આખી દુનિયામાં ડોક્ટરો પર એટેક, સૌથી વધારે 68% ફક્ત ભારતમાં, 63% ડોક્ટર માને છે – ડરની વચ્ચે ઈલાજ કરીએ છીએ

કોરોનાની તપાસ અને ઈલાજ દરમિયાન આખી દુનિયામાં ડોક્ટરો પર હુમલા થઈ રહ્યા છે, પણ તેમાં ભારત સૌથી આગળ છે

કોરોનામાં ડોકટરોને હિંસા, તેને સુરક્ષિત કરવા માટેની જોગવાઈઓ આ અઠવાડિયે આવી, આ પહેલા તપાસ કરવા ગયેલા ડોકટરો ઉપર એક ડઝનથી વધુ હુમલાઓ થયા છે. કહેવા માટે તો ડોક્ટર્સના રક્ષણ માટે દેશના 23 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જુદા જુદા કાયદા છે, પરંતુ તે સંપૂર્ણ રીતે બિનઅસરકારક છે.

કોરોના સંકટની વચ્ચે, એક તરફ સમગ્ર વિશ્વમાં આરોગ્ય કર્મચારીઓને જ્યાં કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવી રહ્યાં છે, જ્યારે બીજી તરફ તેમની સાથે મારપીટ અને હિંસાના બનાવો પણ સતત વધી રહ્યા છે. એકલા ભારતમાં જ અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ કેસ નોંધાયા છે. તેમાં ડોકટરો ઉપર હુમલા કરવાથી લઈને તેમની સાથે દુર્વ્યવહાર કરવા, તેમના ઉપર થૂંકવા અને ઘરોમાંથી બહાર કાઢવા સુધીના મામલાઓ શામેલ છે.

એસીએલઇડીના અહેવાલ મુજબ, 19 ફેબ્રુઆરીથી અત્યાર સધી 45 દિવસમાં વિશ્વભરમાં ડોકટરો સામે થયેલી હિંસાની કુલ ઘટનાઓમાં% 68% એકલા ભારતમાં બની છે. મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, બેંગ્લોર જેવા રાજ્યો તેમાં શામેલ છે.

વિવિધ કાયદા, પરંતુ સંપૂર્ણપણે બિનઅસરકારક

કહેવા પૂરતા ડોકટરોની સુરક્ષા માટે દેશના 23 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જુદા જુદા કાયદા છે, પરંતુ આ સંપૂર્ણ રીતે બિનઅસરકારક છે. આ કારણ છે કે, આજ સુધીમાં, એક પણ આરોપીને આ કાયદા હેઠળ સજા આપવામાં આવી શકી નથી. ડોકટરોમાં અસલામતી એટલી ભારે થઈ ગઈ છે કે કોરોના દર્દીની સારવાર માટે પોતાનો જીવ જોખમમાં મુકનારા આ લડવૈયાઓને સલામતી માટે વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો.

22 એપ્રિલના રોજ દેશમાં વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની જાહેરાત ઉપર, 22 એપ્રિલના રોજ દેશભરમાં મીણબત્તીઓ સળગાવીને વિરોધ વ્યક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, રોગચાળા વચ્ચે ડોક્ટરોના વિરોધ પ્રદર્શનની જાણ થતાં જ કેન્દ્રીય ગૃહમંત્રાલયે સુરક્ષાની ખાતરી આપીને તેને અટકાવ્યા.

23 એપ્રિલના રોજ રોગચાળા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો

ત્યાર પછી કેન્દ્ર સરકારે તેમની સુરક્ષાને લઈને કડક પગલા ભર્યા એક વટહુકમ બહાર પાડવામાં આવ્યો. 23 એપ્રિલના રોજ લગભગ 123 વર્ષ જુના રોગચાળાના અધિનિયમમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. તેમાં હવે 7 વર્ષ સુધીની કેદની સજા અને 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં આ કાયદા હેઠળ પહેલો કેસ નોંધવામાં આવ્યો છે.

ડોકટરો ઉપર હુમલા : આરોગ્ય કર્મચારીઓ સામે 68% હિંસક ઘટનાઓ એકલા ભારતમાં બની રહી છે.

