અસલી અને નકલી ગોળ ઓળખવા માટેની આ ટ્રીક તમને કોઈ જણાવશે નહી ક્લિક કરી જાણો રીત

નમસ્કાર મિત્રો એક વખત ફરી વખત તમારું અમારી વેબસાઈટ માં ખુબ ખુબ સ્વાગત છે. તો જેમ કે તમે જાણો જ છો કે આ વેબસાઈટ માં તમને રાજીવજી ના ઘરગથ્થું નુસખા અને ઔષધિઓ મળે છે. આજે અમે તમને રાજીવજી ની એક બીજી ઔષધી વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ગોળ.

તમે કહેશો ગોળ અને ખાંડ માં શું ફરક છે, તે બન્નેમાં ઘણો ફરક છે ખાંડ બનાવવા માટે શેરડીના રસમાં 23 હજાર ઝેર (કેમિકલ) ભેળવવા પડે છે, અને આ બધું ઝેર છે જે શરીરની અંદર જતું તો રહે છે પરંતુ બહાર નથી નીકળી શકતું. અને ગોળ એક એવો છે જે વગર કોઈ ઝેર થી સીધે સીધો બને છે શેરડી ના રસને ગરમ કરતા જાવ, ગોળ બનતો જાય છે. તેમાં કઈ જ ભેળવવું નથી પડતું.

વધુમાં વધુ તેમાં દૂધ ભેળવે છે બીજું કઈ જ ભેળવવું નથી પડતું.
ગોળ થી પણ સારી એક વસ્તુ છે જે તમે ખાઈ શકો છો તેનું નામ છે કાકવી. જો તમે ક્યારેય ગોળ બનતો જોયો હશે તો તમને તેની પણ ખબર હશે. તે કાકવી ગોળ કરતા પણ સારું છે, ગોળ તો સારો છે જ છે પણ ગોળથી પણ સારી કોઈ વસ્તુ છે તે કાકવી જ છે. એક કામ કરો કાકવીને ડોલમાં ભરીને રાખો તે ખરાબ થતી નથી, 1 વર્ષ 2 વર્ષ આરામથી રાખી શકો છો. કાક્વીનો ભાવ પણ લગભગ ગોળ ની બરોબર જ છે. હવે તમે કા તો કાકવી ખાવ નહી તો ગોળ ખાવ. જો તમને કાકવી મળે છે તો સમજી લો કે તમે રાજા છો, જો કાકવી ન મળે અને ગોળ મળી જાય છે તો તે નાનો રાજા છે.

હજુ સુધી તમે વિચારી રહ્યા હશો કે આ કાકવી શું હોય છે, તમને એ પણ જણાવી દઈએ છીએ. કાકવી નો એટલે શેરડીના રસને જયારે ગરમ કરવાનું શરુ કરે છે તો ગરમ કરતા કરતા ગોળ બનતા પહેલા અને તેનો રસ ગરમ થયા પછી એક લીક્વીડ બને છે તે લીકવીડને કાકવી કહે છે. જ્યાં પણ ગોળ બને છે ત્યાં કાકવી જરૂર મળશે.

તમને મારી એક નાની એવી વિનંતી છે કે તમારા ઘરમાંથી આ ખાંડ દુર કરી દો. ખાંડે આખા વિશ્વનો સત્યાનાશ કર્યો છે. શુગર મિલ વાળાનું પણ બીપી હાઈ છે. રાજીવભાઈ આખા ભારતમાં પ્રવાસ કરતા હતા, તે શુગર મિલ વાળાને મળતા હતા તો તે પણ કહેતા હતા કે રાજીવભાઈ અમે પણ ખુબ મુશ્કેલીમાં છીએ. જ્યારથી ખાંડ બનાવવાનું શરુ કર્યું છે અને ખાવાનું શરુ કર્યું છે, ત્યારથી શરીરની દશા ખરાબ છે. કરોડો રૂપિયા તો શુગર મિલમાં લાગે છે અને કરોડો શેરડીના રસને ખાંડ બનાવવા માં થાય છે. તેનાથી સારું છે ખુબ સસ્તામાં ગોળ બને છે, પ્રોસેસ પણ લાંબી નથી. ખુબ સસ્તામાં કાકવી બને છે, સીધો ગોળ બનાવીને વેચો, કાંકવી બનાવીને વેચો.

રાજીવભાઈ હમેશા જણાવે છે કે ખાંડ નો ઉપયોગ બંધ કરી દો અને તેની જગ્યાએ ગોળ નો ઉપયોગ કરો. તેની પાછળ તો ઘણા એવા કારણ જણાવે છે જેની ઉપર અમે પાછળની પોસ્ટમાં ચર્ચા કરી હતી. રાજીવભાઈ કહે છે કે ચા પણ ગોળની પીવો તેનાથી તમને ફાયદો થશે નુકશાન નહિ. ચા થી ખુબ નુકશાન થાય છે.

આપણા દેશમાં હજારો વર્ષોથી ગોળની ચા પીવામાં આવતી હતી, તે થોડા વર્ષોમાં ખાંડની ઉત્પતી સૌના સ્વસ્થ બગાડી નાખેલ છે. દરેક ઘરમાં ડાયાબીટીસ અને આર્થરાઈટીસ ના દર્દી મળવા લાગ્યા છે. બીજી પણ ઘણી ગંભીર બીમારીઓએ લોકોને ઘેરી લીધા છે, તેમાં ખાંડનું ખુબ મોટું યોગદાન છે. જયારે રાજીવભાઈ લોકોને ગોળની ચા વિષે જણાવે છે તો, ઘણા લોકોને સવાલ થાય છે કે હમેશા ગોળની ચા બનાવવાના પ્રયાસમાં અમારી ચા ફાટી જાય છે. આવી સ્થિતિથી બચવા માટે આપણે શું કરવું. આ સવાલના જવાબમાં રાજીવભાઈ એ કહ્યું કે તે ગોળની ચા ફાટે છે જેમાં કેમિકલ ભેળવવામાં આવે છે.

ગોળના બે પ્રકાર હોય છે. એક ગોળ કેમિકલ દ્વારા બનાવવામાં આવે છે, તેનાથી ગોળની ચા હમેશા ફાટી જશે. બીજા પ્રકારના ગોળ માં કેમિકલ નથી ભેળવવામાં આવતું, અને આવો ગોળ જોવામાં કાળો દેખાય છે. તેનાથી ઉલટું જો કેમિકલ વાળો ગોળ ની વાત કરવામાં આવે તો તે જોવામાં એકદમ પીળો કે સફેદ હોય છે. તેમાંથી ગોળની ચા હમેશા ફાટશે. પણ વગર કેમિકલ ના ગોળની ચા ક્યારે પણ નહિ ફાટે.

આ એક રીત છે જેનાથી તમે જાણી શકશો કે કયો ગોળ તમારા સ્વાસ્થ્ય માટે સારો છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)