જ્યોતિષ ગણના : નવ માંથી પાંચ ગ્રહ પોતાના અને બે મિત્રના ઘરમાં, દરેક માટે શુભ સંકેત

શુભ સંકેતો સાથે થઇ રહ્યા છે ગ્રહોના રાશિ પરિવર્તન, દરેક માટે શુભ સાબિત થશે. વર્ષો પછી ગ્રહ મંડળમાં આ પ્રકારના સંયોગ ઉભા થયા છે કે નવ ગ્રહોમાંથી પાંચ ગ્રહ પોતાની રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે, જયારે બે ગ્રહ સૂર્ય અને બુધ પોતાના મિત્રના ઘરમાં ભ્રમણ કરી રહ્યા છે. આ પ્રકારે 9 માંથી 7 ગ્રહ પૃથ્વી વાસીઓ માટે શુભ ફળ આપવા માટે તત્પર છે. પોતાની રાશિમાં ભ્રમણ કરવા વાળા ગ્રહોમાં સૌ પ્રથમ મંગળ મેષ રાશિમાં, બૃહસ્પતી ધનુ રાશિમાં, શનિ મકર રાશિમાં, રાહુ વૃષભ રાશિમાં અને કેતુ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે.

સૂર્ય તેના મિત્ર બુધની રાશિમાં અને બુધ તેના મિત્ર શુક્રની રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. આ ગ્રહોની શુભ અસર રૂપે દેશમાં રાજકીય અસ્થિરતા અને કુદરતી આફતો ઉપર નિયંત્રણ લાગશે. મુખ્ય નેતૃત્વ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને લોકો સમજવામાં સફળ થશે. પરસ્પર આંતરિક સ્નેહ અને ભાઈચારો વધશે. આ ગ્રહોની શુભ અસર દેશ અને દેશના લોકો ઉપર કેવી રહેશે? આવો તેનું વિશ્લેષણ કરીએ.

મંગળની અસર : વર્તમાન સમયમાં મંગળ તેની મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જે 11 સપ્ટેમ્બરે સવારે 3 વાગીને 48 મિનિટ પર વક્રી થઇ ગયા છે. તે મેષ રાશિમાં 4 ઓક્ટોબર સુધી રહેશે, અને ત્યારબાદ વક્રી અવસ્થામાં જ પાછા મીન રાશિમાં આવી જશે. મંગળ અગ્નિ તત્વપ્રધાન ગ્રહ છે એટલા માટે આગથી થતી ઘટનાઓ તો વધશે, પરંતુ આપણું સૈન્ય બળ મજબુત બનશે. બની શકે છે ભારત સરકાર વિદેશી સરકારો પાસે શસ્ત્ર સંબંધી કોઈ મોટી ખરીદી માટે કરાર કરે. ખેડૂત વર્ગ માટે પણ મંગળની અસર શુભ રહેશે. પૃથ્વી ઉપર અનાજનું વધુમાં વધુ ઉત્પાદન થશે, જેના ફળસ્વરૂપ દેશમાં ખાદ્યધાનની અછત નહિ રહે.

બૃહસ્પતીની અસર : દેવગુરુ બૃહસ્પતી તેની જ રાશિ ધનુમાં ભ્રમણ કરી રહ્યા છે. તેના ફળસ્વરૂપ શિક્ષણ પ્રતિયોગીતાના ક્ષેત્રમાં સરકાર દ્વારા મોટા-મોટા નિર્ણય લેવામાં આવશે. સરકારની નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં વરદાન જેવી સિદ્ધ થશે. લોકોનું વલણ ધર્મ અને આદ્યાત્મ તરફ વધશે. સાધુ સંતો ઉપર થઇ રહેલા હુમલામાં ઘટાડો થશે, અને નૈતિક મુલ્યોના થઇ રહેલા પતનમાં પણ સુધારો આવશે.

શનિની અસર : શનિદેવ તેમની જ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે જે હજુ વક્રી છે, 29 સપ્ટેમ્બરના રોજ તે માર્ગી થઇ રહ્યા છે જેના ફળસ્વરૂપ વેપારના ક્ષેત્રમાં અનપેક્ષિત રૂપથી સુધારો આવવાના સંકેત છે. દેશની જીડીપીમાં થઇ રહેલો ઘટાડો ઓછો થશે, અને આગળના પરિણામ સુધી તેમાં સુધારો આવવાની આશા રાખી શકાય છે. મુખ્ય નેતૃત્વ દ્વારા દેશના લોકો માટે સારા નિર્ણય લેવામાં આવશે. શનિદેવ ન્યાયના દેવતા છે એટલા માટે કોર્ટ કચેરીનો પણ પુનઃ આરંભ થઇ જશે. ન્યાયિક નિર્ણય પણ ઝડપથી લેવામાં આવશે.

shanidev suryaputra

રાહુની અસર : રાહુ તેની જ રાશિ વૃષભમાં આવી ગયા છે જે 18 મહિના સુધી રહેશે, નિશ્ચિત રીતે દેશ અને દેશના લોકો માટે તે શુભ સંકેત છે. બની શકે છે અધિકારીઓમાં લાંચની પ્રવુત્તિ વધે અને તે પકડાઈ પણ જશે. વિદેશ નીતિની બાબતમાં સરકાર ઉચ્ચ કક્ષાના માપદંડ સ્થાપિત કરવામાં સફળ રહેશે. ફાર્મા અને આઈટીના સેક્ટરને નોકરીની સારી તકો આવશે.

કેતુની અસર : કેતુ તેની જ રાશિ વૃશ્ચિકમાં ભ્રમણ કરશે જે મંગળની જેમ જ ફળ આપશે, એટલા માટે ધર્મ અને આદ્યાત્મ પ્રત્યે લોકોનું વલણ રહેશે. યુવા વર્ગ નવી નવી શોધ કરીને લોકોને આશ્ચર્યચકિત કરશે. રીયલ એસ્ટેટ અને પાવર સેક્ટર માટે તેનું ભ્રમણ અતિશુભ રહેશે, એટલે કે વહેલી તકે જ આ સેક્ટરોમાં રોકાણકારોનું વલણ વધશે. એક વખત ફરી ઘર ખરીદવા વાળાની રૂચી વધશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.