અશ્વગંધા દ્વારા કેન્સરનો ઈલાજ હવે શક્ય જાણો કયા કયા કેન્સર સામે અશ્વગંધા થી કેવો થયો ફાયદો

અશ્વગંધા (Withania somnifera- અશ્વગંધા નું વેજ્ઞાનિક નામ), આયુર્વેદમાં ખુબ જ વિશાળ ઔષધીય જડી બુટી નો ખજાનો છે. પાંદડા, મૂળ, ડાળીઓ ઉપરાંત અશ્વગંધા ના બીજ અને ફળ વગેરે નો ઉપયોગ દવા અને ઘણા ઘરગથ્થું ઉપાયો દ્વારા સ્વસ્થ્ય અને આયુષ્ય વધારવા માટે કરવામાં આવે છે.

આમ તો ઘણા સંશોધનોમાં, અશ્વગંધામાં તનાવ વિરોધી, એન્ટી ઓક્સીડેંટ, રોગ દુર કરનારા, અનુત્તેજક, હ્રદયની સુરક્ષા કરનારા અને પ્રતિકારક શક્તિ વધારનાર ગુણ મળી આવે છે. તે બ્રેન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, સ્કીન કેન્સર, કિડનીના કેન્સર અને બ્રેસ્ટ કેન્સર સહિત ઘણા પ્રકારના કેન્સર ના ઈલાજ ઉપર અસરકારક સાબિત થયેલ છે.

સેમ ગંભીર એક ભારતીય કેન્સર નિષ્ણાંત છે. તેમણે કેન્સર ઉપર ઘણા રીસર્સ કર્યા છે. પણ તેમને શું ખબર હતી કે એક દિવસ તેમની આટલી નજીક થી કેન્સર જેવી બીમારી નો સામનો કરવો પડશે. હકીકતમાં તેમના ૧૪ વર્ષનો પુત્ર મિલન ગંભીર ને બ્રેન ટ્યુમર (Brain tumor) થઇ ગયું. કેમ કે તે પોતે એક કેન્સર નિષ્ણાંત છે તેથી તે સારી રીતે જાણે છે કે આ બીમારી કેવું સ્વરૂપ લઇ શકે છે.

ફેબ્રુઆરી ૨૦૧૫ માં, સેમ એ મિલનને સ્ટેમ ટ્રાન્સફર ની હોસ્પિટલ તપાસ માટે ફ્લોરીડા મોકલેલ હતો. સાથે જ સેમ એ સેંકડો વર્ષોથી ભારતમાં પોતાના ઉપચારના ગુણોથી ઓળખવામાં આવતા અશ્વગંધા ઉપર રીસર્સ કરવાનું શરુ કર્યું.

એક વર્ષના અભ્યાસ પછી, સેમ એ શોધમાં મેળવ્યું કે અશ્વગંધામાંથી મળી આવતા વેથાફેરીન ‘એ’ નામનું તત્વ, મસ્તિક ના ટ્યુમરનું કારણ બનનારી કોશિકાઓ ને નાશ કરવામાં ખુબ મહત્વની હોય છે. પણ જ્યાં સુધી તે તારણ કાઢી શકાયુ ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હતું અને મિલન આ શોધ ના થોડા અઠવાડિયા પછી મરી ગયો હતો. આમ તો સેમ ગંભીર અને તેની પ્રયોગશાળામાં હાલમાં પણ કેન્સર ઉપર રીસર્સ ચાલે છે.

પ્રયોગશાળા માં એવા સાધનો ના પરીક્ષણ કરવાની પણ તૈયારી કરી રહેલ છે જેના દ્વારા કેન્સરના દર્દી પોતાની કોશિકાઓ નું પરીક્ષણ જાતે જ કરી શકે છે. જેમ કે ‘સ્માર્ટ બ્રા’ જેમાં સ્તન ઉત્તકો ના ચિત્ર જોઈ શકાય છે અને ‘સ્માર્ટ શૌચાલય’ વગેરેની તૈયારી કરવામાં આવી રહી છે.

