મકર સંક્રાંતિ સુધી તમને દરેક અશુભ કામથી બચાવવા વાળા ઉપાય

ઇન્ડિયા ન્યુઝના વિશેષ શો ફેમીલી ગુરુમાં જય મદાન દ્વારા ખરમાસ (અધિકમાસ) વિષે વાત કરવામાં આવી છે. ખરમાસના અશુભ મહિનામાં આવતા ૩૦ દિવસ તમારે શું કરવાનું છે, અને શું નહિ એના વિષે શો માં જણાવવામાં આવ્યું છે. આ શો માં મકર સંક્રાંતિ સુધી તમારે દરેક અશુભ કામ માંથી બચવાના ઉપાય વિષે પણ જણાવ્યું છે.

Family Guru Kharmas 2018 : ઇન્ડિયા ન્યુઝના વિશેષ શો ફેમીલી ગુરુમાં જય મદાનએ ખરમાસ મહિના વિષે વાત કરી છે. ખરમાસના અશુભ મહિનામાં આવતા ૩૦ દિવસ તમારે શું કરવાનું છે અને શું નહિ એ આ શો માં જણાવવામાં આવ્યું છે. આ શો માં મકર સંક્રાંતિ સુધી તમારે દરેક અશુભ કામ માંથી બચવાનું છે એના વિષે જણાવ્યું છે. સૂર્યના એક રાશી માંથી બીજી રાશીમાં પરિવર્તનને સંક્રાંતિ કહે છે. જ્યારે બે પક્ષોમાં સંક્રાંતિ નથી થતી, ત્યારે અધિક માસ થાય છે, જેને ખરમાસ પણ કહે છે. આ સ્થિતિ ૩૨ મહિના અને ૧૬ દિવસમાં થાય છે એટલે લગભગ દર ત્રણ વર્ષ પછી ખરમાસ આવે છે.

શું છે ખરમાસ ?

ખરમાસ આવે એટલે એક મહિના સુધી તમામ શુભ કાર્ય અટકાવી દેવામાં આવે છે. સૂર્ય જયારે ગુરુની રાશી ધન કે પછી મીનમાં હોય છે, તો એ બન્ને રાશીઓ સૂર્યની મલીન રાશી માનવામાં આવે છે. વર્ષમાં બે વખત સૂર્ય ગુરુની રાશીઓના સંપર્કમાં આવે છે. પહેલા ૧૫-૧૬ ડિસેમ્બરથી ૧૪-૧૫ જાન્યુઆરી અને બીજું ૧૪ માર્ચથી ૧૩ એપ્રિલ. બીજી વખતમાં સૂર્ય મીન રાશીમાં રહે છે. હજુ પહેલાનો સમય છે. એટલે ૧૬ ડીસેમ્બરથી ૧૪-૧૫ માર્ચનો. હવે જાણો કેમ કહેવાય છે આ મહિનામાં શુભ કાર્ય ન કરવા.

સૂર્યની ગણતરીના આધારે આ બન્ને મહિનાને ધનુ માસ અને મીન માસ કહેવામાં આવે છે. આ બન્ને મહિનામાં શુભ કાર્યો ન કરવા જોઈએ. આ માસમાં રામાયણ, ગીતા અને બીજા ધાર્મિક અને પૌરાણીક ગ્રંથોનું દાન વગેરેનું પણ મહત્વ માનવામાં આવે છે. વસ્ત્રદાન, અન્નદાન, ગોળ અને ઘી માંથી બનેલી વસ્તુઓનું દાન કરવું ઘણું શુભ માનવામાં આવે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.