અશ્વગંધાથી વજન વધારવાની રીત, પાતળા અને ઓછા વજન વાળા લોકો માટે ઉપયોગી ઔષધિ.

આજે અમે વાત કરીશું અશ્વગંધા વિષે આમ તો તમે ક્યારેને ક્યારે અશ્વગંધા વિષે જરૂર સાંભળ્યું હશે. યુટ્યુબ અને ગુગલ ઉપર અશ્વગંધા વિષે ઘણું બધું લખાયું છે. પરંતુ ઘણી વાતો સ્પષ્ટ થઇ શકતી નથી કે અધુરી જાણકારી કે ખોટી જાણકારી આપવામાં આવી છે. અશ્વગંધા સંસ્કૃત નામ છે. અશ્વથી ઘોડો અને ગંધ કે સુંગધ અર્થ થાય છે. શુદ્ધ અશ્વગંધા માંથી ઘોડા જેવી ગંધ આવે છે. અને તેનું સેવન કરવાથી માણસમાં ઘોડા જેવી શક્તિ આવે છે, એટલા માટે તેને અશ્વગંધાના નામથી ઓળખવામાં આવે છે. અશ્વગંધાના મૂળનો ઉપયોગ થાય છે. તે તાજા હોય તો તમને ઘોડા જેવી ગંધનો અનુભવ થશે. પાન દેખાવમાં સુઅરના કાન જેવા હોય છે. નાનું એવું ઝાડ હોય છે. આજકાલ જંગલી સાથે ખેતરમાં ઉગાડેલી અશ્વગંધા બજારમાં મળે છે. જંગલી અશ્વગંધા ગુણવત્તામાં સારી હોય છે.

Latin Name – Withania Somnifera

Family – Solanaceae

અંગ્રેજી ભાષામાં અશ્વગંધાને Winter Cherry અને હિન્દીમાં અસગંધ નામથી ઓળખવામાં આવે છે.

રસ :- પંચક

રસ :- તીખો, તૂરો

ગુણ :- લઘુ રુક્ષ

વીર્ય :- મધુર

વિપાક :- ગરમ

અસર :- બલ્ય

અશ્વગંધાના ફાયદા :-

આયુર્વેદમાં જણાવ્યું છે કે અશ્વગંધા ગરમ વીર્ય અને મીઠા વિપાકને કારણે વાતનું વમન કરે છે. તીખા, તુરા રસ અને ગરમ વીર્યને કારણે કફનું સમન કરે છે. મતલબની વાત કફથી થતા રોગોમાં પ્રકૃતિ મુજબ અશ્વગંધાનો ઉપયોગ કરી શકાય છે. કામરૂપીણીથી ઓળખવામાં આવે છે કેમ કે તેનું નિયમિત રીતે સેવન કરવાથી એક સારો એવો દેખાવ આપે છે.

શ્વાસના રોગમાં લાભકારી :-

મોટી ઉંમરમાં શ્વાસની તકલીફ વધે છે તે સમયે સાચી ઔષધનો ઉપયોગ કરી આ બીમારી ઉપર આપણે કાબુ મેળવી શકીએ છીએ. શાસ્ત્રોક્ત પદ્ધતિથી બનાવવામાં આવેલા અશ્વગંધાના ક્ષારને મધ અને ઘી સાથે વૈદકીય સલાહ મુજબ પ્રયોગ કરવાથી શ્વાસના રોગોમાં ઘણું જ ફાયદાકારક હોય છે.

વજન વધારવા માટે અશ્વગંધાનો ઉપયોગ :-

આજકાલ દરેક સારું શરીર બનાવવા માંગે છે. પણ કોઈ પણ કિંમતે શરીર બનાવવું આરોગ્ય માટે ઘણું નુકશાનકારક હોય છે. એટલે કે એવી વસ્તુ ખાવામાં ઉપયોગ કરીને જે આપણા વજનને વધારીને શરીર તો સારું બનાવી દે છે. પરંતુ આપણા શરીર તરફ ઘણી ક્રિયા કે કામ ઉપર એવી અસર કરે છે કે તે સારી રીતે કામ નથી કરી શકતું. આપણેને ખબર પણ નથી હોતી કે સારા પેકિંગમાં મળતી આ વસ્તુ આપણી બીમારીને આમંત્રણ આપે છે. હવે તમે જ જણાવો કે ઝેર ખાઈને શરીર બનાવવાનો શું ફાયદો?

સ્ટીરોઇડવિષે તમે જરૂર સાંભળ્યું હશે. કેમ કે તેનો ઉપયોગ કૃત્રિમ શરીર બનાવવા માટે ઉપયોગ થાય છે. જો કોઈ એ આ પ્રકારના સ્ટીરોઇડનો ઉપયોગ કરી લીધો, તો તેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ જાય છે અને બીજી દવાઓની ઓછી અસર થાય છે. અશ્વગંધામાં કુદરતી સ્ટીરોઇડ હોય છે. જે નેચરલી વજન વધારવામાં મદદ કરે છે. સોમનેફીરીન નામનું તત્વ મળી આવે છે. જે સારી ઊંઘ માટે જવાબદાર હોય છે. હવે આપણે બધા જાણીએ છીએ કે વજન વધારવા માટે સારી ઊંઘની જરૂર છે. જો કે અશ્વગંધાના ઉપયોગથી આપણેને પ્રાપ્ત થાય છે. એટલા માટે Insomnia – નિંદ્રાનાશના રોગીઓ એ અશ્વગંધાનો ઉપયોગ કરવો જોઈએ. વજન વધારવા માટે અશ્વગંધાને દૂધ, ઘી કે ગરમ પાણી સાથે નિયમિત સેવન કરવું જોઈએ. ૧૫ દિવસમાં તમને તેના પરિણામ જોવા મળશે જ

સંતાન પ્રાપ્તિ માટે :-

સંસ્કૃતમાં અશ્વગંધાને પુત્રદા કહે છે કેમ કે તેનું નિયમિત સેવન કરીને પુરુષના શુક્ર ધાતુમાં વધારો થાય છે. ૧ ગ્લાસ દૂધમાં ૧ ચમચી અશ્વગંધા ચૂર્ણને દેશી ઘી સાથે ઉકાળીને લેવાથી શુક્ર ધાતુ માટે ઘણું ફાયદાકારક રહે છે.

Pharmacological Action –ઔષધીય ગુણ

Side Effect – આડ અસર :-

ગરમ વીર્ય હોવાને કારણે ગર્ભવતીએ અશ્વગંધાનું સેવન ન કરવું જોઈએ.

અશ્વગંધા પચવામાં ભારે હોવાને કારણે મંદાગ્નિ વાળા એ તેનું સેવન ન કરવું જોઈએ.