વાંચવા કિલક કરો એટીએમમાંથી ન નીકળ્યા પૈસા અને ખાતામાંથી કપાઈ ગયા, તો શું કરવું જોઈએ

ATM એટલે કે ઓટોમેટેડ ટેલર મશીનથી પૈસા ની લેવડ-દેવડ કરી શકાય છે. એટીએમનો ઉપયોગ કરીને ગ્રાહક પૈસા કાઢવા, બેલેન્સ ચેક કરવા વગેરે જેવા કામ કરી શકે છે. એટીએમ ઇન્ડસ્ટ્રી એસોસીએસન (ATMIA) ના અનુસાર, દુનિયાભરમાં લગભગ ૩.5 મીલીયન એટીએમ ઇન્સ્ટોલ્ડ છે. પરંતુ બધી ટેકનીકમાં કઈકને કઈક ઉણપ હોય જ છે. આ લેખ માં અમે તમને એટીએમની આ ઉણપોની જાણકારી દેવા જઈ રહ્યા છીએ. સાથે જ એ પણ જણાવીશું કે તમે કઈ રીતે આ મુશ્કેલીઓથી દુર રહી શકો છો.

કેટલીક વાર જોવામાં આવ્યું છે કે એટીએમમાંથી પૈસા કાઢતા સમયે તમારા એકાઉન્ટમાંથી પૈસા તો કપાઈ જાય છે પરંતુ એટીએમમાંથી પૈસા બહાર નથી આવતા. આવામાં તમારે તરત બેંકમાં ફરિયાદ કરવી જોઈએ. કેટલાક કિસ્સાઓમાં બેંક તપાસ કરીને ગ્રાહકોને તેમના પૈસા પરત કરી દે છે. પરંતુ જો બેંક આવું નાં કરી આપે તો તમે તેની પણ ફરિયાદ કરી શકો છો. આ વાતની જાણકારી ઉપભોક્તા મંત્રી રામવિલાસ પાસવાને આપી છે. તેમણે જણાવ્યું છે કે જો ગ્રાહક એટીએમમાંથી પૈસા નીકળતા નથી, પરંતુ ખાતામાંથી રકમ કપાઈ જાય છે, તો શું કરીએ.
શું કરીએ?

આવી સ્થિતિમાં ગ્રાહકે ઉપભોક્તા વિભાગની હેલ્પલાઈન પર ફરિયાદ રજુ કરવી પડશે. ત્યાર બાદ ૧૮ દિવસથી ઓછા સમયમાં ગ્રાહકને તેમના પૈસા પરત કરી દેવામાં આવશે. તેના માટે ગ્રાહક ઉપભોક્તા હેલ્પલાઇનના ટોલ ફ્રી નંબર 14404 કે 1800-11-4000 પર કોલ કરીને ફરિયાદ રજુ કરી શકો છો. સાથે જ ગ્રાહક, ઉપભોક્તા વિભાગની વેબસાઈટ wwwડોટconsumerhelpline.govડોટin પર જઈને પણ તમે તમારી ફરિયાદ કરી શકો છો.

ખાસ આવા કિસ્સા માં તાત્કાલિક બેંક અને ત્યાંથી સંતોષકારક કાર્યવાહી નાં થાય તો આ હેલ્પ લાઈન થી મદદ લો આશા રાખીએ આ સરકારી ખાતું તરત કાર્યવાહી કરી ને તમારું નુકશાન નહિ થવા દે.

ઈન્ટરનેટ વિના જાણો બેંક ડીટેલ ડાયલ કરો આ નંબર અને જાણો તમારા બેંક એકાઉન્ટ ની ડીટેલ્સ.

જો તમે તમારા મોબાઈલ ઉપર બેંક એકાઉન્ટ ની ડીટેલ્સ જાણવા માગો છો તો આ માહિતી ખુબ જ કામ ની છે. તમે વગર ઈન્ટરનેટ થી પણ પોતાના ફોન ઉપર બેંક એકાઉન્ટ ની ડીટેલ્સ ચેક કરી શકો છો. એટલે કે થોડા સ્પેશીયલ નંબર ને ડાયલ કરીને તમે આ જાણકારી સરળતાથી મેળવી શકો છો.

આ સેવાનો ઉપયોગ કરવા માટે તમારો ફોન નંબર ખાતામાં રજીસ્ટર હોવો જરૂરી છે. જો તમારો નંબર રજીસ્ટર છે તો તમે તમારા ફોન ઉપર થોડા નંબર ડાયલ કરીને તમારા ખાતા માં વધેલી રકમ વિષે તમામ પ્રકારની માહિતી જાણી શકો છો.

આ થોડા નંબર છે જેને તમે ડાયલ કરીને તમારા ખાતાની જાણકારી મેળવી શકો છો. પહેલી વખત આ કોડ ડાયલ કરવાથી બેંક તરફથી તમને થોડી જાણકારી જેમ કે નામ અને કોડ નંબર માંગવામાં આવશે. પણ બીજી વખતતો તમે આ નંબર ડાયલ કરીને ખુબ સરળતાથી એકાઉન્ટ બેલેન્સ જાણી શકો છો.

આ નંબર છે :

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – *99*41#

પંજાબ નેશનલ બેંક – *99*42#

એચડીએફસી બેંક – *99*43#

આઈસીઆઈસી બેંક – *99*46#

એક્સીસ બેંક – *99*45#

કેનેરા બેંક -*99*46#

બેંક ઓફ ઇન્ડિયા – *99*47#

બેન્કોફ બરોડા – *99*48#

આઈડીબીઆઈ – *99*49#

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા – *99*50#