જાણો કેવીરીતે ખુબ નાની જગ્યામાં ATM મશીન લગાવી ને કેટલી કમાણી થઇ શકે છે.

 

પબ્લિક અને પ્રાઇવેટ બેન્કો ઉપરાંત, મુથૂટ અને ઇન્ડિયા 1 એટીએમ જેવી કંપનીઓ વ્હાઇટ લેવલ એટીએમ લગાવવાની તક આપી રહી છે. આ કંપનીઓના ATM મશીન તેમની શરતોને પૂરા કરીને લગાવાઇ રહ્યા છે. જેનાથી દર મહિને સારી કમાણી થઇ શકે છે.

વ્હાઇટ લેવલ એટીએમ માં બહુ ઓછી માથાકૂટ છે આ લગાવવા માટે હવે તમારે ન તો અલગથી સ્પેસની વ્યવસ્થા કરવી પડશે અને ન તો તે સ્પેસમાં એસી, ડેકોરેશન, સિક્યુરિટી ફીચર એડ કરવા પડશે.

જો કોઇ સારા ટ્રાફિક વિસ્તારમાં તમારી દુકાન કે ઓફિસ છે તો તેમાં જ તમે એટીએમ લગાવીને કમાણી કરી શકો છો.
જાણો અત્યારે કઇ કંપનીઓ સાથે વ્હાઇટ લેવલ એટીએમ લગાવીની ઇન્કમની તક છે.

મુથૂટ ATM આપી રહી છે તક

મુથૂટ એટીએમના વ્હાઇટ લેવલ એટીએમ તમે લગાવી શકો છો. જેમાં વીઝા, રૂપે અને માસ્ટર કાર્ડ એમ ત્રણેય પ્રકારના એટીએમ કાર્ડનો ઉપયોગ થઇ શકે છો.

કઇ શરતોને પૂર્ણ કરવી…પડશે? –

મુથૂટ એટીએમ લગાવવા માટે 50-80 ચોરસફૂટની જગ્યા હોવી જોઇએ – આ સ્પેસ ગ્રાઉન્ડ ફ્લોર અને ગુડ વિઝિબિલિટીવાળી જગ્યા હોવી જોઇએ. – 24 કલાક પાવરનો સપ્લાય હોવો જોઇએ. – દરરોજ લઘુત્તમ 100 એટીએમ ટ્રાન્ઝેક્શનની ક્ષમતા હોવી જોઇએ. – વીસેડ ઇન્સ્ટોલેશન માટે સપાટ કોંક્રીટની છત હોવી જોઇએ.

જગ્યા સાફ હોવી જોઇએ.એટીએમ માટે વેબસાઇટ પર એક પર્સનલ ડિટેલ ફોર્મ ભરીને મોકલવું પડશે. સાઇટનો ફોટો ફોર્મની સાથે.અપલોડ કરવો પડશે. એક ફોટોની સાઇટ 3 એમબીથી વધુ ન હોવી જોઇએ. તમારે લોકેશનનો એક 30-45 સેકન્ડનો વીડિયો બનાવીને મોકલવો પડશે. જેની સાઇઝ 40 એમબીથી વધુ ન હોવી જોઇએ.

નોટ: મુથૂટ એટીએમની વેબસાઇટ અનુસાર આ જાણકારી આપવામાં આવી છે.

ઇન્ડિયા વન એટીએમ પણ વ્હાઇટ લેવલ એટીએમ કંપની છે. આ પણ એટીએમ લગાવીને દરેક મહિને એક નિશ્ચિત ઇન્કમ કરવાની તક કઇ શરતોને કરવી પડશે –

ઇન્ડિયા વન એટીએમ લગાવવા માટે ગુડ વિઝિબિલિટી પર જગ્યા હોવી જોઇએ. પાવર સપ્લાય હોવી જોઇએ.કોર્મશિયલ એક્ટિવિટીના હિસાબે સારી જગ્યા પર સ્પેસ હોવી જોઇએ. દુકાનમાં પણ લગાવી શકો છો ઇન્ડિયા વન ATM – તમે તમારી દુકાન કે ઓફિસ એરિયામાં પણ ઇન્ડિયાવન એટીએમ લગાવી શકો છો. આના માટે ઓનલાઇન અરજી કરી શકો છો. એટીએમનું સેટઅપ અને કેશ લોડિંગ કંપની તરફથી કરવામાં આવશે. સિક્યોરિટીની વ્યવસ્થા તમારે કરવી પડશે.

નોધ: આ જાણકારી ઇન્ડિયા વન.એટીએમની વેબસાઇટ પર ઉપલબ્ધ છે

અહીં લગાવી શકો છો ઓપન એટીએમ –

જો તમારી પાસે કોઇ કોમર્શિયલ બિલ્ડિંગ છે તો તમે ઓપન સ્પેસમાં પણ એટીએમ લગાવી શકો છો. મોલ મેટ્રો સ્ટેશન રેલેવે સ્ટેશન પર તમે સ્પેસ હાયર કરીને એટીએમ લગાવી શકો છો. જેની સિક્યોરિટીની જવાબદારી તમારી રહેશે. આ અંગે બેન્ક સાથે વાતચીત કરી શકો છો. …

1લાખ રૂપિયા સુધી કરી શકો છો માસિક આવક એક પ્રાઇવેટ કંપનીના સીનિયર એગ્ઝીક્યૂટિવે જણાવ્યું કે પોતાની શોપ કે ઓફિસમાં એટીએમ લગાવીને સારી આવક કરી શકાય છે.

દરરોજ 50 ટ્રાન્ઝેક્શન થાય તો… માસિક 19,500 રૂપિયા અને 300 થાય તો 1.17 લાખની માસિક આવક કરી શકો છો.