અરુણાચલ પ્રદેશમાં છે આ દુનિયાનું સૌથી મોટું શિવલિંગ, શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ.

આને કહેવાય છે દુનિયાનું સૌથી મોટું શિવલિંગ, શિવ પુરાણમાં કરવામાં આવ્યો છે આ શિવલિંગનો ઉલ્લેખ

અરુણાચલ પ્રદેશ ઘણું જ સુંદર રાજ્ય છે અને આ સ્થળની કુદરતી સુંદરતા જોવા જેવી છે. આ રાજ્યમાં આવવા વાળા લોકો અહીયાની સુંદરતા જોતા જ રહી જાય છે અને અહીયાની ઝાડીઓને જોઇને તેમાં ખોવાઈ જાય છે. અરુણાચલ પ્રદેશમાં દુનિયાનું સૌથી મોટું કુદરતી શિવલિંગ પણ છે અને આ શિવલિંગની ઊંચાઈ ૨૬ ફૂટ છે. જે પણ લોકો આ રાજ્યમાં આવે છે, તો આ શિવલિંગના દર્શન કરવા માટે મંદિરે જરૂર જાય છે અને શિવલિંગ ઉપર જળ અર્પણ કરે છે.

આવી રીતે કરવામાં આવી હતી શિવલીંગની શોધ :-

અરુણાચલ પ્રદેશની કરડા પહાડી ઉપર બિરાજમાન આ મંદિર સિદ્ધેશ્વર નાથ મહાદેવના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલી કથાઓ મુજબ એક લાકડા કાપવા વાળાએ આ શિવલિંગની શોધ કરી હતી. એવું માનવામાં આવે છે કે ૨૬ ફૂટ ઊંચા અને ૨૨ ફૂટ પહોળા આ શિવલિંગ ચાર ફૂટ ધરતીની નીચે છે અને આ શિવલિંગ સ્વયંભુ શિવલિંગ છે.

શ્રી સિદ્ધેશ્વરનાથ મંદિર ઘણું જ સુંદર મંદિર છે અને આ મંદિરના પ્રવેશ દ્વાર ઉપર જ ભગવાન નંદી બેલની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિર સાથે જ પાર્વતી અને કાર્તિકેય મંદિર પણ છે. મંદિરના પંડિતના જણાવ્યા મુજબ શિવલિંગની નીચે અવિરત જલધારા પણ વહે છે અને આ મંદિર સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. શિવલિંગની નીચે વહેતા પાણીની ધારાથી જ શિવલિંગનો અભિષેક થાય છે. એટલું જ નહિ શિવલિંગ ઉપર જનોઈ જેવી આકૃતિ પણ રહેલી છે.

શિવ પુરાણમાં પણ મળે છે વર્ણન :-

આ શિવલિંગનું વર્ણન શિવ પુરાણમાં પણ મળે છે. શિવ પુરાણના ૧૭માં અધ્યાયના રુદ્ર ખંડમાં આ શિવલિંગ વિષે લખવામાં આવ્યું છે કે તે ભવ્ય શિવલિંગ લોકોને અચંબિત કરે છે અને આ શિવલિંગ ‘લિંગાલય’ નામના સ્થળ ઉપર છે. કાલાંતરમાં લિંગાલયને જ અરુણાચલના નામથી ઓળખવામાં આવે છે.

થાય છે વિશેષ કાર્યક્રમનું આયોજન :-

સિદ્ધેશ્વરનાથ મંદિરમાં મહા શિવરાત્રી વખતે વિશેષ કાર્યક્રમનું આયોજન થાય છે અને શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. તે દરમિયાન આ મંદિરમાં ઘણી ભીડ જોવા મળે છે અને દુર દુરથી લોકો આ મંદિરમાં શિવલિંગ ઉપર જળ ચડાવવા માટે આવે છે. આ મંદિરમાં શિવજી સાથે સાથે તેના કુટુંબની પણ પૂજા કરવામાં આવે છે. તે ઉપરાંત દર સોમવારના દિવસે પણ આ મંદિરમાં ઘણી ભીડ રહે છે.

કેવી રીતે જવું? :-

૧. અરુણાચલ પ્રદેશ સરળતાથી વિમાન અને રેલ્વે માર્ગ દ્વારા જઈ શકાય છે. નરાહલગુન રેલ્વે સ્ટેશન ઝીરોથી ૧૨૦ કી.મી.ના અંતરે છે અને ઝીરોથી આ મંદિરનું અંતર ૬ કી.મી. છે. ઝીરો પહોચીને તમને ત્યાંથી મંદિર જવા માટે સરળતાથી ગાડી મળી જશે.

૨. ઇટાનગર ગુવાહાટી સુધી ટ્રેન કે વિમાનથી પણ જઈ શકાય છે. ઇટાનગરથી ગાડી કરાવીને સરળતાથી આ મંદિર પહોચી શકાય છે.

૩. આ મંદિર પાસે ધર્મશાળાઓ છે, જ્યાં તમે રોકાઈ શકો છો.

૪. મંદિર પાસે જ ઘણી જ મોટી અને સુંદર બજાર પણ છે. જ્યાં તમે શોપિંગ કરી શકો છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.