ઓસ્ટ્રેલીયા કે ન્યુઝીલેન્ડ જવા માટે વીજા માટે ના નિયમમાં થયો મોટો ફેરફાર. જાણો ઘણો ફાયદાકારક છે

ઓસ્ટ્રેલીયા કે ન્યુઝીલેન્ડ જવાનું વિચારી રહ્યા છો તો આ સારા સમાચાર તમારા માટે છે. સરકારે વિઝા માટે એક નિયમમાં મોટો ફેરફાર કરેલ છે, જોઈ લો.

જી હા હવે ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ સહિત યુરોપ જવાવાળા માટે સિંગાપુર ના વિઝા લેવાની જરૂર નહિ પડે. તે ઉપરાંત અમૃતસર થી 8 માર્ચના રોજ નવી ફલાઈટ ઉપડશે. આ જાણકારી સાંસદ ગુરજીત સિંહ ઔજલા એ એરપોર્ટ ઉપર થયેલ બેઠકમાં વિદેશી એઈરલાઇન્સ સાથે થયેલ મંત્રણા પછી કહ્યું. અત્યાર સુધી અમૃતસર થી સ્કૂટ વિમાની સેવા કંપની ની ફલાઈટ થી ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ સહિત યુરોપ જવાવાળા મુસાફરો માટે સિંગાપુર ના વિઝા લેવા જરૂરી હતા.

બીજી તરફ ઓસ્ટ્રેલીયા માં અભ્યાસ કરવા માટે લેવામાં આવેલ વિઝા અને દાખલો લેવો સરળ થઇ ગયું છે, કેમ કે નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવેલ છે. ઓસ્ટ્રેલીયા સરકારે ભારતને લો રિસ્ક કેટગરી (કેટેગરી-2) માં જોડી દેવામાં આવેલ છે. તેનાથી ભારતીય વિદ્યાર્થીઓ ને ઘણી રાહત મળશે. હવે તેમના માટે ઓસ્ટ્રેલીયા ની 40 યુનીવર્સીટીઓ માં દાખલો લેવો સરળ બની જશે.

ભારતીય વિદ્યાર્થીઓ નો વિઝા નિયમ પણ સરળ બની ગયો છે. ભારત સાથે આ શ્રેણી માં નેપાળ અને શ્રીલંકા પણ છે. 2008 માં ભારતને હાઈ કેટેગરીમાં જોડી દેવામાં આવેલ હતું. તેના કારણે દેશના વિદ્યાર્થીઓને ઘણી જાતના દસ્તાવેજો ઉપરાંત આકરા નિયમોમાંથી પસાર થવું પડતું હતું. પરિસ્થિતિ એ હતી કે ભારતના વિદ્યાર્થીઓ માત્ર 8-10 યુનીવર્સીટી માં સરળતાથી દાખલો લઈને પછી વિઝા લઇ શકતા હતા.

આ સંસ્થાઓમાં ડેકેન યુનીવર્સીટી ઓફ ટેકનોલોજી સિડની, મેલબોર્ન યુનીવર્સીટી, રોયલ મેલબોર્ન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, મોનાશ યુનીવર્સીટી, યુનીવર્સીટી ઓફ ન્યુ સાઉથ વેલ પણ જોડાયેલ હતા. તે બાકી રહેલ સંસ્થાઓમાં વિઝા લેવું ઘણું મુશ્કેલ હતું. વિદ્યાર્થીઓ દરેક દસ્તાવેજના ન માત્ર ક્રોસ ચેક થતા હતા, પણ નિયમો ઘણા જ કડક અને આકરા હતા.

જો આ યુનીવર્સીટી ઉપરાંત ભારતીય વિદ્યાર્થી કોઈ બીજી સંસ્થા કે કોલેજમાં પ્રવેશ મેળવે તો મોટાભાગે વિઝાનો સ્વીકાર કરવામાં આવતો ન હતો. ઓસ્ટ્રેલીયા માં અભ્યાસ માટેનો વિઝા મેળવવા માટે અરજદારોએ બેંક માં 25 લાખ જમા રકમ બતાવવી પડતી હતી. બેંકની સંપૂર્ણ વિગત વિઝા અરજી ફાઈલ સાથે જોડવી પડતી હતી અને દુતાવાસ  બેંક સાથે ક્રોસ ચેક કરતા હતા. હવે તે નિયમમાંથી છુટકારો મળી ગયો છે. વિઝા અધિકારી વિદ્યાર્થીને મૌખિક પૂછી શકે છે.

હવે દસ્તાવેજો ની જરૂર નહી પડે. તે ઉપરાંત આઈલેટ્સ ની માથાકૂટ પણ ઓછી થઇ ગઈ છે. હવે શિક્ષણ સંસ્થા આ વાતથી માની જાય છે કે અરજદાર વિદ્યાર્થી અંગ્રેજીમાં બરોબર છે તો ટેસ્ટની જરૂર રહેતી નથી, વિઝા સાથે સીધી અરજી કરી શકે છે. વિઝા અધિકારી ઈન્ટરવ્યું માં ક્રોસ ચેક કરી શકે છે કે ખરેખર વિદ્યાર્થી અંગ્રેજી માં પરિપકવ છે કે નહિ. પોતાને સંતોષ થયા પછી જ વિઝા આપશે.

passport

જણાવી દઈએ કે દર વર્ષે ભારતમાંથી 40 હજાર વિદ્યાર્થી ઓસ્ટ્રેલીયા શિક્ષણ મેળવવા જાય છે. તેમાંથી 25 હજાર વિદ્યાર્થી પંજાબી છે. ઓસ્ટ્રેલીયા તરફથી કડક વલણ પછી પંજાબના મૂળ વિદ્યાર્થીઓએ કેનેડા બાજુ જવાનું શરુ કરી લીધું હતું. વીતી ગયેલા એક વર્ષની વિગત તપાસીને ઓસ્ટ્રેલીયા એ ભારતના વિદ્યાર્થીઓ ને કેટેગરી 2 માં જોડી દીધા હતા.

ઓસ્ટ્રેલીયા દુતાવાસ ના અધિકૃત એજન્ટ અને એસોશિએશન ઓફ ઓવરસીજ એજ્યુકેશન કન્સલ્ટન્ટ ના પ્રધાન સુકાંત ત્રિવેદી એ કહ્યું કે આ આપણા માટે આનંદ ની વાત છે. જો ઓસ્ટ્રેલીયા સરકારે ભારત ઉપર વિશ્વાસ મુક્યો છે તો તે જાળવી રાખવો આપણી ફરજ છે. અમારી સંસ્થા જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરશે, જેથી એજન્ટ ખોટો લાભ ન ઉઠાવે. સાથે જ વિદ્યાર્થીઓ માટે નિયમ ફરી વખત કડક ન બની જાય. જો આપણે ફર્યા કરશું તો ફરીથી આપણ ને કેટેગરી ત્રણ માં મૂકી શકે છે.

પાસપોર્ટ નાબ્ન્યો હોય તો બનાવવા ક્લિક કરો >>>>  હવે પોલીસ વેરીફીકેશન ની જરૂર નથી, હવે ફક્ત 1 અઠવાડિયામાં બની જશે પાસપોર્ટ જાણો રીત