એવોર્ડ જીતી ચુકી છે આ 20 સૌથી સુંદર ફોટો, જોશો તો કોઈ જાદુથી ઓછી નહિ લાગે ફોટોગ્રાફી

આ દુનિયા એટલી મોટી છે કે તેમાં આજકાલ ઘણી હરીફાઈઓ ચાલતી હોય છે. જેમાં કોઈ નોકરીઓ મેળવવા માટેની હરીફાઈ, બોલીવુડમાં આગળ આવવા હરીફાઈ, કોઈ બાઈકની હરીફાઈ, કોઈ સાઈકલની હરીફાઈ, દોડની હરિફાઈ, તરવાની હરીફાઈ, કોઈ વસ્તુ ખાવાની હરીફાઈ, સુંદરતાની હરીફાઈ, કોઈ ફોટોગ્રાફીની હરીફાઈ વગેરે વગેરે. આજના સમયમાં ફોટોગ્રાફીની હરીફાઈ તો ગજબની છે.

કેમ કે કુદરતે આપણને ઘણું રમણીય વાતાવરણ પૂરું પાડ્યું છે. જેમાં વિશાળ પર્વતો અને લીલીછમ હરિયાળી કુદરતી બારે માસ વહેતા પાણીના ઝરણા, અનેક જાતના ફૂલછોડ, અનેક જાતના ઔષધીય વૃક્ષો, પ્રાણીઓ અને પક્ષીઓ વગેરે ઘણું બધું છે. અને આપણે કુદરતની સુંદરતાની ફોટોગ્રાફી કરવા જઈએ તો આપણું જીવન ટુકું પડી શકે છે, એટલું કુદરતનું સોંદર્ય રહેલું છે. આવી જ એક ફોટોગ્રાફીની હરીફાઈ વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે ખરેખર સુંદર હરીફાઈ છે. જાણો તેના વિષે વિસ્તૃતમાં.

હાલમાં જ Siena International Photo Awards 2018 નું પરિણામ જાહેર થયું છે. આ હરીફાઈમાં કુલ 156 દેશો માંથી લગભગ ૪૮૦૦૦ ફોટા આવ્યા હતા. આ હરીફાઈમાં જુદી જુદી કેટેગરીમાં પણ ઘણા ફોટાએ એવોર્ડ જીત્યો. ઘણા દિવસોથી ફોટોગ્રાફર્સનો ઉત્સાહ વધારવા માટે આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. ૪૮૦૦૦ ફોટાને જોયા પછી તમે અનુભવ કરશો કે ખરેખર દુનિયા ઘણી સુંદર છે. તે જોયા પછી તમે પણ એવું કહેશો કે યોગ્ય રીતે કરવામાં આવે તો ફોટોગ્રાફી કોઈ જાદુથી ઓછું નથી.

(1.) El Calbuco : આ ફોટો જવાળામુખી પર થતા તોફાનનો છે. તમે ફોટો જોઇને જ અંદાજો લગાવી શકો છો કે કુદરત જયારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે તો એ શું કરી શકે છે.

(2.) Sharing Emotion : એક નાદાન બાળક પ્રાણી સાથે પોતાની લાગણી વ્યક્ત કરતો આ ફોટામાં જોવા મળે છે. મનુષ્ય અને પ્રાણીની જોડી વર્ષોથી સાથે જીવન પસાર કરી એકબીજાની મદદ કરી રહી છે. ફોટો ખરેખર ઘણો ભાવુક છે.

(3.) Rhino Silhouette : ખુલ્લી જગ્યા પર એક વૃક્ષ અને એના પર બેસેલા પક્ષીઓ, અને એક ગેંડો જે એમની મસ્તીને શાંત બનીને જોઈ રહ્યો છે. ઘણો નયનરમ્ય નજરો છે.

(4.) Nemo In The House : પાણીની અંદર જઈને ફોટોગ્રાફી કરવી પણ ઘણી અઘરી છે. એવામાં આ ફોટોગ્રાફરે કેટલી ધીરજ રાખીને આ માછલીનો આ ફોટો લીધો હશે એ તો ફોટા પરથી જ જાણી શકાય છે.

(5.)  Underwater View Of The Winter Lofoten : બરફ વાળા પ્રદેશમાં લીલી ચાદર નહિ પણસફેદ ચાદર જોવા મળે છે. પણ પાણીમાં રહેલી હરિયાળીને બરફ ઢાંકી ન શકે. જુઓ કેટલું સુંદર દ્રશ્ય છે.

(6.) Toy Houses : બરફથી ઢંકાયેલા આ રંગ બે રંગી ઘરો જોઇને એવું લાગે છે કે જાણે કોઈ રમકડાનું શહેર કેમ ન હોય.

(7.) The Wave : પાણીના મોજા સામે લડીને જહાજ કેવી રીતે સફર કરે છે, તે આ ફોટામાં જોઈ શકાય છે.

