કરીનાના ભાઈના લગ્નની પાર્ટીમાં આ કપલે જમાવી મહેફિલ, જુઓ ઈનસાઇડ વિડીયો.

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂરના કાકાના દીકરા ભાઈ અરમાન જૈનના હાલમાં જ લગ્ન થયા. લગ્નમાં આખું કપૂર કુટુંબ લાંબા સમય પછી એક સાથે જોવા મળ્યું. જેના થોડા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવા લાગ્યા.

તે તમામ વિડીયો માંથી એક વિડીયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ ગયો છે, જેમાં એક એવું કપલ જોવા મળી રહ્યું છે, જે સામાન્ય રીતે બધાથી અલગ રહે છે. કપૂર કુટુંબની પાર્ટીનો એક ઇનસાઈડ વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બધાનું ધ્યાન એ કપલ ઉપર જ કેન્દ્રિત રહ્યું છે.

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂરને પોતાના ભાઈના લગ્નમાં જોરદાર નાચતી જોઈ હતી. તેનો વિડીયો પણ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. આ લગ્નમાં કરીના કપૂર ઉપરાંત કરિશ્મા કપૂરે પણ ઘણી મજા કરી હતી. કરિશ્મા કપૂર પણ પોતાના ભાઈના લગ્નમાં જોરદાર મસ્તી કરતી જોવા મળી અને તેના વિડીયો અને ફોટા તેના ફેંસ ઘણા પસંદ કરી રહ્યા છે, પરંતુ અહિયાં અમે એ કપલની વાત કરી રહ્યા છીએ, જે સામાન્ય રીતે મીડિયાની નજર માંથી પોતાને દુર રાખે છે, પરંતુ આ પાર્ટીમાં બંને એક સાથે જ જોવા મળ્યા.

કપૂર કુટુંબની પાર્ટીમાં જોવા મળ્યું આ કપલ

આમ તો સોશિયલ મીડિયા ઉપર કપૂર કુટુંબના લગ્નના ઘણા વિડીયો ઉપલબ્ધ છે, જેમાં દરેક વિડીયો પોતાની રીતે ઘણા વિશેષ છે, પરંતુ એક વિડીયો ઇનસાઈડ છે, જેમાં એક એવું કપલ જોવા મળી રહ્યું છે, જે જોતા જ લોકોનું ધ્યાન તેની તરફ આકર્ષિત થઇ ગયું. ખાસ કરીને અમે વાત કરી રહ્યા છીએ કીયારા આડવાણી અને સિદ્ધાર્થની, જે કરીના કપૂરના ભાઈના લગ્નની પાર્ટીમાં જોરદાર નાચતા જોવા મળ્યા. બંનેએ એક બીજા સાથે ડાંસ કર્યો પરંતુ ઘણો સમય સાથે રહ્યા.

શું કરી રહ્યા છે એક બીજાને ડેટ?

સોશિયલ મીડિયા ઉપર વાયરલ વિડીયોમાં કીયારા આડવાણી અને સિધાર્થ એક બીજા સાથે ટાઈમ સ્પેંડ કરતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહિ, બંને એક બીજા સાથે ઘણા વધુ કન્ફેટેર્બલ લાગી રહ્યા છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે. આમ તો તેમણે પોતાના ડેટિંગના સમાચાર એકદમ છુપાવી રાખ્યા છે, જેના કારણે જ લોકોને તેના પ્રેમની કહાનીની જાણ થઇ નથી શકી. વિડીયો આવ્યા પછી તેના અફેયરની ચર્ચા ઝડપથી કરી રહ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે બંને એક બીજાને ઘણા સમયથી ડેટ પણ કરી રહ્યા છે.

નવા વર્ષ ઉપર પણ જોવા મળ્યા સાથે :-

સમાચારો મુજબ આવું પહેલી વખત નથી જયારે બંને એક સાથે જોવા મળ્યા છે, પરંતુ આ પહેલા પણ બંનેને ઘણી વખત એક બીજા સાથે સમય પસાર કરતા જોયા. થોડા દિવસો પહેલા ન્યુ ઈયર ઉપર બંને એક સાથે સેલીબ્રેટ કરતા જોવા મળ્યા હતા.

કરીના કપૂરના ભીના લગ્નની પાર્ટીમાં બંને વચ્ચે એક ખાસ સંબંધ જોવા મળ્યો, જેના કારણે જ માનવામાં આવી રહ્યું છે કે બંને એક બીજાથી ઘણા નજીક આવી ગયા છે. કીયારા આડવાણી થોડા દિવસોથી કબીર સિંહને કારણે જ ચર્ચામાં છે. ફિલ્મમાં તેમણે પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા અને તેને હવે કબીર સિંહની ગર્લફ્રેન્ડના નામથી બધા ઓળખે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.