આ અરબપતિને જોઈએ છે ગર્લફ્રેન્ડ, તે લઈ જશે તેણીને ચંદ્રની લોન્ગ ડ્રાઈવ પર

લોકો તો ફક્ત પોતાની પ્રેમિકા, પત્ની કે ગર્લફ્રેન્ડને ચાંદ તારા લઈને આપવાનો વાયદો કરે છે. પરંતુ આ અરબપતિ પોતાની ગર્લફ્રેન્ડને ચંદ્રની યાત્રા પર લઇ જશે. એના માટે આ માણસે એક જાહેરાત પણ બહાર પાડી છે જેમાં લખ્યું છે કે, 20 વર્ષ કે તેનાથી વધારે ઉંમરની છોકરી જે તેમની ગર્લફ્રેન્ડ બનશે તેને તે ચંદ્ર પર લઇ જશે. કોણ છે આ માણસ? કેમ લીધો આટલો મોટો નિર્ણય? શું જોઈએ પોતાની ગર્લફ્રેન્ડમાં? આવો જાણીએ આ અરબપતિ વિષે.

આ અરબપતિનું નામ છે યુસાકુ મૈઈજાવા (Yusaku Maezawa). તે જાપાનનો રહેવાસી છે. આમને એક ગર્લફ્રેન્ડ જોઈએ છે, જેને તે પોતાની સાથે ચંદ્રની યાત્રા પર લઇ જઈ શકે. એના માટે તેમણે બધી સોશિયલ મીડિયા સાઇડ્સ પર જાહેરાત પણ નાખી છે.

જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે, 20 કે તેનાથી વધારે ઉંમરની છોકરી જોઈએ જે પોતાના જીવનની દરેક ક્ષણ જીવ ભરીને જીવવા માંગે. તેને હું ચંદ્ર પર લઇ જઈશ. આના માટે છોકરીઓએ અરજી આપવી પડશે.

ગર્લફ્રેન્ડ બનવાની અરજી આપવા માટે છેલ્લી તારીખ 17 જાન્યુઆરી 2020 છે. યુસાકુએ જણાવ્યું કે, હું હવે 44 વર્ષનો થઇ ગયો છું. જીવન એવું જ છે જેવું જીવવા માંગતો હતો. પરંતુ હવે એકલતા અનુભવી રહ્યો છો. એટલા માટે એક ગર્લફ્રેન્ડ ઈચ્છું છું.

યુસાકુ ત્રણ બાળકોના પિતા છે. હમણાં થોડા સમય પહેલા જાપાની એક્ટ્રેસ આયામે ગોરીકી સાથે તેનું બ્રેકઅપ થયું છે. એ પછી તે હજુ એક અન્ય ગર્લફ્રેન્ડની શોધ કરી રહ્યા છે. એટલા માટે યુસાકુએ જાહેરાત શેયર કરતા સોશિયલ મીડિયામાં લખ્યું કે, શું તમે ચંદ્ર પર જવાવાળી પહેલી મહિલા બનવા માંગો છો?

યુસાકુ માર્ચ મહિનો પૂરો થાય ત્યાં સુધી એક છોકરીને સિલેક્ટ કરશે. યુસાકુ દરેક છોકરી સાથે પોતે વાત કરશે. તેની સાથે ડેટ પર જશે. તેના પછી તે નક્કી કરશે કે, કઈ છોકરીને પોતાની ગર્લફ્રેન્ડ બનાવશે અને ચંદ્ર પર લઇ જશે.

યુસાકુ પાસે પહેલા ઓનલાઇન ફેશન કંપની જોજો હતી. જેને તેઓએ ગયા વર્ષે વેચી નાખી. યુસાકુ દુનિયાભરમાં મોંઘી કલાકૃતિઓ ખરીદવા માટે પ્રખ્યાત છે.

યુસાકુ 2023 માં ચંદ્રની યાત્રા કરવાના છે, તે એલન મસ્કના રોકેટ સ્પેસએક્સથી ચંદ્રની યાત્રા કરવા વાળા પહેલા ગ્રાહક છે.

યુસાકુ મૈઈજાવાનું ટ્વીટ :