કેવી રીતે અશ્વગંધા કેન્સર માં મદદ કરે છે

અશ્વગંધા કેન્સરના ઉપચારમાં ઘણી જ અસરકારક ગણાવવામાં આવેલ છે.

તે તમામ કોશિકાઓના પ્રસારમાં કામ કરે છે જેના લીધે કન્સર વધતું નથી.

તે રેડીયેશન થેરોપી ની અસરને વધારે છે અને તેના લીધે થતી આડઅસરને ઓછી કરે છે.

તે કિમોથેરાપી માં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓની આડઅસરને પણ ઓછી કરે છે. પણ તે દવાઓથી થતા કેન્સરના ઉપચાર ઉપર કોઈ ફરક પડતો નથી.

આ અસરોનું અધ્યયન, પ્રયોગશાળા માં માનવ કેન્સર કોશીકાઓ અને પશુઓ બન્ને ઉપર કરવામાં આવેલ છે, પણ માનવ કોશિકાઓ ઉપર કરવામાં આવેલ પરીક્ષણ મર્યાદિત છે. આ પ્રયોગથી જાણી શકાયેલ છે વિથાફેરીન તે કેન્સરના ઇલાજમાં સૌથી વધુ સક્રિય ત્યારે હોય છે જયારે તે અશ્વગંધા ના મૂળ કે પાંદડા માંથી કાઢવામાં આવે છે.

૨૦૦૮ માં એક અધ્યયન દ્વારા જાણવા મળેલ છે કે અશ્વગંધાના પાંદડામાંથી નીકળતો રસ, માનવ કેન્સર કોશિકાઓ (હાડકા, સ્તન, ફેફસા, મોટું આંતરડું, ત્વચા, ગરદન, ફાઈબ્રોસારકોમ, અગ્નાશ્ય (Pancreas), અને મસ્તિક નું ટ્યુમર વગેરે) નો નાશ કરવામાં ખુબ અસરકારક છે. તે એક વિશાલ વિવિધતાનો નાશ કરી દીધો. અશ્વગંધાના વિથાનોન (Withanone) તત્વમાં, કેન્સર કોશિકાઓનો નાશ કરવાનો ગુણ મળી આવે છે.

અશ્વગંધા એક રેડિયોસેંસીટાઇઝર (તે દવા જે ટ્યુમર કોશિકાઓને રેડીએશન થેરોપી તરફ વધુ સંવેદનશીલ બનાવે છે) અને કીમોથેરેપ્યુટીક એજન્ટ (ઝડપથી વધનારી કેન્સરની કોશિકાઓનો નાશ કરનારી દવાઓ) તરીકે કામ કરે છે.

જુદા જુદા કેન્સરમાં અશ્વગંધા નું યોગદાન

અશ્વગંધા, જુદા જુદા પ્રકારના કેન્સરમાં ઊંચા પ્રકારનું યોગદાન આપે છે.

મસ્તિક કેન્સર (Brain Cancer)

અશ્વગંધા, ન્યુરોડીજેનેરેટીવ રોગો (Neurodegenerative diseases) ના ઉપચાર માટે ખુબ મહત્વની છે. કેમ કે તેના ઘટક તંત્રિકા તંતુઓ અને સીનેપ્લસ (Synapse- બે તંત્રિકા તંત્રો ને ભેગા થવાનું સ્થાન) અને એક્સોન (Axone- તંત્રિકા કોશિકાના તે ભાગ જેનાથી તંત્રિકા સંદેશો ને તે તંત્રિકા કોશીકામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જાય છે) અને સેન્દ્રાઈટ (Sendrites- તંત્રિકા કોશીકાનો તે ભાગ જેનાથી તંત્રિકા સંદેશ બીજી કોશિકા સુધી જાય છે) નું પુનઃનિર્માણ કરે છે અને યાદશક્તિ સુધારે છે.

