એવોર્ડ લીધા પછી ફ્લાઈટમાં પત્ની જયા અને દીકરા અભિષકે સાથે કાંઈક આવી રીતે મજા કરતા દેખાયા અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનને રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં દાદા સાબેહ ફાળકે પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. બિગ બી ને આ પુરસ્કાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથોથી આપવામાં આવ્યું. દેશના સૌથી મોટા દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સમ્માનિત થવા પર તેમણે દેશની જનતા અને સમારોહમાં હાજર લોકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

અભિનેતાને એવોર્ડ મેળવ્યા પછી બચ્ચન પરિવાર ઘણો ખુશ જોવા મળ્યો. અમિતાભના દીકરા અને એક્ટર અભિષેક બચ્ચને હાલમાં બિગ બી નો એક ફોટો શેયર કરીને પોતાની ખુશી જાહેર કરી હતી. આ બધા વચ્ચે અભિષેક બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની માં જ્યા બચ્ચન અને પિતા સાથે વધુ એક ફોટો શેયર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

અભિષેક દ્વારા શેયર કરવામાં આવેલા ફોટામાં અમિતાભ બચ્ચન અને એમની પત્ની જયા બચ્ચન પોતાના દીકરા સાથે ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. અભિષેક પોતાની મમ્મી અને પપ્પા વચ્ચે બેસેલા દેખાઈ રહ્યાં છે. ફોટામાં અમિતાભ મેડલ દેખાડતા સ્માઈલ કરી રહ્યા છે, ત્યાં જયા અભિષેકના ખભા પર માથું રાખીને હસતા દેખાઈ રહી છે. આ ફોટો શેયર કરતા અભિષેકે લખ્યું કે, યાદોનો સંગ્રહ # dadasahebphalkeaward # theparentals. મિત્રો, જણાવી દઈએ કે, આ ફોટો ફ્લાઈટમાં પાડવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા અભિષેકે અમિતાભ બચ્ચનનો એક સિંગલ ફોટો શેયર કરતા એમને એવોર્ડ માટે અભિનંદન આપ્યા હતા. અભિષેકે કેપ્શન લખ્યું હતું, ‘મારા પ્રેરણા સ્ત્રોત, મારા હીરો, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળવા પર તમને અભિનંદન. અમને બધાને તમારા પર ગર્વ છે. લવ યુ.’

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.