આ ફિલ્મી સ્ટાર્સનો હકીકતમાં થયો છે ભૂતોનો સામનો, ગોવિંદાની સાથે થઇ હતી સૌથી ભયંકર ઘટના

તમે ભૂતોમાં કેટલું માનો છો? આ કાંઈક એવા પ્રશ્નો છે જે આપણી સામે ક્યારે પણ એક જવાબ નથી લાવતા. ઘણા લોકો ભૂતમાં માને છે અને ઘણા લોકોનું કહેવું છે કે આત્માઓ હોય છે, અને ઘણા લોકો માને છે કે તે માત્ર મનનો વહેમ હોય છે. અમે તમને એ નથી કહી રહ્યા કે તમે આ વાત ઉપર વિશ્વાસ કરો કે પછી તેને માની લો. આમ તો ઘણી એવી ઘટનાઓ પણ હોય છે કે જેનાથી લોકો કંઈક વિચિત્ર એવું અને કાંઈક અલગ એવો અનુભવ કરે છે. એવું માત્ર સામાન્ય લોકો સાથે નહિ પરંતુ સેલીબ્રીટીઝ સાથે પણ થયું છે, જયારે તેને પોતાના સિવાય કોઈ બીજાનો પણ અનુભવ થયો છે. તમને જણાવીએ છીએ સૌના અનુભવ.

બીશાપા બસુ :

બોલીવુડની હોટ બંગાળી બાળા બીશપાએ પોતાના કેરિયરમાં ઘણી બધી ભૂતોની બિહામણી ફિલ્મો કરી છે. તેમાંથી તેમની ‘રાઝ’ સૌથી હીટ હતી. તેની છેલ્લી ફિલ્મ ‘અલોન’ પણ ભૂતો ઉપર જ આધારિત હતી. પોતે બીશાપાને એ વાતનો અનુભવ થયો છે. બિશાપા જયારે ગુનાહ ફિલ્મનું શુટિંગ મુકેશ મિલમાં કરી રહી હતી, તે સમયે તેને કાંઈક અલગ જ અનુભવ થયો હતો.

તે પોતાની લાઈન નહોતી યાદ કરી શકતી અને ઘણા દિવસો તે અપસેટ રહી હતી. એટલું જ નહિ તે લોકેશનમાં કોઈ બીજી ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું. કહેવામાં આવે છે કે તે ફિલ્મની હિરોઈનને આત્માએ વશમાં કરી લીધી હતી અને હોસ્પિટલમાં તેનો જી-વજતો રહ્યો હતો. (આવું ઇન્ડસ્ટ્રીમાં લોકો વચ્ચેથી સાંભળવામાં આવ્યું હતું.)

ઇમરાન હાશમી :

ભૂતો અને અનનેચરલ વસ્તુનો અનુભવ ઇમરાન હાશમીને પણ મળ્યો છે. ઇમરાન હાશમીએ એક વખત જણાવ્યું હતું કે તે રજા ઉપર પોતાના મિત્રો સાથે ફરવા ગયા હતા. તે જે હોટલમાં રોકાયા હતા તેમાં તેના સિવાય બીજું કોઈ ન હતું. તેને અચાનકથી કોઈ માણસના બુમો પાડવાનો અવાજ સંભળાયો તો તે ભાગીને ત્યાં ગયો જ્યાંથી અવાજ આવી રહ્યો હતો. તે ઘણી વાર સુધી બુમો સાંભળતો રહ્યો, પરંતુ તેને કોઈ ન મળ્યું. બીજા દિવસે તેમણે સૌથી પહેલા બીજી હોટલ લીધી.

રણવીર સિંહ :

બાજીરાવ મસ્તાનીના શુટિંગ દરમિયાન રણવીર સિંહને પણ કંઈક વિચિત્ર એવો અનુભવ થયો હતો. એટલું જ નહિ તેણે જાતે બાજીરાવનો જ આત્મા હોવાનો અનુભવ થયો હતો. તેમણે કહ્યું હતું કે બીજા દિવસે બોર્ડ ઉપર તેમણે એક આકૃતિ બનેલી જોઈ જે એકદમ પેશ્વા બાજીરાવ જેવી હતી. રણવીરનું કહેવું હતું કે તે એમના મગજની ઉપજ હતી કે ખરેખરમાં ત્યાં કોઈ હતું.

ગોવિંદા :

કોમેડી કિંગ ગોવિંદા સાથે પણ એવી જ બિહામણી ઘટના બની હતી. તે એક ડુંગરાળ વિસ્તારમાં કોઈ ફિલ્મનું શુટિંગ કરી રહ્યો હતો. તેના માટે તે એક હોટલમાં રોકાયો હતો. તેમણે જણાવ્યું કે જયારે અચાનકથી અડધી રાત્રે તેની આંખ ખુલી તો તેને લાગ્યું કે કોઈ મહિલા તેની છાતી ઉપર બેઠી હતી. સાથે જ આખો રૂમ પણ વિખરાયેલો હતો.

સરોજ ખાન :

સૌથી મોટી હિરોઈનોને પોતાના ઇશારે નચાવનારી પ્રસિદ્ધ કોરિયોગ્રાફર સરોજ ખાન સાથે પણ એવી જ એક વિચિત્ર ઘટના બની હતી. તે એક હોટલમાં પોતાના એક ગ્રુપ સાથે રોકાઈ હતી. તેને અચાનક લાગ્યું કે ઉપર ફ્લોરમાં કોઈ વારંવાર ફર્નીચર ખસેડી રહ્યા છે. જયારે તેમણે અવાજની ફરિયાદ કરી તો તેમને જણાવવામાં આવ્યું કે ઉપર કોઈ ફ્લોર જ નથી.