ખગોળીય ઘટના : 1 ઓક્ટોબરે ફૂલ મૂન તો 31 એ હશે બ્લૂ મૂન, અવકાશમાં બનશે વિચિત્ર સંયોગ.

1 ઓક્ટોબરે દેખાશે ફૂલ મૂન અને 31 એ હશે બ્લૂ મૂન, જાણો અવકાશમાં થનારી આ ખાસ ખગોળીય ઘટનાઓ વિષે. ચંદ્રને નજીકથી જોવા માટે ખગોળ પ્રેમીઓ પાસે ઓક્ટોબરમાં બે સોનેરી તક હશે. તેમાં એક ફૂલ મૂન તો બીજી બ્લૂ મૂનની તક છે. 2020 પછી બ્લૂ મૂનની વિશેષ રાત 31 ઓગસ્ટ 2023 માં આવશે.

નૈનીતાલમાં રહેલ આર્યભટ્ટ પરીક્ષણ વિજ્ઞાન શોધ સંસ્થા (એરીજ) ના ખગોળ વિજ્ઞાની ડો. શશીભૂષણ પાંડેના જણાવ્યા અનુસાર, ઓક્ટોબરની શરુઆત ફૂલ મૂનથી થવા જઈ રહી છે. 1 ઓક્ટોબરના રોજ ફૂલ મૂન એટલે પૂનમના ચંદ્રનો અનોખી ચમક સાથે જોવા મળશે. ત્યાબાદ મહિનાના અંતમાં એટલે 31 ઓક્ટોબરના રોજ બ્લૂ મૂનની ખગોળીય ઘટના થશે.

આ વખતે કાલ્બુ મુન આફ્રિકા, યુએસએ, યુરોપ સહીત એશિયાના ઘણા દેશોમાં જોવા મળશે. બ્લૂ મૂનની રાત્રે ચંદ્ર આકારમાં 14 ટકા મોટો જોવા મળશે. તેની ચમક પણ બીજા દિવસોની સરખામણીમાં વધુ રહેશે. ચંદ્ર ઉપર શોધ કરવાવાળા ખગોળ વૈજ્ઞાનિકો માટે આ તક ઉત્તમ રહેશે.

blue moon
blue moon

આ છે બ્લૂ મૂન : આશરે વર્ષમાં 12 વખત ફૂલ મૂન થાય છે, પરંતુ ત્રણ વર્ષમાં એક સંયોગ એવો ઉભો થાય છે જયારે 13 વખત ફૂલ મૂન થાય છે. તેવામાં જે માસમાં બે ફૂલ મૂન થાય છે તે માસના બીજા ફૂલ મૂનને બ્લૂ મૂન કહેવામાં આવે છે. ઓક્ટોબરમાં આ વખતે બે ફૂલ મૂન થવા જઈ રહ્યા છે, એટલે 31 ઓક્ટોબરના ફૂલ મૂનને બ્લૂ મૂન કહેવામાં આવશે. બ્લૂ મૂન નામનું ચલણ 1946 થી શરુ થયું હતું. બ્લૂ મૂનનો વાદળી રંગ સાથે કોઈ સંબંધ નથી. તે દિવસે ચંદ્ર ઘણો ચમકતો હોય છે.

ચંદ્ર ઘણા ગ્રહોની નજીક પહોંચશે : આ સંયોગની વાત છે કે આ વખતે સૌર પરિવારના ઘણા ગ્રહ આપણી નજીક પહોંચી ગયા છે, તો ચંદ્ર પણ વારા ફરતી તેની નજીક પહોંચી રહ્યો છે. મંગળ ગ્રહ આપણી ઘણો નજીક છે અને ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયે ચંદ્ર આ લાલ ગ્રહની આસપાસ જોવા મળશે. ત્યારબાદ 14 ઓક્ટોબરના રોજ વિનસની નજીક પહોંચશે. 25 ઓક્ટોબરના રોજ ચંદ્ર સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુની નજીક હશે, તો 26 ઓક્ટોબરના રોજ ચંદ્ર શનિની નજીક પહોંચવા જઈ રહ્યો છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.