અઠવાડિયા પછી માલદીવથી ભાઈ ઇબ્રાહિમ સાથે પાછી આવી સારા અલી ખાન, જુઓ એયરપોર્ટના ફોટા

અભિનેત્રી સારા અલી ખાન નવા વર્ષનું વેકેશન ઉજવ્યા પછી હવે મુંબઈ પાછી આવી છે. થોડા સમય પહેલા જ તેમને મુંબઈ એયરપોર્ટ પણ કેપ્ચર કરવામાં આવી. આ દરમિયાન એમની સાથે એમના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન પણ જોવા મળ્યા.

આ દરમિયાન સારાએ ઓરેંજ રંગનું ટોપ અને વાદળી રંગનું શોર્ટ જીન્સ પહેર્યું હતું, જેમાં તે ઘણી સુંદર દેખાઈ રહી હતી. એયરપોર્ટ પર જોવા મળેલા તેમના ભાઈ ઇબ્રાહિમ અલી ખાને આ દરમિયાન સફેદ રંગની કેપરી અને કાળા રંગની ટી-શર્ટ પહેરી હતી.

તમને જણાવી દઈએ કે, સારા અલી ખાન ગયા વર્ષે એટલે કે 2019 ના અંતમાં માલદીવ ગઈ હતી. સારાએ પોતાના માલદીવ વેકેશનના ઘણા ખાસ ફોટા સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે.

તેમણે પોતાના સ્વીમીંગ અને જેટ સ્કીની સવારીના વિડીયો પણ શેયર કર્યા, જેમાં તે સમુદ્રની ઊંડાઈમાં તરવાની મજા લેતી જોવા મળી. એના સિવાય સારાએ પોતાની માં અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ સાથે ફોટા પણ શેયર કર્યા.

છેલ્લા થોડા દિવસોમાં સારાએ બિકીનીમાં પોતાના ઘણા ફોટા શેયર કર્યા છે. સારાની ફિલ્મોની વાત કરીએ તો તે હાલમાં ‘ફૂલી નંબર 1’ ની સિક્વલમાં કામ કરી રહી છે. આ ફીમમાં એમની સાથે અભિનેતા વરુણ ધવન જોવા મળશે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.