ઓસ્ટ્રેલિયાની નવી મુશ્કેલી, પહેલા આગ અને હવે આ ખતરનાક કરોળિયો, 15 મિનિટમાં લઈ લે છે જીવ

ઓસ્ટ્રેલિયામાં આગ અને વરસાદથી આવેલ પૂર પછી હવે એક નવી મુસીબત સામે આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયાઈ શહેરોમાં હવે મૃત્યુનું નવું નામ છે કરોળિયો. આ એક એવો કરોળિયો છે જેના કરડવાથી ફક્ત 15 મિનિટમાં જ માણસનું મૃત્યુ થઇ જાય છે. આ કરોળિયાનું નામ છે ફનેલ વેબ સ્પાઈડર.

થયું એમ કે, ઓસ્ટ્રલિયાઇ જંગલોમાં લાગેલ આગના સમયે આ કરોળિયા જમીનની અંદર છુપાઈ ગયા હતા. પરંતુ તેના પછી થયેલ સતત વરસાદથી આવેલ પૂરના કારણે તેઓ શહેરો તરફ ભાગવામાં મજબુર થઇ ગયા.

પરિણામ એ આવ્યું કે, ઓસ્ટેલિયાઇ શહેરોમાં ફનેલ વેબ સ્પાઈડરનો જાળ ફેલાઈ ગયો. ઓસ્ટ્રેલિયામાં ફનેલ વેબ સ્પાઈડરની 40 પ્રજાતિઓ છે. આ દુનિયાના સૌથી ખતરનાક અને ઝેરીલા કરોળિયામાંથી એક છે. તેના કરડવાથી 15 મિનિટની અંદર જ માણસનું મૃત્યુ થઇ જાય છે.

સિડની, ન્યુ સાઉથ વેલ્સમાં આ કરોળિયાનો પ્રકોપ વધારે વધી ગયો છે. પણ આ ઝેરીલા કરોળિયાના ઝેરથી એન્ટી-વેનમ દવાઓ બનાવવામાં આવે છે. આનો ડંખ એટલો ખતરનાક હોય છે કે, તેના કરડવાવાળી જગ્યા પર લાલ રંગનો નિશાન છોડી દે છે.

જે માણસને આ કરોળિયો કરડે છે તેના મોં માંથી સતત થુંક નીકળે છે, ભયાનક દુ:ખાવો થાય છે, માંસપેશીઓ ખેંચાવા લાગે છે, ઉલ્ટીઓ થાય છે, બ્લડ પ્રેશર વધી જાય છે અને 15 મિનિટમાં જ માણસનું મૃત્યુ થઇ જાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.