૧ હજાર કાઢો તો ૫ હજાર રૂપિયા આપી રહ્યું છે આ ATM. પૈસા કાઢવા માટે તૂટી પડ્યા લોકો

તમે ક્યારેય સપનામાં પણ નહી વિચાર્યુ હોય કે એટીએમ જરૂરથી વધુ પાંચ ગણા પૈસા આપી શકે છે. પરંતુ ખરેખરમાં એવું બન્યું છે. છત્તીસગઢના એક એટીએમ સેન્ટરમાં. અહિયાં જે વ્યક્તિ પૈસા કાઢી રહ્યા હતા, તે એટીએમ મશીન માંથી ૫ ગણા વધુ પૈસા પોતાના ખિસ્સામાં ભરી રહ્યા હતા.

જો તમે ૧ હજાર રૂપિયા કાઢો તો એટીએમ પોતાની જાતે જ તમને ૫ હજાર રૂપિયા આપે, ભલે તમારા એકાઉન્ટમાં ૧ હજાર રૂપિયા જ કેમ ન હોય, અને મેસેજમાં ઉપાડની રકમ ૧ હજાર રૂપિયા જ નોંધ થાય છે. જયારે એક વ્યક્તિએ આવો ચમત્કાર જોયો તો દંગ રહી ગયો, તેના આનંદનો કોઈ પાર જ ન રહ્યો. ત્યાર પછી તો એટીએમ સેન્ટરમાં પૈસા કાઢવા માટે લોકોની ભીડ ઉમટી પડી.

અંબિકાપુરના અગ્રસેન ચોકની પાસે આવેલી બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં અચાનક લોકોની વધતી ભીડ જોઈને ગાર્ડ સમજી ન શક્યો કે ખરેખર આ ભીડનું કારણ શું છે. તેની વચ્ચે મોડી રાત્રે ચુપ રહેલા લોકો દ્વારા ગાર્ડના કાન સુધી સમાચાર પહોંચી ગયા કે એટીએમ ૫ ગણા પૈસા આપી રહ્યું છે. જો કોઈ ૫૦૦ રૂપિયા કાઢે છે તો એટીએમ તેને ૨૫૦૦ રૂપિયા આપી રહ્યું છે. આ સમાચારની જાણ પોલીસને મળતા જ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી. આમ તો ત્યાર પહેલા ઘણા લોકો માલામાલ થઇ ગયા હતા.

ઘટનાની જાણ થતા જ સ્થળ ઉપર પહોંચેલી કોતવાલી પોલીસની ટીમએ તપાસ કરી એટીએમને સીલ કરી દીધું. ત્યાર પછી બેંક ઓફ બરોડાના પ્રબંધકને તેની જાણ કરી. અને એટીએમ સંચાલક અને રાઈટર કંપનીના કર્મચારી સ્થળ ઉપર પહોંચીને તપાસ કર્યા પછી એટીએમ બંધ કરી દીધું. આ ખરાબી દરમિયાન એટીએમ માંથી ઘણા લોકોએ લાખો રૂપિયા કાઢી લીધા. નિષ્ણાંતએ જણાવ્યું કે એટીએમની ટેકનીકલી ખરાબીને કારણે વપરાશકર્તાની માંગણીથી વધુ ૫ ગણા પૈસાનો નિકાલ થઇ રહ્યો હતો. કારણ જાણ્યા પછી મુખ્ય કાર્યાલય પુણેમાં તેની જાણ કરવામાં આવી.

અચાનક એટીએમ માંથી વધુ પૈસા નીકળવાની જાણકારી મળ્યા પછી પણ લોકોને તે વાત ઉપર વિશ્વાસ નહોતો આવી રહ્યો. જયારે જયસ્તંભ ચોક અને અગ્રસેન ચોક વચ્ચે આવેલા બેંક ઓફ બરોડાના એટીએમ માંથી ખરેખરમાં જઈને પૈસા નીકળ્યા તો લોકો ચક્તિ રહી ગયા. અને એક હજાર રૂપિયા કાઢ્યા પછી વપરાશકારોના મોબાઈલમાં આવેલા મેસેજ માં ૧ હજાર રૂપિયાની નોંધનો મેસેજ આવી રહ્યો હતો. જેને ખીસામાં મુકીને લોકો ચુપચાપ કોઈને જણાવ્યા સિવાય નીકળી ગયા.

ઘણી ગરમા ગરમી પછી ગ્લોબલ ફોર્સ કંપનીના કેયરટેકર અમિત કુમાર યાદવએ જણાવ્યું કે સમાચાર મળ્યા પછી એટીએમમાં રૂપિયા નાખવા વાળી રાઈટર કંપનીના ક્ષેત્રીય ઇન્ચાર્જ પણ પહોંચ્યા અને લેવડ દેવડને સંપૂર્ણ રીતે બંધ કરાવીને તાળું લગાવી દીધું.

ATM મશીનમાં આવેલી ટેકનીકલ ખરાબીથી પાંચ ગણી વધુ રકમ મળવાની જાણકારી બેંકના અધિવક્તા દ્વારા મળી હતી. જેની તરત કોતવાલી પોલીસ અને એટીએમમાં રૂપિયા નાખવા વાળી કંપનીને તેની જાણ કરી. અત્યાર સુધીમાં તપાસમાં ૧.૩૨ લાખની રીકવરી કરવાની છે. કસ્ટમર પાસેથી રીકવરી રકમ ન મળવાથી નુકશાની કંપની ભરપાઈ કરશે.