ક્લિક કરીને પોતાની જન્મ તારીખ પરથી જાણો કઈ ઉંમરમાં અને કઈ રીતે મળશે જીવનમાં સફળતા.

કહે છે ને કે નસીબથી વધુ અને સમય પહેલા માણસને કાંઈ નથી મળતું. વ્યવહારિક રીતે આ વાત જેટલી સાચી છે એટલી જ સૈદ્ધાંતિક રીતે પણ. કેમ કે ક્યારે ક્યારે આપણે ઘણી મહેનત કરવા છતાં પણ મનગમતી સફળતા નથી મળતી જેનું કારણ હોય છે. આપણી આજુ બાજુની પરસ્થિતિઓ અને આ પરિસ્થિતિઓ ઉપર માણસના હાથની વાત નથી હોતી. સ્પષ્ટ છે કે આપણા પોતાના પ્રયાસો ઉપરાંત પણ ઘણા બધા કારણો હોય છે. જરૂરી સફળતા ન મળે તેને જ નસીબ કહે છે. આપણે આપણું નસીબ તો નથી બદલી શકતા. પણ ભવિષ્યની શક્યતાઓને આધારે આગળની યોજના જરૂર તૈયાર કરી શકીએ છીએ અને તેમાં આપણી મદદ કરે છે જ્યોતિષ.

અંક જ્યોતિષના કહેવા મુજબ તો જન્મતિથીને આધારે એ જાણી શકાય છે કે ઉંમરના ક્યા પડાવ ઉપર પરિસ્થિતિઓ વધુ અનુકુળ રહેશે અને ઇચ્છિત કાર્યોમાં સફળતા મળશે. જ્યોતિષની શાખા અંક જ્યોતિષના જણાવ્યા મુજબ મૂળાક્ષર (જન્મતિથી ના યોગ) દ્વારા વ્યક્તિની ઉંમરનો એ પડાવ ગણવામાં આવી શકે છે. જયારે ખરેખર તમે એક ઉત્તમ અને સફળ જીવન પસાર કરી રહ્યા હશો. તે આધાર ઉપર આજે અમે તમને ૧ થી ૯ મૂળાક્ષરના વ્યક્તિઓ માટે શુભ સમય કાળ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

૧ મૂળાક્ષર :-

જે લોકોનો જન્મ કોઈ પણ મહિનામાં ૧, ૧૦, ૧૯ કે ૨૮નો હોય છે તેનો મૂળાક્ષર એક હોય છે અને અંક જ્યોતિષના જણાવ્યા મુજબ એક મૂળાક્ષર વાળા વ્યક્તિના જીવનના ૨૨માં વર્ષમાં સફળતા પ્રાપ્ત થાય છે. તે એ વર્ષ હોય છે જયારે તેમના જીવનમાં ધનનું આગમન થવાનું શરુ થઇ જાય છે.

૨ મૂળાક્ષર :-

એવા વ્યક્તિ જેમનો જન્મ કોઈ પણ મહિનાની ૨, ૧૧, ૨૦ અને ૨૯ હોય છે તેનો મૂળાક્ષર ૨ હોય છે. મૂળાક્ષર ૨ વાળા માટે ઉંમરના ૨૪ માં વર્ષે પ્રગતી અને સફળતા પૂરી પાડનારું છે. આ વર્ષમાં તેને એ બધું મળે છે. જેની તેને મનોકામના હોય છે.

૩ મૂળાક્ષર :-

૩ મૂળાક્ષર અને ૩, ૧૨, ૨૧, ૩૦ તારીખના રોજ જન્મેલા વ્યક્તિનો મૂળાક્ષર ૩ હોય છે. અંક જ્યોતિષના જણાવ્યા મુજબ ૩ મૂળાક્ષર વાળાનું નસીબ ૩૨ માં વર્ષમાં ચમકે છે. આ વર્ષ માં કેરિયર માટે સારું સાબિત થાય છે.

૪ મૂળાક્ષર :-

જે લોકો નો જન્મ ૪, ૧૩, ૨૨ અને ૩૧ તારીખનો હોય છે. તેનો મૂળાક્ષર ૪ હોય છે. તે લોકો ૩૬ માં અને ૪૨ માં વર્ષમાં જતા સફળતાની ઊંચાઈ ઉપર પહોંચે છે. ૩૬ મો જન્મ દિવસ મનાવ્ય પછી તે આદર્શ જીવનના સપના જોઈ શકે છે.

૫ મૂળાક્ષર :-

૫, ૧૪ અને ૨૩ ના રોજ જન્મેલાનો મૂળાક્ષર ૫ હોય છે અને તેમના માટે ઉંમરના હિસાબે ૩૨ મુ વર્ષ નસીબ ચમકાવનારૂ હોય છે. ત્યાં થી તેની સફળતા ની કહાની શરુ થાય છે.

૬ મૂળાક્ષર :-

જે લોકો નો જન્મ ૬, ૧૫ અને ૨૪ તારીખ ના રોજ હોય છે. તેમનો મૂળાક્ષર ૬ હોય છે. તેમના માટે ૨૪મુ વર્ષ ઘણું મહત્વનું હોય છે. તે વર્ષ તેમના માટે ધન સંપત્તિ અને જીવનમાં સફળતા લઇને આવે છે.

૭ મૂળાક્ષર :-

૭, ૧૬ અને ૨૫ તારીખના રોજ જન્મેલા વ્યક્તિનો મૂળાક્ષર ૭ હોય છે. તેમની ઉંમર ના ૩૮ માં અને ૪૪ મુ વર્ષ ઘણું મહત્વ નું સાબિત થાય છે. તે વર્ષ તેમના પ્રયાસો નું પરિણામ આપે છે.

૮ મૂળાક્ષર :-

જે લોકો નો જન્મ ૮, ૧૭ અને ૨૬ તારીખનો હોય છે. તેમનો મૂળાક્ષર ૮ હોય છે અને તેમના માટે ઉંમરના ૩૬ માં અને ૪૨ મુ વર્ષ ભાગ્યશાળી હોય છે. જે વ્યક્તિગત જીવન થી લઇ ને કેરિયરના ક્ષેત્ર માટે ઉત્તમ સાબિત થાય છે.

૯ મૂળાક્ષર :-

૯, ૧૮ અને ૨૭ તારીખના રોજ જન્મેલા વ્યક્તિનો મૂળાક્ષર ૯ હોય છે અને તેમના માટે ઉંમર નું ૨૮ મુ વર્ષ શુભ સાબિત થાય છે. તે વર્ષથી તેને ધન અને સન્માનની પ્રાપ્તિ થવાની શરૂઆત થઇ જાય છે.

અંક જ્યોતિષને માનતા હોય એ પોતાનો મૂળાક્ષર કોમેન્ટમાં આવશ્ય લખે. જય હિન્દ…