સ્વાઈન ફલૂના વાયરસ પર હુમલો કરે છે તુલસી-ઇલાઈચીનો આ ઉકાળો, જાણો આયુર્વેદિક ટિપ્સ

આજના વાયરલ બીમારીઓના સમયમાં અનેક પ્રકારની બીમારીઓ ફેલાતી રહે છે, અને તેની સારવાર અંગે અનેક પ્રકારના ઉપાયો કરવામાં આવતા હોય છે, અને તેમાં ખાસ કરીને આયુર્વેદિક ઉપાયો ઘણા અસરકારક સાબિત થતા હોય છે. આવી જ એક બીમારી છે સ્વાઈન ફ્લુ, જે એક પ્રકારની વાયરલ પ્રકારની બીમારી છે અને તેના ઉપાય માટે પણ આયુર્વેદના ઉપાયો ઘણા જ અસરકારક રહેતા હોય છે. તો આજે અમે તમને સ્વાઈન ફ્લુની બીમારી ઉપર અસરકારક આયુર્વેદિક ઉપાયો વિષે જણાવીશું.

સ્વાઈન ફ્લુ સંક્રમિત દર્દી અને તેની અસર વાળા લોકો તૈલી અને તળેલા પદાર્થ વધુ સેવન ન કરો. હુંફાળું પાણી, નારિયેળ પાણી, દાળનું પાણી વગેરે વધુ સેવન કરો. તેનાથી દર્દીમાં વાયરસ સામે લડવાની શક્તિ વધે છે. શરીરમાં પાણીની ઉણપ થતી નથી. સ્વાઈન ફ્લુથી બચવા માટે ઘરેલું નુસખા અસરકારક છે. આયુર્વેદ નિષ્ણાંતોનું કહેવું છે કે તુલસી અને એલચી માંથી તૈયાર રાબ સ્વાઈન ફ્લુ વાયરસ ઉપર સીધો હુમલો કરે છે.

સંક્રમણ થાય એટલે રોજ રાત્રે એક ગ્લાસ હુફાળા દૂધમાં અડધી ચમચી વાટેલી હળદર નાખીને પીવો. એના નિયમિત સેવનથી શરીરમાં રોગો સામે લડવાની શક્તિ ઉત્પન થશે. ડો. તૃપ્તિ આર. સિંહ રાજકીય આયુર્વેદ ડીસ્પેન્સરી શીતોપલાડી ચૂર્ણનું સેવન પણ કરી શકો છો. લોહિયા હોસ્પિટલના આયુર્વેદ નિષ્ણાંત ડો. એસ. કે. પાંડેય તુલસી, એલચી, તજ, પીપળી અને જરાકુશના પાંદડાની રાબ બનાવીને પી શકો છો. સવારે, બપોરે અને સાંજે રાબ પીવાથી સ્વાઈન ફ્લુના વાયરસ પાસે ફરકશે પણ નહિ.

ડૉ. વિજય શેઠએ જણાવ્યું કે સ્વાઈન ફ્લુ શ્વાસ દ્વારા ફેલાતા સંક્રમણ છે. વાયરસ સૌથી પહેલા શ્વાસ નળી ઉપર અસર કરે છે. ગળામાં દુઃખાવો અને ખરાશ થવા લાગે છે. લક્ષણ જોવા મળે તો હુંફાળું પાણી પીવો. તેમાં વાયરસ સામે લડવાની પુષ્કળ શક્તિ છે. હુફાળા પાણીથી સંક્રમણ દુર થશે.

ડો. વિજય શેઠ, આયુર્વેદ નિષ્ણાંત, વિવેકાનંદ હોસ્પિટલ.

તો મિત્રો આ રીતે તમે સ્વાઈન ફ્લુના વાયરસ સામે લડીને એનાથી બચી શકો છો. જો તમને વધારે અસર જણાય તો તરત ડોક્ટર પાસે જાવ. આ ગંભીર બીમારી સાબિત થાય છે એટલે એના લક્ષણને ધ્યાન બહાર કરવાં નહિ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

અમારા સૌ વાચક મિત્રોને 26 મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. જય હિંદ.