ્સરાઓ વિષે જાણવાની ઘણી ઈચ્છા ઉભી થતી જ હશે, આજે અમે તમને એ અપ્સરાઓના રહસ્ય વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

આપણે પૌરાણીક કથાઓ અને શાસ્ત્રો મુજબ અપ્સરાઓને એક સુંદર અને અનેક કળાઓમાં દક્ષ, સ્વર્ગમાં રહેવા વાળી અલૌકિક અને તેજસ્વી દિવ્ય સ્ત્રી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે કે દેવી, પરી, અપ્સરા, દક્ષિણી, ઇન્દ્રાણી અને પીચાશીની વગેરે ઘણા પ્રકારની સ્ત્રીઓ રહેલી હતી. તેમાં અપ્સરાઓ સૌથી સુંદર અને જાદુઈ શક્તિ ઓથી પૂર્ણ માનવામાં આવે છે.

તમે ઘણી કથાઓ આ અપ્સરાઓ વિષે સાંભળી હશે કે કેવી રીતે તે પોતાના સુંદર, ચંચળ અને અનુપમ સ્વરૂપ અને વર્તનથી ઋષિ મુનીઓની પણ તપસ્યા ભંગ કરી દેતી હતી. પોતાના સુંદર રૂપ અને મનને મોહી લેતી લાવણ્યને કારણે જ તેનું સ્વર્ગમાં ઊંચું સ્થાન હતું.

એક ઋષિની રહસ્યમય કહાની, જેણે આજીવન કોઈ સ્ત્રીને ન જોઈ દેવરાજ ઇન્દ્રને જયારે પણ કોઈનો ભેદ જાણવાની ઈચ્છા કે તેના તપને ભંગ કરવાની જરૂર પડતી હતી, ત્યારે તે આ સુંદર અપ્સરાઓનો ઉપયોગ કરતા હતા.

કેટલી છે અપ્સરાઓ?

શાસ્ત્રો મુજબ દેવરાજ ઇન્દ્રના સ્વર્ગમાં ૧૧ અપ્સરાઓ મુખ્ય સેવિકા હતી. આ ૧૧ અપ્સરાઓ છે, કૃતસ્થળી, પુંજીકસ્થળા, મેનકા, રમ્ભા, પ્રમ્લોચા, અનુમ્લોચા, ધ્રુતાચી, વર્ચા, ઉર્વશી, પૂર્વચિત્તી અને તિલોત્તમાં. આ તમામ અપ્સરાઓની મુખ્ય અપ્સરા રમ્ભા હતી.

જુદી જુદી માન્યતાઓમાં અપ્સરાઓની સંખ્યા ૧૦૮ થી લઇ ને ૧૦૦૮ સુધી બતાવવામાં આવી છે. થોડા નામ બીજા અંબિકા, અલવદયા, અનુચલા, અરુણા, અસીતા, બુદબુદા, ચંદ્રજ્યોત્સના, દેવી, ધ્રુતાચી, ગુનમુખ્યા, ગુનુવરા, હર્ષા, ઇન્દ્રલક્ષ્મી, કામ્યા, કર્ણિકા, કેશીની, ક્ષેમાં, લતા, લક્ષ્મણા, મનોરમા, મારીચા, મિશ્રાસ્થળા, મૃગાક્ષી, નાભીદર્શના, પૂર્વચિટ્ટી, પુષ્યદેહા, રક્ષિતા, ઋતુશલા, સાહજન્યા, સમીચી, સૌરભેદી, શારદ્વતી, શુંચીકા, સોમી, સુવાહુ, સુગંધા, સુપ્રિયા, સુરજા, સુરસા, સુરાતા, ઉમલોચા વગેરે.

આ અપ્સરાઓ વિવિધ ઇન્દ્રના કાર્યમાં મદદ કરે છે અને દેવતાઓ પોતાનું સ્થાન જાળવી શકે એ માટે એમને આવનારી મુશ્કેલી માંથી બચવા માટે પણ રસ્તો શોધવામાં એમની મદદ કરે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.