નેહા મેહતા સાથે અણબનાવના સમાચાર પછી પ્રોડ્યુસર અસિત મોદીએ જાહેર કર્યું સ્ટેટમેન્ટ, કહ્યું – અવસર મળ્યો તો….

તારક મેહતા શો ના પ્રોડ્યુસર અસિત મોદીએ નેહા મેહતા સાથે અણબનાવના સમાચાર બાદ સ્ટેટમેન્ટ જાહેર કરતા કહી આ ખાસ વાત.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો માં હવે અંજલિ મેહતાના પાત્રમાં સુનયના ફોજદાર દેખાઈ રહી છે. છેલ્લા 12 વર્ષોથી આ શો નો ભાગ રહેલી નેહા મેહતાએ શો છોડી દીધો છે. આ શો ના સેટ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું હતું કે, નેહા અને પ્રોડ્યુસર અસિત મોદી વચ્ચે અણબનાવ હતો, અને તેમને (નેહાને) પરેશાન કરવામાં આવી રહ્યા હતા. એવામાં તેમણે સમ્માન માટે શો છોડી દીધો. હવે લાંબા સમય પછી અસિત મોદીનું એક સત્તાવાર સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તેમણે એક્ટ્રેસ (નેહા મેહતા) સાથે ફરીથી કામ કરવાની વાત જણાવી છે.

નેહા મેહતાએ શો છોડ્યા પછી હવે પ્રોડ્યુસર અસિત મોદીની ટીમે એક સ્ટેટમેન્ટ જાહેર કરતા લખ્યું, નેહા મેહતા હંમેશા અમારા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા પરિવારનો ભાગ રહેશે. 12 વર્ષ સુધી સાથે કામ કરીને અમે એક સંબંધ કાયમ કર્યો છે, જે સરળ શબ્દોમાં જણાવી શકાય નહિ. આ નિર્ણય બંને તરફથી સહમત થવા પર લેવામાં આવ્યો હતો. ટીમના દરેક સભ્ય નેહાના અંજલિ મેહતાના પાત્ર અને શો માં રહેવાની પ્રશંસા કરે છે. જો ક્યારેય ભવિષ્યમાં સાથે કામ કરવાનો અવસર મળ્યો, તો અમે જરૂર તેમની સાથે આવીશું.

લગાવેલા આરોપ પછી હવે નેહા મેહતાએ બદલ્યા બોલ :

સેટ પર હાજર સૂત્રોએ નેહાના શો છોડવા પર જણાવ્યું હતું કે, નેહા છેલ્લા 12 વર્ષોથી આ શો નો ભાગ હતી. એવામાં સ્વાભાવિક છે કે, તે સેટ પર પોતાની આસપાસના લોકો પાસેથી પોતાના માટે થોડા સમ્માનની આશા રાખશે. જોકે એવું થતું ન હતું. નાની-નાની વાતો પર તેમને થોડા હેરાન કરવામાં આવતા હતા. ઘણી વાર તે સેટ પર રડી પણ હતી.

ઘણી વાર સેટ પર એવી સ્થિતિ ઉભી કરી દેવામાં આવતી હતી, જેમાં તેમણે સાચા હોવા છતાં પણ ચૂપ રહેવું પડતું હતું. એક ઇન્ટરવ્યૂ દરમિયાન પણ નેહાએ આ વાત સાચી ગણાવી હતી. જોકે હવે એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા અસિત મોદીનો આભાર માન્યો છે.

આ માહિતી દૈનિક ભાસ્કર, અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.