ખુબ જ અસરકારક છે હળદરના આ ટોટકા, બનાવી દેશે તમને થોડા સમયમાં શ્રીમંત

માત્ર થોડી જ હળદર તમારા ભાગ્યને એકદમથી બદલી શકે છે અને તમને શ્રીમંત બનાવી શકે છે. હળદરની મદદથી કોઈપણ વ્યક્તિ શ્રીમંત બની શકે છે અને ધન દોલત મેળવી શકે છે. ધન દોલત મેળવવા માટે તમે બસ નીચે આપવામાં આવેલા હળદર સાથે જોડાયેલા તુટકા કરો. આ તુટકા કરવાથી તમે શ્રીમંત બની જશો અને લક્ષ્મીમાંની કૃપા હંમેશા તમારી ઉપર જળવાયેલી રહેશે. તો આવો નજર કરીએ હળદર સાથે જોડાયેલા આ તુટકા ઉપર.

ધનવાન બનવા માટે જરૂર કરો હળદરના આ તુટકા

લક્ષ્મીમાં ને ચડાવો હળદર : શુક્રવારના દિવસે આ ઉપાય કરો. આ ઉપાય માં એક આખી હળદર લક્ષ્મી માતા સામે રાખી દો. ત્યાર પછી આ હળદરની પૂજા કરો અને તેની ઉપર સિંદુર લગાવો. આ હળદરને થોડી વાર માટે લક્ષ્મીમાંની મૂર્તિ પાસે જ રહેવા દો. પછી તેને લાલ રંગના કપડામાં લપેટી દો અને આ હળદરને તમારી તિજોરીમાં રાખી દો. આમ કરવાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે અને તમને ધન લાભ થતો રહેશે.

બનાવો સ્વસ્તિકનુ ચિન્હ : સ્વસ્તિકનું ચિન્હ શુભ માનવામાં આવે છે અને આ ચિન્હને સમૃદ્ધી સાથે પણ જોડીને જોવામાં આવે છે.આથી હળદરની મદદથી આ ચિન્હને તમારી તિજોરી ઉપર બનાવી દો. આમ કરવાથી ધનમાં બરકત થશે.

ચાંદીની ડબ્બી રાખો : જે લોકો પાસે ધન નથી ટકતું તે લોકો આ તુટકો એક વખત જરૂર કરે. આ તુટકામાં તમે કાળી હળદરને એક ચાંદીની ડબ્બીની અંદર રાખી દો. ત્યારપછી આ ડબ્બીને મંદિરમાં રાખી દો અને થોડીવાર પછી આ ડબ્બીને તે સ્થાન ઉપર રાખી દો જ્યાં તમે ધન રાખો છો. આ તુટકો કરવાથી તમને ધનમાં નુકશાન નહિ થાય.

વેપારમાં થાય ધન લાભ : વેપારમાં થઇ રહેલા નુકશાનને અટકાવવા માટે તમે પીળા કપડામાં કાળી હળદર, ૧૧ ગોમતી ચક્ર અને ૧૧ કોડિયા બાંધી દો અને નીચે જણાવેલા મંત્રના જાપ ૧૦૮ વખત કરો. મંત્રના જાપ કર્યા પછી આ કપડાને તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર બાંધી દો. આ ઉપાય કર્યા પછી તમારો વેપાર સારો ચાલવા લાગશે અને તમે શ્રીમંત બની જશો.

હળદર સાથે જોડાયેલા બીજા તુટકા : જો તમે કોઈ ગંભીર રોગથી પીડિત હોવ તો કાળી હળદરને તમારી પથારીની નીચે રાખી દો અને ૧૧ દિવસ પછી આ હળદરને પાણીમાં પધરાવી દો. એમ કરવાથી રોગ ઠીક થઇ જશે.

જો કોઈને ખરાબ નજર લાગી ગઈ છે તો તે પીળી હળદર ચોખાની અંદર ભેળવીને પોતાના માથા ઉપર સાત વખત ફેરવો અને ઘર માંથી બહાર ફેંકી દો. આ ઉપાય કરવાથી નજર એકદમ ઉતરી જશે.

જે લોકોને ગુરુ ગ્રહ ભારે છે તે લોકો ગુરુવારના દિવસે આ ઉપાય કરે. ઉપાયમાં કેળાના પાંદડા ઉપર હળદર ચડાવો અને હળદરનું તિલક તમારા માથા ઉપર લગાવી લો. આ ઉપાય કરવાથી ગુર ગ્રહ શાંત થઇ જશે અને શુભ ફળ આપવા લાગશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.