અર્જુન કપૂરે તોડ્યું મલાઈકાનું દિલ, જણાવ્યું : ‘મારા તો લગ્ન કરવાનું બિલકુલ પણ…’

બોલીવુડનું મોસ્ટ પોપુલર કપલ મલાઈકા અને અર્જુન કપૂર આ દિવસો પોતાની રીલેશનશીપને લઈને જોરદાર સમાચારોમાં છવાયેલી રહી છે. આ કડીમાં તેણે ડીનર ડેટ ઉપર જોવા મળે છે, તો ક્યારેક તેને કોઈ પાર્ટીમાં જોવા મળે છે, જેને કારણે જ તેના લગ્નની ચર્ચાઓ તેજ બની ગઈ છે. હાલમાં જ મલાઈકા અરોડાએ પોતાના લગ્નને લઈને ઘણી ઈચ્છા વ્યક્ત કરી, તો તે હવે અર્જુન કપૂરે પણ પોતાના લગ્નને લઈને એક મોટું નિવેદન આપ્યું, ત્યાર પછી ફેંસ વચ્ચે ધમાસાણ મચી ગયું.

બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરની ફિલ્મ પાનીપતનું ટ્રેલર રીલીઝ થઇ ગયું. આ સમયે તેમણે મીડિયા સાથે ઘણી વાતચીત કરી. આ બાબતે અર્જુન કપૂરને તેના અંગત જીવન વિષે પ્રશ્ન પૂછવામાં આવ્યું, જેમાંથી એક પ્રશ્ન તેના લગ્નને લઈને પણ હતો, પરંતુ તેનો જવાબ તેમણે ઘણો જ અલગ રીતે આપી દીધો. ખાસ કરીને અર્જુન કપૂરના ફેંસ ઈચ્છે છે કે હવે તે લગ્ન કરી લે, પરંતુ તેની ઉપર પોતાનું કહેવાનું કાંઈક અલગ જ છે, જેને કારણે મલાઈકાનું તો દિલ તૂટી શકે છે.

લગ્નને લઈને અર્જુન કપૂરનો મોટો ખુલાસો

અર્જુન કપૂરને પૂછવામાં આવ્યું કે લગ્ન ક્યારે કરશે? તેનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે સાચું કહું તો મારે લગ્ન કરવાની જરા પણ ઈચ્છા જ નથી, કેમ કે મારે હાલમાં લગ્ન કરવા જ નથી. આમ તો તેની પાછળ તેણે કારણ રજુ કરતા જણાવ્યું કે મારા કુટુંબમાં હજુ ઘણા બધા લગ્નો બાકી છે, તેવામાં હું મારા લગ્નની ઉતાવળ નહિ કરું, પરંતુ જયારે કરીશ તો તમને બધાને આમંત્રિત કરીશ. એટલે કે અર્જુન કપૂરે સ્પષ્ટ રીતે લગ્નની અટકળો ઉપર સંપૂર્ણ રીતે પૂર્ણ વિરામ મૂકી દીધું.

તૂટી ગયું મલાઈકા અરોરાનું દિલ

જ્યાં એક તરફ મલાઈકા અરોરા અર્જુન સાથે લગ્ન કરવામાં સપના જોઈ રહી છે અને તેમણે હાલમાં જ સંપૂર્ણ વિડીંગ જણાવી દીધું, તો તે બીજી તરફ અર્જુન કપૂરનો તો લગ્ન કરવાનો મુડ જ નથી, તેવામાં જરૂર મલાઈકા અરોરાનું દિલ તૂટી ગયું. બંને જ સારું કપલ છે, પરંતુ છતાં પણ બોલીવુડમાં તો લગ્નને લઈને બંનેના નિવેદન ઘણા જ અલગ અલગ જોવા મળી રહ્યા છે. તેવામાં તેના ફેંસમાં તેના સંબંધને લઈને ઘણી ચર્ચા થઇ રહી છે.

લાંબા સમયથી કરી રહ્યા છે ડેટ

થોડા વર્ષોથી મલાઈકા અને અર્જુન કપૂર એક બીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ બંનેએ પોતાના સંબંધોની હાલમાં જ સત્તાવાર જાહેરાત કરી છે, ત્યાર પછી તેમના લગ્નની ચર્ચાઓ થવા લાગી હતી. પરંતુ આ વખતે અર્જુન કપૂરે પૂર્ણવિરામ લગાવી દીધું અને જણાવી દીધું કે હાલ લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. સુત્રોના જણાવ્યા મુજબ તો મલાઈકા અને અર્જુન કપૂરના સંબંધોને લઈને બોની કપૂર રાજી નથી. જેને કારણે જ સંબંધ બાબતે આગળ નથી વધી રહ્યા, તેવામાં તમારે ઘણી રાહ જોવી પડી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.