(8.) Love On The Rocks : બે પ્રાણીઓનો મૂંગો પ્રેમ, જે તેઓ આપની જેમ શબ્દોથી વ્યક્ત નથી કરી શકતા એ અહી સ્પષ્ટ જોઈ શકાય છે.

(9.) Run : આ ઉંદર કદાચ પોતાના પરિવારને મળવાની જલ્દીમાં લાગી રહ્યો છે. આવા ફોટા માટે ટાઈમિંગનું ઘણું ધ્યાન રાખવું પડે છે.

(10.) Joana : સુંદરતાનો કોઈ નિશ્ચિત રંગ નથી હોતો, એ તો જોવા વાળાની આંખોમાં હોય છે.

(11.) Break : ગરીબ માણસે એક સમયનું ભોજન મેળવવા માટે તનતોડ મહેનત કરવી પડે છે, એ વાતથી તમે પરિચિત જ હસો. આ વ્યક્તિનો ચહેરો જ એની પરિસ્થિતિનું શબ્દ વગર વર્ણન કરી દે છે.

(12.) Kid With Hand Crafts : દુનિયામાં હજુ પણ એવી ઘણી જાતિઓ છે, જે જૂની માન્યતાઓ મુજબ જ જીવે છે. ન શિક્ષણ, ન નવી ટેકનોલોજી, ન નવી ફેશન માત્ર જંગલ અને તેઓનું જીવન.

(13.) The Road Of Fortune : ફૂલોથી ભરેલો આ રસ્તો જોઇને એવું લાગે છે જાણે આપણે સ્વર્ગનું દ્રશ્ય જોઈ રહ્યા છીએ.

(14.) Battle Victim : દુનિયામાં થતી લડાઈઓમાં ઘણા નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. એવી જ એક લડાઈમાં આ બાળકે શું ગુમાવ્યું હશે એ તમે એની આંખના આંસુ પરથી જ જાણી શકશો.

(15.) Killer Whale In Polar Night : દુનિયામાં દુર્લભ જીવમાં આવતી એવી વહેલ માછલીનો આ ફોટો ઘણો સુંદર છે.

(16.) The Beakful Of The Hoopoe : એક માતા પક્ષી પોતાના સંતાનને બીજા જીવથી સુરક્ષિત રાખી એનું પેટ ભરે છે. નજરો ઘણો જ ભાવુક છે.

(17.) Flying On The Beach : માણસના અને એનો સૌથી વફાદાર મિત્ર બંનેની જોડી દરિયા કિનારે પોતાની દોસ્તીની મજા માણી રહ્યા છે.

(18.) Drink : દુનિયામાં એવા ઘણા પ્રદેશો છે જ્યાં વિકાસ ના બરાબર જોવા મળે છે. ત્યાં પીવા માટે પાણી પણ પૂરતા પ્રમાણમાં નથી મળી રહેતું. આ ફોટો એ સ્થિતિને સંપૂર્ણ રીતે વ્યક્ત કરી દે છે.

(19.) Floating Market : રસ્તા પર ભરાતા શાક માર્કેટ તો આપણે ઘણા જોયા હશે. પણ પાણી પર નાની નાની નાવડીઓમાં ભરાતું આ તરતું માર્કેટ ઘણું સુંદર દેખાઈ રહ્યું છે.

(20.) Travelers : પેંગ્વીનને તમે પ્રાણી સંગ્રહાલયોમાં જોયા હશે. ત્યાં તે પોતાની આઝાદી નથી અનુભવી શકતા. પણ એન્ટાર્કટિકામાં તેઓ સંપૂર્ણ આઝાદી સાથે બરફના ટુકડાઓ પર પ્રવાસ કરે છે એ તમે આ ફોટામાં જોઈ શકો છો.

અમે આવા પ્રકારના જાણવા જેવા ઘણા લેખો તમારા માટે રજુ કરતા જ રહીએ છીએ અને તમારી પાસે પણ કોઈ આવા જાણવા જેવા લેખ આવે તો અમને જરુરથી મીક્લશો, જેથી અમે તે આ રીતે રજુ કરીને બીજાને પણ તેના વિષે માહિતી પૂરી પાડી શકીએ. આજનો અમારો આલેખ તમને જરૂર પસંદ પડ્યો હશે અને જો ખરેખર તમને આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને સંબંધીઓને જરૂરથી શેર કરવાનું ન ભૂલશો. કેમ કે તમારા એક શેરથી ઘણા લોકોને તેનો લાભ મળી શકે છે અને તેઓ પણ તેનાથી જાણકાર થઇ શકે. તમારા તરફથી કોઈ કોમેન્ટ હોય તો અમને જરૂરથી જણાવશો જેથી અમે આવતા લેખમાં તેનો ઉલ્લેખ કરી શકીએ.