અપૂર્વાએ સ્વીકાર્યો ગુનો, પોલીસની પુછપરછમાં જણાવ્યું ક્યારે, કેમ અને કેવી રીતે કરી પતિ રોહિત શેખરની હત્યા.

સ્વર્ગસ્થ સીએમ એનડી તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાના કેસની તપાસ કરી રહેલી પોલીસ દ્વારા ઘણા ખુલાસા સામે આવી રહ્યા છે. દિલ્હી પોલીસની ગુના શાખાએ બુધવારના રોજ રોહિતની પત્ની અપૂર્વા શુક્લાની ધરપકડ કરી. અપૂર્વા એ પોતાનો ગુનો કબુલ કરતા જણાવ્યું છે કે તેના પતિની હત્યા ક્યાં, કેમ અને કેવી રીતે પાર પાડી. આગળ વાચો સંપૂર્ણ સમાચાર.

પોલીસ સુત્રો દ્વારા સમાચાર આવી રહ્યા છે કે સોમવાર (૧૫ એપ્રિલ) ના રોજ ઉત્તરાખંડથી પાછા ફરતી વખતે રોહિતે પોતાની કુટુંબીક સંબંધની ભાભી કુમકુમ સાથે દારુ પીધો હતો. અપૂર્વાને કુમકુમ અને રોહિતના સંબંધો ઉપર શરુઆતથી જ શંકા હતી. તે અંગે જયારે તે રાત્રે ૯.૩૦ વાગ્યે ઘરે પહોચ્યા તો અપૂર્વા એ તેને પૂછ્યું કે તમે ક્યા હતા અને કોની સાથે દારુ પીધો? ત્યારે રોહિત એ જવાબ આપ્યો કે તે કુમકુમ સાથે હતો, તે વાત ઉપર અપૂર્વાને ખુબ ગુસ્સો આવ્યો.

એ વાતને લઇને રોહિત અને અપૂર્વા વચ્ચે ઘણો ઝગડો પણ થયો. પછી રાત્રે લગભગ એક વાગ્યે અપૂર્વા રોહિતના રૂમમાં ગઈ અને તેની સાથે ઘણી માથાકૂટ કરી. બન્ને વચ્ચે એટલી માથાકૂટ વધી કે અપૂર્વા એ એક હાથથી રોહિતનું ગળું દબાવ્યું અને એક હાથથી તેનું મોઢું દબાવી દીધું. તે રીતે રોહિતનું મૃત્યુ થઇ ગયું.

આવી રીતે પોલીસના દાવાથી તે ઘણે અંશે સ્પષ્ટ થાય છે કે રોહિતની હત્યા જાગ્રત અવસ્થામાં કરવામાં આવી હતી અને તે પણ ઓશિકાથી મોઢું દબાવીને નહિ પરંતુ હાથથી ગળું અને મોઢું દબાવીને કરવામાં આવી હતી. તે કેસમાં ખુલાસો બીજો થયો છે કે રોહિતના મોબાઈલ માંથી ૧૫ અને ૧૬ એપ્રિલની રાત્રે લગભગ ૪.૫૮ વાગ્યે કુમકુમના મોબાઈલ ઉપર ફોન કરવામાં આવ્યો હતો. આમ તો કુમકુમે ફોન ઉપાડ્યો ન હતો.

પોલીસે જાણકારી આપી છે કે અપૂર્વાએ એકલીએ જ કામ પૂરું પાડ્યું, તેમાં તેની સાથે કોઈ બીજું ન હતું. રોહિતના મોબાઈલ ઉપરથી ઘરના લેન્ડલાઇન ઉપર પણ ફોન કરવામાં આવ્યો હતો. જો કે રોહિતનું મૃત્યુ રાત્રે લગભગ ૧ વાગ્યે થઇ ગયું હતું. તેથી સ્પષ્ટ થાય છે કે તે ફોન પણ અપૂર્વાએ જ કર્યો હશે.

રોહિતની હત્યા કરવાને કારણે જ અપૂર્વ બીજા દિવસે પોતાના રૂમમાં ન ગઈ. તેણે ૧૬ એપ્રિલની સાંજે ૪ વાગ્યે નોકરને રોહિતના રૂમમાં મોકલ્યો. ત્યારે તેણે જણાવ્યું કે રોહિતના મોઢા અને નાક માંથી લોહી નીકળી રહ્યું છે અને શરીર ઠંડુ પડી ગયું છે. ત્યાર પછી જે થયું બધા જાણીએ છીએ.

ઘણી વાર વ્યક્તિ આવેશમાં આવીને બહુ મોટુ ખોટું કામ કરી બેસે છે, ગુસ્સામાં એને સાચા ખોટનો ભેદ સમજતો નથી એ સમય જ એવો હોય છે કે વ્યક્તિને લાગી રહ્યું હોય છે કે એ જે પણ કરે છે તે બરાબર જ કરે છે, પોતાની ભૂલની એને જયારે જાણ થાય છે ત્યારે ખુબ મોડું થઇ ગયું હોય છે એ એવી સ્થિતિમાં પહોચી ગયો હોય છે કે હવે કરેલી ભૂલ એ સુધારી પણ શકતો નથી, હવે એની પાસે પસ્તાવા સિવાય કાઈ બાકી રહેતું નથી. આપણે પણ આ બાબતની ધ્યાન રાખવું કે આપણા ગુસ્સાને કારણે આપણે આપણા નજીકના ને આપણે નુકશાન ના પહોચાડી દઈએ. જય હિન્દ…

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.