આરોગ્ય માટે ખરાબ છે દારૂ, તો છેવટે સેનામાં કેમ નથી કરવામાં આવતો પ્રતિબંધ

સામાન્ય રીતે દારૂ પીવો એક કાયદાકીય ગુનો ગણવામાં આવે છે. અને તેના માટે પણ જો તમારે કોઈ કારણોસર દારુ પીવો આરોગ્ય માટે જરૂરી છે, તો તેની સરકાર પાસે કાયદેસરની મંજુરી લેવી પડતી હોય છે.

ભારતીય સેનાના જવાનોનું જીવન ઘણું મુશ્કેલી ભરેલું અને શિસ્તબદ્ધ હોય છે. દેશના રક્ષણ માટે તેને દરેક વખતે યુદ્ધ માટે તૈયાર રાખવા પડે છે, અને એ કારણ છે કે તેને મૂળ નિયમ અને ઉચ્ચ ભાવના સાથે રહેવું જરૂરી હોય છે, તેનાથી તેને ફીટ રહેવામાં મદદ મળે છે.

હંમેશા ફીટ રહેવા વાળા જવાનોને દારુની બોટલો ઉપર ઘણી છૂટ મળે છે. એવું કેમ છે, કે સેનામાં જવાનોના આરોગ્ય માટે ઝેર કહેવામાં આવતા દારુ ઉપર છૂટ મળે છે? દારુ આરોગ્ય માટે નુકશાનકારક માનવામાં આવે છે, અને એ કારણથી તેને સેનાના જવાનો માટે પ્રતિબંધીત કરવો જોઈએ. પરંતુ અહિયાં તો જવાનોને દારુ ઉપર છૂટ આપવામાં આવી રહી છે.

સેનામાં દારુ પીવાના કારણ :

સેનાને ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં દેશના રક્ષણનું કામ કરવું પડે છે. ઠંડીની ઋતુમાં એકદમ ઠંડી જગ્યા ઉપર પણ તે સરહદ ઉપર ઉભા રહે છે. એવી જગ્યા અને પરિસ્થિતિઓમાં દારુ સેનાના જવાનોને ગરમ રાખવા અને જીવતા રાખવામાં મદદ કરે છે.

જવાનોએ પોતાના પરિવારથી દુર રહેવું પડે છે. જયારે તે વધુ વ્યસ્ત નથી હોતા, તો નવરાશના સમયમાં તેને એકલાપણાનો અનુભવ થાય છે. દારુ પીવાથી તેને આ નવરાશનો સમય પસાર કરવામાં મદદ મળે છે.

તેની પાછળ પરંપરાગત કારણ એ પણ છે, કે બ્રિટીશ સેનામાં એક પરંપરા ચાલતી આવી રહી હતી, જ્યાં એક અધિકારી અને સેનાના વ્યક્તિઓને ચોક્કસ પ્રમાણમાં દારુનું સેવન કરવું જ પડતું હતું. આ પરંપરા ભારતીય સેનાને પણ આપવામાં આવી છે, અને ત્યાર પછી તેનું પાલન કરવામાં આવે છે. તેના માટે જયારે સેનામાં નવા જવાનની ભરતી થાય છે, તો અધિકારીઓનું સ્વાગત કરવાના એક ભાગરૂપે બધાએ એક ચોક્કસ પ્રમાણમાં દારુનું સેવન કરવું પડે છે. તો આ કારણો સર સેનાના જવાનોને દારૂ પીવાની છૂટ મળે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.