ક્યારેક મહાભારતમાં નિભાવ્યો હતો અર્જુનનો રોલ, આજે આવું જુવન જીવવા માટે છે મજબુર

આજના સમયમાં સીરીયલોની સંખ્યા ઘણી વધારે થઇ ગઈ છે. વિવિધ પ્રકારની નવી નવી સીરીયલો આવતી રહે છે અને અમુક તો થોડા દિવસોમાં જ બંધ પણ થઇ જાય છે. કોમેડી, થ્રિલર, બિહામણી, પારિવારિક, ધાર્મિક વગેરે શ્રેણીમાં ઢગલાબંધ સીરીયલો ટીવી પર આવે છે. એમાંથી ધાર્મિક સીરીયલોનો ક્રેઝ આજે ભલે ઓછો થઇ ગયો હોય, પણ દુરદર્શનમાં એક સમયે એક સીરીયલ આવતી હતી, એ જોવા માટે લોકોની ઘરમાં ભીડ જામી જતી હતી.

એની પાછળ કારણ એ હતું કે તે સમયે ગામમાં કોઈ એક પાસે જ ટીવી હોતું હતું, જેને કારણે અમુક સીરીયલો જેવા માટે લોકો બીજાના ઘેર પણ જતા હતા. તેઓ એના એક પણ એપિસોડ છોડતા ન હતા. લોકો વચ્ચે તે બહાને ભાઈચારો પણ વધતો હતો. ૯૦ ના સમયમાં મહાભારત અને કૃષ્ણા સીરીયલ આવતી હતી. જેના કલાકારોની ઓળખ દરેક ઘરમાં હતી.

ટીવી સીરીયલના એ કલાકારો પણ લોકોના દિલમાં એ સીરીયલની વાર્તાની જેમ જ રાજ કરતા હતા. એમાંથી અમુક એવા કલાકાર પણ હતા, જેમને લોકો એમના સાચા નામને બદલે સીરીયલમાં એમના દ્વારા ભજવાતા પાત્રના નામથી ઓળખતા હતા. પણ સમયની સાથે સાથે ઘણું પરિવર્તન આવ્યું અને જેમને આજે ઓળખી શકવા પણ મુશ્કેલ છે. તેમની હાલત પણ હવે ખરાબ થઇ ગઈ છે.

એવા જ એક એભિનેતા હતા મહાભારતમાં અર્જુનનું પાત્ર નિભાવનાર સંદીપ. જેમની ઓળખ લોકોના મગજમાં અર્જુન તરીકે જ બની ગઈ હતી. પણ અર્જુનનાં પાત્રએ વર્ષ ૧૯૯૩ થી ૧૯૯૬ સુધી આ ટીવી સીરીયલમાં ધમાલ મચાવી દીધી હતી. તેમણે પોતાના જોરદાર અભિનયને કારણે લોકોને પોતાના દીવાના બનાવી લીધા હતા, તે સમયે નાના છોકરા પણ તેમને ઓળખતા હતા, તેનો અભિનય નાના મોટા દરેક વ્યક્તિ પસંદ કરતા હતા.

અર્જુનનું પાત્ર નિભાવનાર સંદીપ મોહન આમ તો ઘણી સીરીયલમાં કામ કરી ચુક્યા છે, પણ એમને સાચી ઓળખ શ્રીકૃષ્ણથી જ મળી. તમને જણાવી દઈએ કે તે શો ‘સિયા કે રામ’ માં પણ તે કામ કરી ચુક્યા છે, પણ તેમને એટલી પ્રસિદ્ધી ન મળી જેટલી ૨૫ વર્ષ પહેલા મળી હતી.

એમના કરિયરની શરૂઆત એટલી સારી નથી ગણવામાં આવતી, કારણ કે તેમણે પોતાની કરિયરમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. કરિયરની શરૂઆત કરતા જ તે બેકાર થઇ ગયો. સાથે જ તેમણે તરત જ લગ્ન પણ કરી લીધા હતા, ત્યાર પછી એક વખત ફરી વખત બેકાર બની ગયો. જણાવી દઈએ કે સંદીપ પોતાના અભિનયને કારણે જ ઓળખાતા હતા, પણ હવે તેમને કોઈ નથી ઓળખી શકતું.

આગળ જણાવતા જઈએ કે સંદીપ મોહન પાસે એક સુંદર એવી પત્ની છે, અને તેની એક દીકરી પણ છે. હવે સંદીપની દુનિયા કલાકારો જેવી નથી રહી, પણ હવે તે પોતાના કુટુંબમાં જ ખોવાયેલા રહે છે. હવે તે ઘણા બદલાઈ ગયા છે, જેના કારણે લોકો તેને ઓળખી પણ નથી શકતા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.