આથમી રહ્યો છે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ચીનનો સૂર્ય, સ્થાનિક કંપનીઓ ધોબી પછાડ આપવા માટે તૈયાર.

ચીની કંપનીઓનો સૂર્ય હવે આથમી જવાનો છે કારણ કે ભારતીય કંપની લાવી રહી છે, જોરદાર સ્માર્ટફોનની નવી શ્રેણી.

સ્માર્ટફોનની ભારતીય બજારમાં ચીનનું વર્ચસ્વ સમાપ્ત થવા જઇ રહ્યું છે. ટૂંક સમયમાં જ ભારતીય કંપનીઓ ભારતમાં સંપૂર્ણ બનેલા સ્માર્ટફોન માર્કેટમાં લોકાર્પણ કરવા જઈ રહી છે. સરકારની પ્રોડક્શન લિંક્ડ સ્કીમ (પીએલઆઈ) ને કારણે ભારતીય કંપનીઓ ચીની કંપનીઓને કિંમતની દ્રષ્ટીએ પછાડવા માટે તૈયાર છે.

ભારતની સ્માર્ટફોન માર્કેટમાં 70 ટકા હિસ્સો ચીનની ચાર કંપનીઓનો છે. આ જ કારણ છે કે સરકાર ભારતીય કંપનીઓના મોબાઇલ ફોન માર્કેટની ચેમ્પિયન કંપનીઓ બનાવવા માંગે છે. અત્યારે સ્માર્ટફોનની માર્કેટમાં ભારતીય કંપનીઓનો હિસ્સો નહિવત્ છે.

7 થી 20 હજારની રેન્જમાં ફોન બહાર પાડી રહી છે માઇક્રોમેક્સ

વર્ષ 2015 સુધીમાં ભારતના મોબાઇલ ફોન માર્કેટમાં પ્રથમ ક્રમાંક મેળવનાર કંપની માઇક્રોમેક્સ ફરી એકવાર ભારતીય બજારમાં અનેક ફોન્સ લોકાર્પણ કરવા જઈ રહી છે. કંપનીના સહ-સ્થાપક રાહુલ શર્માએ જણાવ્યું કે આ વર્ષે તહેવારની સીઝનમાં માઇક્રોમેક્સ 7-20 હજાર રૂપિયાની રેન્જના ઘણા ફોન બજારમાં આવશે.

માઇક્રોમેક્સ આવતા સપ્ટેમ્બરમાં ફોન લોકાર્પણનો ક્રમ શરૂ કરવા જઈ રહી છે. એક સમયે યુરોપ અને આફ્રિકાના અનેક દેશોમાં નિકાસ કરતી ભારતીય કંપની માઇક્રોમેક્સ સરકારની પીએલઆઈ યોજનાનો લાભ લેવા માટે 500 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે.

કંપનીના પાસે ફોન બનાવવાના બે મેન્યુફેક્ચરિંગ યુનિટ ભીવાડી અને તેલંગાણામાં પહેલેથી જ છે, જ્યાં ફોન સાથે ટેલિવિઝન અને એસી પણ બનાવવામાં આવશે. શર્મા કહે છે, ભારતીય ફોન માર્કેટમાં ચીની કંપનીઓના આગમનને કારણે ભારતીય કંપનીઓ એટલા માટે બહાર નીકળી ગઈ હતી કારણ કે ભારતીય કંપનીઓ કિંમતમાં ચીની કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકતી ન હતી. હવે સરકારે પીએલઆઈ હેઠળ 6 ટકા જે પ્રોત્સાહન આપ્યું છે, તેથી તે સરળતાથી ચીની કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકશે.

ભારતીય ફોનની માંગણી કરી રહ્યા છે લોકો

શર્માએ જણાવ્યું હતું કે તેમના સર્વેમાં એ વાત બહાર આવી છે કે લોકો દુકાનમાં ખરીદી કરતી વખતે ભારતીય મોબાઇલ ફોનની માંગણી કરે છે, પરંતુ કોઈ ભારતના ફોન ઉપલબ્ધ ન હોવાને કારણે ચીની કંપનીઓના ફોન ખરીદી લે છે. તેમણે જણાવ્યું કે વિશ્વના ઘણા દેશો અત્યારે બિન-ચીની માલ ખરીદવા માંગે છે. તેથી, ભારતીય કંપનીઓ માટે આ એક મોટી તક છે. તે ફોન નિકાસ કરવાની પણ તૈયારી કરી રહ્યા છે.

માઇક્રોમેક્સના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં દર મહિને 20 લાખ ફોન ઉત્પન્ન કરવાની ક્ષમતા છે અને કંપની પ્રયાસ કરશે કે તેમના એકમો સંપૂર્ણ ક્ષમતાથી કામ કરે. વર્ષ 2015 માં માઇક્રોમેક્સે દર મહિને 30 લાખ ફોનનું વેચાણ કરતા હતા. માઇક્રોમેક્સની સાથે લાવા, કાર્બન જેવી કંપનીઓ પણ ફોન લોન્ચ કરવા જઈ રહી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.