કોરોનાની તપાસ અને સારવાર દરમિયાન, વિશ્વભરમાં ડોકટરો અને નર્સિંગ કર્મચારીઓ ઉપર હુમલા થઇ રહ્યા છે. પરંતુ, સૌથી ચિંતાજનક બાબત એ છે કે સૌથી વધુ હુમલા ભારતમાં થઈ રહ્યા છે. આર્મ્ડ કોન્ફીલક્ટ લોકેશન એંડ ઇવેન્ટ ડેટા પ્રોજેક્ટ (ACLED) ના અહેવાલ મુજબ, 19 ફેબ્રુઆરી પછીના લગભગ 45 દિવસમાં વિશ્વભરમાં આરોગ્ય કર્મચારીઓ વિરુદ્ધ બનેલી કુલ ઘટનાઓના 68% એકલા એકલા ભારતમાં બન્યા. એસીઇએલડી વિકાસશીલ દુનિયામાં થતી રાજકીય હિંસાની ઘટનાઓ અને તેના વિશ્લેષણને આવરી લે છે.

ઈન્દોરમાં મહિલા આરોગ્ય કર્મચારીઓ ઉપર પરીક્ષણો ચલાવતા સમયે ટોળાએ પથ્થરો વડે હુમલો કરી દીધો હતો. આ સમય દરમિયાન મહિલા આરોગ્ય કર્મચારીઓ ભાગ્યા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો.

ડોકટરોને તાણ : વર્ષ 2017 માં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ દેશમાં 1681 ડોકટરો ઉપર એક સર્વે કર્યો હતો. આમાં 82.7% ડોકટરોએ એવું કહ્યું કે તેઓને આ વ્યવસાયમાં તાણનો સામનો કરવો પડી રહ્યો છે.

82.7% ભારતીય ડોકટરોએ વ્યવસાયમાં તાણની વાત કરી છે.

46.3% ડોકટરો માને છે કે હિંસા તેમના તણાવનું મુખ્ય કારણ છે.

62.8% માને છે કે તેઓ હિંસાના ડર વચ્ચે દર્દીઓ જુએ છે.

57.7% ડોકટરો સુરક્ષા લેવા વિષે વિચારે છે.

38.0% આરોગ્ય કર્મચારીઓ કરે છે હિંસાનો સામનો (WHO મુજબ)

દેશમાં કુલ 11.59 લાખ એલોપેથીક ડોકટરો નોંધાયેલા છે. વસ્તી અનુસાર, ભારતમાં 1445 લોકો માટે ફક્ત 01 ડૉક્ટર છે.

ડોકટરોનો અભાવ, નિરક્ષરતા, હોસ્પિટલો ઉપર દર્દીઓનું ભારણ, ડોકટરો સાથે મારઝૂડ અને અભદ્રતા મુખ્ય કારણ છે.

સ્ત્રોત : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય

Q&A સમજો, ડોકટરોની સલામતી માટે કરવામાં આવેલી નવી જોગવાઈઓમાં શું છે?

1. આરોગ્ય કર્મચારીઓના રક્ષણ માટે નવી જોગવાઈઓ શું છે?

22 એપ્રિલે, કેન્દ્ર સરકારે “રોગચાળા અધિનિયમ 1897” માં સુધારો કર્યો છે. આ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ ઉપર હુમલો કરનારાઓને સાત વર્ષ સુધીની સજા અને 5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. આરોગ્ય કાર્યકરની કાર અથવા ક્લિનિકને નુકસાન પહોંચાડવા વાળાને મિલકતની બજાર કિંમત કરતા બમણી રકમની ચુકવણી કરવી પડશે.

2. ફેરફાર શા માટે કરવો પડ્યો?

લોકડાઉન થયા પછી આરોગ્ય કર્મચારીઓને હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્દોરમાં મેડીકલ કર્મચારીઓ ઉપર પથ્થરો વરસાવવાંમાં આવ્યા, તેમની ઉપર થૂંક્યા. મુરાદાબાદ સહિત ઘણા શહેરોમાં આવું બન્યું. તેના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ 23 એપ્રિલે બ્લેક ડે ઉજવવાની જાહેરાત કરી હતી. ડોક્ટરોના વિરોધને ધ્યાનમાં રાખીને સરકારે કાયદામાં ફેરફાર કર્યા.

3. જૂના કાયદાની સરખામણીમાં આ ફેરફારો કેટલા અસરકારક સાબિત થશે?

જૂના કાયદામાં, કેસનો ચુકાદો આવવાની કોઈ સમયમર્યાદા ન હતી. પરંતુ, નવા કાયદામાં આરોગ્ય કર્મચારીઓ વિરુદ્ધ થતી હિંસાને બિનજામીનપાત્ર ગુનો બનાવવા ઉપરાંત, 30 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવાનો નિયમ પણ ઉમેરવામાં આવ્યો છે. તેમજ કેસના નિર્ણય માટે સમયમર્યાદા (1 વર્ષ) પણ નક્કી કરવામાં આવી છે.

4. ડોકટરો માટે અલગ કાયદો છે?