ગ્લીયોબ્લાસટોમાં (Glioblastoma), ઈલાજની ગણતરીએ સૌથી સામાન્ય અને જટિલ બ્રેન ટ્યુમર છે. સર્જરી, રેડિયોથેરોપી અને કીમોથેરોપી જેવા જુદા જુદા ઉપચાર કર્યા પછી તેના મોટાભાગના દર્દી એક વર્ષમાં જ મરી જાય છે.

અશ્વગંધા અને તેના ઘટક, મસ્તિક ની ગ્લીયોમા કોશિકાઓ (Glioma cells) માં વૃદ્ધી કરવા માટે જવાબદાર હોય છે. અશ્વગંધામાંથી કાઢવામાં આવેલ રસ અને તેના ઘટક, કેન્સર કોશિકાઓને ગ્લીયોમા થેરોપી (Glioma therapy) પણ કરે છે.

સ્તન કેન્સર (Breast Cancer)

સ્તન કેન્સર થી પીડિત ૧૦૦ દર્દીઓ ઉપર કીમોથેરોપી અને વિથાનિઆ સોમ્નીફેરા કે અશ્વગંધા (Withania somnifera) બન્ને ની સારવાર અને માત્ર કિમોથેરાપી કરીને તુલનાત્મક પરીક્ષણ કરવામાં આવેલ તો તે જાણવા મળ્યું કે અશ્વગંધાનું સેવન કરવાવાળા દર્દીઓને ઓછા થાકનો અનુભવ થાય છે અને જેમણે સેવન નથી કર્યું તેને વધુ થાકનો અનુભવ થાય છે.

પ્રોસ્ટેટ કેન્સર (Prostate Cencer)

અશ્વગંધા, ઘણા કામગીરી માટે મહત્વનું જીન અને સંદેશ મોકલવાની કામગીરી (Signalling mechaniams) ને નિયંત્રિત કરે છે, જે પ્રતિકારક તંત્ર ની પ્રતિક્રિયા, તંત્રિકાઓમાં આવતા સોજા, સંદેશ સ્થળાંતર, સેલ સિગ્નેલિંગ (Cell signaling) અને કોશિકા ચક્ર નિયમન (cell cycle regulation) વગેરે સાથે જોડાયેલ હોય છે. તેનાથી અશ્વગંધા, પ્રોસ્ટેટ કેન્સરના ઈલાજ માટે અસરકારક રસાયણિક એજન્ટ જેવું કામ કરે છે.

ત્વચા કેન્સર (Skin Cancer)

સ્વીસ અલ્બીનો નામના ઉંદરમાં કેન્સર ઉત્પન કરીને એક અધ્યયન કરવામાં આવેલ અને તેનો અશ્વગંધાના મૂળમાંથી કાઢવામાં આવેલ રસથી ઉપચાર કરવાથી, તેની ત્વચાના ઘાવની સંખ્યામાં ઘણો ઘટાડો થયેલ. સંશોધકોએ અનુમાન લગાવ્યું કે અશ્વગંધાના રસમાં રહેલ એન્ટીઓક્સીડેંટ અને ઈમ્યુનોમોડ્યુલેટરી ઘટક તેની સારવારના ગુણો માટે જવાબદાર હોય છે.

વેજ્ઞાનિકોનું માનવું છે કે અશ્વગંધા, કેન્સરને નિયંત્રિત કરવામાં સક્ષમ છે અને સાથે સાથે કેન્સરના ઉપચાર કરવાની રીતો જેવી કે રેડિયો અને કિમોથેરાપી ની આડઅસર ને પણ ઓછી કરવામાં મદદ કરે છે. આયુર્વેદ મુજબ તો હમેશા અશ્વગંધાના ગુણોને એક અદ્દભુત જડી બુટી તરીકે ઉપયોગ કરવામાં આવે છે જે શરીરની પ્રતિકારક શક્તિ માં સુધારો કરે છે જેને લીધે જ અશ્વગંધાને હવે કેન્સરના ઈલાજ કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવવા લાગ્યો છે.