4 વર્ષ મોટી હિરોઈન સાથે આશુતોષ રાણાએ કર્યા હતા લગ્ન, ઘણી જ રસપ્રદ છે બંનેની લવ સ્ટોરી

આસુતોષ રાણાની ગણતરી બોલીવુડના તે મોટા કલાકારોમાં થાય છે, જે પોતાના પાત્રને અલગ રીતે ભજવે છે. ટીવી સીરીયલ ‘સ્વાભિમાન’ થી પોતાની કારકિર્દી શરુ કરનારા આશુતોષનો આજે જન્મ 10 નવેમ્બર 1967 ના રોજ થયો હતો. આશુતોષ અને તેમની પત્ની રેણુકા શહાણેની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે. આજે અમે તમને આ બંનેની લવ સ્ટોરી જણાવવાના છીએ.

આશુતોષ રાણા અને રેણુકા શહાણેની મુલાકાત ડાયરેક્ટર હંસલ મેહતાની એક ફિલ્મના શુટિંગ દરમિયાન થઇ હતી. તે સમય સુધી આશુતોષ તો રેણુકાના કામ વિષે જાણતા હતા, પરંતુ રેણુકા તેમને ઓળખતી ન હતી.

એક વેબસાઈટના જણાવ્યા મુજબ, ડાયરેક્ટર રવી રાયે દિવાળી નિમિત્તે પાર્ટીનું આયોજન કર્યું જ્યાં આશુતોષ ન આવી શક્યા. તેના બીજા દિવસે આશુતોષે વોઈસ મેલ દ્વારા રેણુકાને દિવાળીની શુભકામનાઓ આપી. ત્યારથી બંને વચ્ચે ફોન ઉપર વાત થવા લાગી. છેવટે લગભગ 3 મહિના ફોન ઉપર વાત કર્યા પછી બંનેએ ફરી મુલાકાત કરી.

રેણુકાએ જણાવ્યું કે, થોડું વિચિત્ર લાગ્યું પરંતુ મેં તેને ફોન કર્યો અને અમે બંને લગભગ ૧ કલાક સુધી ફોન ઉપર વાત કરી. તેમણે જણાવ્યું કે, તે દિવસ ઘણો સારો હતો. અમે બંને પોતાના વ્યસ્ત શેડ્યુલને લઈને માત્ર ફોન ઉપર જ વાત કરી શકતા હતા અને છેવટે ૩૧ ડીસેમ્બર ૧૯૯૮ના રોજ અમે બંને મળ્યા.

રેણુકા પહેલાથી જ પરિણીત હતી પરંતુ ઘણા ઓછા સમયમાં જ તેમના લગ્ન તૂટી ગયા હતા. રેણુકા આશુતોષ સાથે પોતાના સંબંધને લઈને થોડી દ્વિધામાં હતી, પરંતુ આશુતોષને બંનેના સંબંધોને લઈને કોઈ દ્વિધા ન હતી. રેણુકાની માં તેના લગ્નને લઈને થોડી દુઃખી હતી. એટલા માટે નહિ કે તેના બીજા લગ્ન હતા, પરંતુ એટલા માટે કે આશુતોષ મધ્ય પ્રદેશના એક નાના એવા ગામનો હતો અને તેના કુટુંબમાં ૧૨ લોકો હતા.

તેના લગભગ અઢી વર્ષ પછી બંનેએ આશુતોષના ગામ દમોહમાં લગ્ન કરી લીધા. બંનેને ૨ દીકરા શોર્યમન અને સત્યેન્દ્ર છે. રેણુકા આશુતોષથી લગભગ ૪ વર્ષ મોટી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.