દેવાથી છો પરેશાન તો મંગળવારે કરો હનુમાનજીના આ 4 મોટા ઉપાય.

હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે. તે જીવનમાં ઉભી થઇ રહેલી તમામ તકલીફોને દુર કરી દે છે. હનુમાનજીની પૂજા મંગળવારે કરવી ઘણી જ અસરકારક માનવામાં આવે છે. હનુમાનજીને શ્રીરામના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે. કળયુગમાં પણ હનુમાનજી પોતાના ભક્તો વચ્ચે રહે છે, અને જયારે પણ તેમના ભક્તો તેમને યાદ કરે છે તે એમની સમસ્યા દુર કરે છે. એવું કહેવામાં આવે છે કે બીજા કોઈ દેવી દેવતા તમારા દુ:ખને દુર કરવામાં સમય લગાવી શકે છે. પરંતુ હનુમાનજી આ કામ તરત જ કરી દે છે. હનુમાનજી ભૂત પ્રેત અને તમામ સમસ્યાઓને દુર કરી શકે છે. જો તમને દેવાની સમસ્યા છે તો હનુમાનજીની પૂજાથી આ સમસ્યા માંથી પણ છુટકારો મળી જશે.

હનુમાન ચાલીસા :

મંગળવારનો દિવસે હનુમાનજીની પૂજા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. જો તમે કોઈ પાસેથી દેવું લીધું છે, તો મંગળવારના દિવસે દેવું ઉતારવા માટે સૌથી ઉત્તમ રહેશે. જો કોઈ પાસેથી દેવું લીધું છે તો મંગળવારના દિવસે જ ઉતારો. તેના માટે મંગળવારના રોજ હનુમાન ચાલીસાના પાઠ કરો. ત્યાર પછી હનુમાન મંદિરમાં નારીયેળ મુકો. તેનાથી તમને દેવું ચુકવવા માટે ફાયદો મળશે, અને પછી કોઈ દેવું નહિ લેવું પડે. સાથે જ એ વાતનું ધ્યાન રાખો કે બુધવાર અને રવિવારના દિવસે કોઈને ઉધાર ન આપો.

દાન :

જો તમને હંમેશા દેવાની ચિંતા રહે છે અને સંપૂર્ણ રીતે ચૂકવી નથી શકતા, તો મંગળવારના દિવસે દાન કરો. મંગળવારના દિવસે તાંબા, સોના, કેસર, કસ્તુરી, ઘઉં, લાલ ચંદન, લાલ ગુલાબ, સિંદુર, મધ, લાલ ફૂલ, મસુરની દાળ, લાલ કણેર, લાલ મરચું, લાલ પથ્થર, લાલ મૂંગા (એક લાલ રત્ન)  વગેરે માંથી કાંઈ પણ તમારી શક્તિ મુજબથી કોઈપણ મંદિરમાં કે કોઈ ગરીબને દાન આપો. તેનાથી તમારી ઘણી સમસ્યાઓ દુર થશે અને સાથે જ દેવા માંથી પણ તમને મુક્તિ મળશે.

લોટનો દીવડો પ્રગટાવો :

ઓછામાં ઓછું ૧૧ મંગળવાર સુધી આ ઉપાય તમારે કરવાનો રહેશે. એના માટે લોટને બાંધીને તેને દીવડા જેવો બનાવી દો. ત્યાર પછી તેને વડના પાંદડા ઉપર રાખીને પ્રગટાવો. તેવા પાંચ પાંદડા ઉપર પાંચ દીવડા મુકો અને તેને લઇને હનુમાનજીના મંદિરમાં મૂકી દો. એવું સતત ૧૧ મંગળવાર સુધી કરવાથી તમારી સમસ્યાઓ દુર થશે અને દેવા માંથી છુટકારો મળશે. એ વાતનું ધ્યાન રાખો કે હનુમાનજીની કોઈ પણ પૂજામાં કોઈ પ્રકારની ભૂલ ન થાય.

સરસીયાના તેલનો દીવડો :

શુક્લપક્ષના કોઈપણ મંગળવારએ આ ઉપાય કરી શકો છો. તેના માટે હનુમાનજીના મંદિરમાં બે દીવડા પ્રગટાવો અને હનુમાન ચાલીસાના પાઠ કરો. તેના માટે પહેલા દેશી ઘી નો દીવડો પ્રગટાવો. ત્યાર પછી બીજો ૯ વાટો વાળો એક મોટો દીવડો પ્રગટાવો. એ વાતનું ધ્યાન રાખશો કે તેમાં સરસીયાનું તેલ હોય અને બે લવિંગ નાખવામાં આવેલા હોય.

દીવડો એવી જગ્યાએ પ્રગટાવો જ્યાંથી વધુ હવા ન આવતી હોય, એટલે કે દીવડો રાત આખી સળગતો રહે. ત્યાર પછી નાનો દીવડો પોતાની જમણી તરફ મુકો અને મોટો દીવડો હનુમાનજી સામે મુકો. એવું પાંચ મંગળવાર સુધી સતત કરવાથી તમને આરામ મળશે. હનુમાનજી ઈચ્છે તો તમારે ફરી કોઈ પાસેથી દેવું નહિ લેવું પડે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)