અઠવાડિયામાં કેટલી વાર શેમ્પુથી વાળ ધોવા જોઈએ? લાખો લોકોને મૂંઝવતા પ્રશ્નનો જવાબ જાણવા ક્લિક કરો.

કેટલાક લોકો કહે છે કે આપણે રોજ વાળ ધોવા જોઈએ, જયારે કેટલાક લોકોનું માનવું છે કે વાળ અઠવાડિયામાં કેવળ ત્રણ ચાર વખત ધોવા એટલે કે એક એક દિવસ છોડીને ધોવા જોઈએ. મહિલાઓ માટે ખરેખર એક મુશ્કેલ સવાલ છે, કેમકે એમના વાળ પુરુષો કરતા લાંબા અને ઘટાદાર હોય છે અને એને રોજ રોજ ધોઈને સૂકવવા એ મોટું ઝંઝટ વાળુ કામ છે.

જોકે આ ક્ષેત્રમાં ઘણા વૈજ્ઞાનિક અભ્યાસથી આપણને આ સવાલનો જવાબ મળી જાય છે કે અઠવાડિયામાં કેટલી વખત વાળ ધોવા જોઈએ.

આપણા વાળ માથાની ચામડી દ્વારા દરેક સમયે બનવાવાળા એક તૈલી પદાર્થ સીબમના કારણે તૈલી થઈ જાય છે. સીબમ વાળને નરમ બનાવી રાખે છે અને એને સુકાવાથી બચાવે છે, પણ દરેક વ્યક્તિની ચામડીમાં સીબમ એક સરખી માત્રામાં નથી બનતું

દરેક વ્યક્તિ માટે આ સવાલનો કોઈ નિશ્ચિત જવાબ નથી, પરંતુ વાસ્તવિકતામાં વાળને રોજ રોજ ધોવાની કોઈ જરૂર નથી. ખરેખર તો રોજ વાળ ધોવાથી ફાયદા કરતા નુકશાન વધારે થાય છે.

એ વિરોધાભાસ છે કેમકે પોતાના વાળની તૈલીયતાથી છુટકારો મેળવવા માટે ઘણી વખત વાળ ધોવાથી ચામડી સુકાવા લાગે છે અને વધારે માત્રામાં તેલ બનાવા લાગે છે. રોજ વાળ ધોવા કે ના ધોવા એ આ પરિબળો પર આધાર રાખે છે.

૧) ચામડીનો પ્રકાર :-

જો તમારી ચામડી અને વાળ સામાન્ય અથવા સૂકા છે, તો તમારે અઠવાડિયામાં માત્ર એક કે બે વખત જ વાળ ધોવાની જરૂર છે. જો તમારી ચામડી વધારે તૈલી છે. તો તમે આનાથી વધારે વખત વાળ ધોઈ શકો છો.

૨) વાળની બનાવટ :-

વાળની બનાવટ પણ ઘણી મહત્વપૂર્ણ છે કેમ કે એનાથી એ નક્કી થશે કે વાળના મૂળથી સીબમ નીકળીને કેવી રીતે ફેલાય છે. રુક્ષ અથવા વાંકડિયા વાળમાં સીબમનો ફેલાવો ધીમે થાય છે. જો તમારા વાળ આવા છે, તો તમારે અઠવાડિયામાં એક થી વધુ વખત વાળ ધોવાની જરૂર નથી. જેના વાળ સીધા છે એમને અઠવાડિયામાં માત્ર બે થી ત્રણ વખત શેમ્પુ કરવાનું જરૂરી છે.

૩) વાળનું સ્ટાઈલિંગ :-

આ એ વાત પર આધાર રાખે છે કે તમે તમારા વાળને કેવી રીતે ઓડાવો છો અને તમે વાળ માટે કેવી વસ્તુ વાપરો છો .જો તમારા વાળ ઘણા પ્રકારની પ્રોડક્ટ વાપરીને નાજુક થઈ ગયા છે. તો એને વધુ વખત ધોવા નહીં

વાળને ફિક્સ કરવા માટે વપરાતા સ્પ્રે અને વાળને મજબૂત રીતે જકડી રાખવા વપરાતી કલીપના કારણે વાળ ઢીલા બની જાય છે. ઢીલા વાળને ઝડપથી ધોવાથી એ વધારે સંખ્યામાં ઉતરી જાય છે. જો તમારા વાળ ઢીલા છે. તો તમે સ્કિન સ્પેશિયાલિસ્ટ , ન્યુટ્રીશન એક્સપર્ટ , દરમેટોલોજિસ્ટ અથવા બ્યુટીશિયનની સલાહ લો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.