પોતાનાથી 4 વર્ષ મોટી છૂટાછેડા લીધેલી અભિનેત્રી સાથે આશુતોષ રાણાએ કર્યા લગ્ન, ખુબ જ રસપ્રદ છે બંનેની લવસ્ટોરી

આશુતોષ રાણાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના બહુમુખી અભિનય માટે ઓળખવામાં આવે છે. તેના કારણે જ બધા ડાયરેક્ટર તેને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવા માંગે છે. સમાચારો મુજબ વહેલી તકે ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત મહત્વાકાંક્ષી ઐતિહાસિક પીરીયડ ડ્રામા ફિલ્મ ‘પૃથ્વીરાજ’ માં આશુતોષ રાણા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે.

આ ફિલ્મનું શુટિંગ શરુ થઇ ગયું છે. પણ આજે અમે તમને આશુતોષ રાણાની ફિલ્મી કારકિર્દી વિષે નહિ પરંતુ તેની લવ લાઈફ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જે સાંભળ્યા પછી તમે પણ આશ્ચર્યચકિત રહી જશો. આવી જાણીએ શું છે આશુતોષ રાણા અને રેણુકા શહાણેની લવ સ્ટોરીમાં?

આશુતોષ રાણાની પત્નીનું નામ રેણુકા શહાણે છે. આ બંનેની લવ સ્ટોરી ઘણી જ રસપ્રદ છે. આશુતોષ રાણા અને રેણુકા શહાણેની પહેલી મુલાકાત ડાયરેક્ટર હંસલ મેહતાની એક ફિલ્મના શુટિંગ દરમિયાન થઇ હતી. રેણુકા શહાણે આશુતોષ રાણાને ઓળખતી ન હતી. એક ફોન કોલ દ્વારા બંને વચ્ચે વાતચીતની શરુઆત થઇ. સૌથી નવાઈ કરી દે તેવી વાત એ છે કે, પહેલી વખત આ બંનેએ ફોન ઉપર લગભગ ૧ કલાક વાત કરી હતી.

એક ઈન્ટરવ્યું દરમિયાન રેણુકા શહાણેએ જણાવ્યું કે, ડાયરેક્ટર રવી રોયે પોતાના ઘરમાં દિવાળીની પાર્ટી રાખી હતી. જેમાં આશુતોષ રાણા આવી શક્યા ન હતા. એટલા માટે આગલા દિવસે આશુતોષ રાણાએ વોઈસ મેલ દ્વારા રેણુકા શહાણેને દિવાળીની શુભકામનાઓ આપી દીધી હતી, ત્યારથી તેમની વચ્ચે ફોન ઉપર વાત કરવાની પરંપરાની શરુઆત થઇ.

ઘણા દિવસો સુધી સતત ફોન ઉપર વાત કર્યા પછી બંનેએ મળવાનો નિર્ણય લીધો, પણ રેણુકા શહાણે આશુતોષને મળવામાં ઘણી જ અસહજ અનુભવી રહી હતી. તેના મનમાં ઘણી ગડમથલ ચાલી રહી હતી. ધીમે ધીમે બંને દોસ્તી થઇ ગઈ. તે બંને પોતાના આગળના જીવન વિષે વિચારી રહ્યા હતા. રેણુકા શહાણે આશુતોષ રાણાથી ૪ વર્ષ મોટી છે અને તે સમયે તે પરણિત પણ હતી. તેવામાં રેણુકા શહાણેને આશુતોષ સાથે પોતાની રીલેશનશીપને લઈને થોડી શંકા હતી.

રેણુકા શહાણેની માં ને પણ આ લગ્ન સ્વીકાર્ય ન હતા, કેમ કે આશુતોષના કુટુંબમાં ૧૨ સભ્યો હતા અને તે મધ્યપ્રદેશના એક નાના એવા ગામમાં રહેતા હતા. પરંતુ રેણુકા શહાણેના પહેલા લગ્ન તૂટવા અને બંનેના સારા તાલમેલને કારણે તેમણે લગભગ અઢી વર્ષ પછી દમોહમાં લગ્ન કરી લીધા. આશુતોષ અને રેણુકા શહાણેને બે દીકરા છે જેનું નામ શોર્યમન અને સત્યેન્દ્ર છે.

આશુતોષ રાણાનો જન્મ ૧૦ નવેમ્બર ૧૯૬૪ માં મધ્યપ્રદેશના એક નાના એવા ગામમાં થયો હતો. આશુતોષ રાણાએ હિન્દી ફિલ્મોની સાથે સાથે મરાઠી, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આશુતોષ હંમેશા પોતાના ગામમાં થતી રામલીલામાં રાવણનું પાત્ર ભજવતા હતા. આશુતોષ પોતાના દાદાને ખુબ પ્રેમ કરતા હતા, અને તેમના કહેવાથી આશુતોષે અભિનયને પોતાની કારકિર્દી તરીકે પસંદ કર્યો.

આશુતોષ રાણાએ એક ટેલીવિઝન કલાકાર તરીકે ‘સ્વાભિમાન’ સીરીયલથી પોતાની કારકિર્દી શરુ કરી. આ સીરીયલમાં કામ કર્યા પછી તેમણે ‘ફર્જ’, ‘સાજીશ’, ‘કભી કભી’ અને ‘વારીસ’ જેવી સીરીયલમાં કામ કર્યું. વર્ષ ૧૯૯૫ માં આશુતોષે પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. પણ તેને વર્ષ ૧૯૯૮ માં રીલીઝ થયેલી ફિલ્મ ‘દુશ્મન’ થી ઓળખાણ મળી. દુશ્મન ફિલ્મમાં આશુતોષે એક સાઈકો કિલરનું પાત્ર ભજવ્યું હતું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.