2007 માં, આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી વાય.એસ.રાજ શેખર રેડ્ડીએ ડોકટરો વિરુદ્ધ હિંસા સામે પહેલો કાયદો લાગુ કર્યો હતો. તેને વાઈલેંસ અગેસ્ટ હેલ્થકેર પ્રોફેશનલ એંડ સ્ટેબ્લીસમેંટ એક્ટ નામ આપવામાં આવ્યું હતું. આ અંતર્ગત ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને 50,000 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યાર પછી દિલ્હી, હરિયાણા સહિતના 22 રાજ્યોમાં આ પ્રકારના વિવિધ કાયદા લાગુ કરવામાં આવી ચુક્યા છે.

5. ડોકટરોની સુરક્ષા માટે આ પહેલા પણ કાયદો કરવામાં આવ્યો?

આરોગ્ય મંત્રાલયે સપ્ટેમ્બર 19 માં, ‘હેલ્થકેર સર્વિસ પર્સનલ એન્ડ ક્લિનિકલ એસ્ટેબલિસ્મેન્ટ એક્ટ – 2019’ નો મુસદ્દો બહાર પાડ્યો હતો. કાયદા અને નાણાં મંત્રાલય દ્વારા બિલને મંજૂરી મળી ગઈ. પરંતુ ગૃહ મંત્રાલયે તેને ફેરવિચારણા માટે એવું કહીને પરત કર્યો કે વર્તમાન આઈપીસી, સીઆરપીસીમાં પૂરતી જોગવાઈઓ છે. તેનાથી કેસ અટકી ગયા.

6. અન્ય દેશોમાં શું પરિસ્થિતિ છે?

બ્રિટેન : ઇમરજન્સી સર્વિસીસમાં કામ કરતા કર્મચારીઓ સાથે ગેરવર્તન ઉપર 12 મહિના સુધીની સજાની જોગવાઈ.

અમેરિકા : વિવિધ રાજ્યોમાં જુદા જુદા કાયદા છે. ડઝન રાજ્યોમાં તેને ગંભીર ગુના તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

ઔસ્ટ્રેલિયા : આરોગ્ય કાર્યકર સાથે ગેરવર્તન માટે 14 વર્ષ સુધીની કેદની જોગવાઈ.

ભાસ્કર નિષ્ણાત : ડૉ. રાજન શર્મા, ભારતીય મેડિકલ એસોસિએશનના

સવાલ : દેશમાં ડૉક્ટરોને હિંસાથી બચાવવા વાળા કાયદાની શું સ્થિતિ છે?

જવાબ : આશરે 13 વર્ષ પહેલાં 2007 માં આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી વાય.એસ.રાજ શેખર રેડ્ડીએ ડોકટરો વિરુદ્ધ હિંસા સામે પહેલો કાયદો લાગુ કર્યો હતો. તેને હેલ્થકેર સર્વિસ પર્સનલ એન્ડ ક્લિનિકલ એસ્ટેબલિસ્મેન્ટ એક્ટ નામ આપવામાં આવ્યું હતું.

આ અંતર્ગત ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ ઉપર હુમલો કરવાના આરોપીને ત્રણ વર્ષ સુધીની કેદની અને 50,000 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી હતી. તે બિનજામીનપાત્ર ગુનો હશે. આ પછી દિલ્હી, હરિયાણા, રાજસ્થાન સહિતના દેશના આ કાયદો 22 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ કાયદો લાગુ કરવામાં આવી ચુક્યો છે.

સવાલ : કાયદાનો દેશમાં કેટલું પાલન કરવામાં આવી રહ્યું છે?

જવાબ : ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ સાથે દેશમાં દર વર્ષે હિંસાની અસંખ્ય ઘટનાઓ બને છે. કોરોના રોગચાળામાં અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ ઘટનાઓ બની ચુકી છે, પરંતુ દેશમાં ડોકટરોના રક્ષણ માટે બનેલા કાયદા હેઠળ એક પણ કેસમાં એક પણ આરોપીને દોષીત ઠેરવવામાં આવ્યો નથી.

કોરોના એક તાજી બાબત હોવાને કારણે હજી સુધી કોઈ ચોક્કસ ડેટા પ્રાપ્ત થયા નથી, પરંતુ આ ઘટનાઓ ચિંતાજનક છે. ગંભીર બાબત એ છે કે ત્રણ ડોકટરોનું કોરોનાથી મૃત્યુ પછી દફનાવવામાં પણ આવ્યા ન હતા, જ્યારે આ ડોકટરોએ સેંકડો લોકોના જીવ બચાવી ચુક્યા છે. અમને આશા છે કે કાયદામાં થયેલા સુધારાથી સંજોગો થોડા બદલાશે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.