અક્ષય અને આમીર ખાનની હિરોઈન હતી આ કલાકાર, વર્ષો પછી કરી રહી છે પડદા ઉપર એન્ટ્રી

૯૦ ના દશકામાં ઘણી બધી હિરોઈનો આવી અને તેમણે ફિલ્મોના પડદા ઉપર પોતાના પગ જમાવવાના પ્રયત્ન કર્યા. થોડી હિરોઈનો એવી છે જે આજે પણ બોલીવુડમાં એક સ્થાયી કલાકાર તરીકે ઓળખવામાં આવે છે. તેમાંથી એવી જ એક હિરોઈન પણ છે જેણે એક સમયમાં બોલીવુડ ઉપર રાજ કર્યુ હતું. અક્ષય કુમાર, આમીર ખાન, કમલ હાસન જેવા મોટા કલાકારો સાથે કામ કરનારી આ હિરોઈન છે આયશા ઝુલ્ફા. ફિલ્મોમાં તેના લુક અને ડ્રેસથી તે સમયની છોકરીઓ ઘણી પ્રભાવિત થઈ હતી. ઘણી બધી કોલેજીયન છોકરીઓ આયશાની જેમ જ ડ્રેસિંગ કરવા જતી હતી. આજે આયશાનું આખું રૂપ બદલાયેલુ છે.

આમીર સાથે કરી સુપરહિટ ફિલ્મ :

આયશા ઝુલ્ફાએ પોતાના કેરિયરની શરૂઆત ૧૯૯૮ માં આવેલી ફિલ્મ ‘કેસે કેસે લોગ’ થી કરી હતી. આ ફિલ્મ તો કાંઈ વિશેષ ન ચાલી, પરંતુ લોકોની નજરમાં એક ચહેરો સામે આવી ગયો હતો. આયશા ધીમે ધીમે સફળતાની સીડીઓ ચડવા લાગી અને તેના હાથમાં આવી આમીર ખાન સ્ટારર ‘જો જીતા વહી સિકંદર’ ફિલ્મ. ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર જોરદાર હીટ રહી. આ ફિલ્મએ સફળતાના ઝંડા નાખી દીધા. આ ફિલ્મ દ્વારા જેટલા વખાણ આમીરના થયા એટલા જ વખાણ આયશાના ભાગે પણ આવ્યા. આ ફિલ્મનું એક લવ સોંગ આજે પણ લોકોની જીભ ઉપર છે અને તે છે ‘પહલા નશા પહલા ખુમાર’..

વર્ષ ૧૯૯૨ આયશા ઝુલ્ફાના કેરિયરનું સૌથી મહત્વનું વર્ષ હતું. એ વર્ષે તેની જોડી બની અક્ષય કુમાર સાથે અને ફિલ્મ બની ‘ખેલાડી’. આ ફિલ્મ એક કોલેજ બેસ્ડ સસ્પેન્સ થ્રીલર હતી જેને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. આયશા સાથે અક્ષયની જોડી પણ ઘણી પસંદ કરવામાં આવી. ત્યાર પછી તેની જોડી એક વખત ફરી અક્ષય સાથે ‘વક્ત હમારા હે’ માં જામી. આ ફિલ્મ પણ પડદા ઉપર હીટ રહી. એટલું જ નહિ આ ફિલ્મની સાથે સાથે અક્ષય અને આયશાના લવ અફેયર પણ ઘણા ચર્ચામાં આવી ગયા હતા.

વિવાદથી બગડ્યું કેરિયર :

આયશાનું નામ એ સમયમાં અક્ષય કુમાર ઉપરાંત, મિથુન ચક્રવર્તી અને નાના પાટેકર સાથે પણ જોડાયું હતું. આમ તો કોઈની સાથે પણ તેનું અફેયર લાંબા સમય સુધી ન ટક્યું. આયશા પોતાના કેરિયરમાં સફળતા મેળવતી જઈ રહી હતી. તેની વચ્ચે એક ફિલ્મ આવી ‘દલાલ’ જે હીટ હતી. પરંતુ વિવાદીત પણ રહી. આ ફિલ્મમાં એક કલાકાર જે આયશા જેવી દેખાતી હતી તેની પાસે થોડા હોટ અને બોલ્ડ સીન કરાવવામાં આવ્યા હતા. તેને લઈને એની ઈમેજ ઉપર ઘણી ખરાબ અસર પડી હતી. આયશાએ ફિલ્મોમાં ક્યારેય બોલ્ડ સીન કર્યા ન હતા. ત્યાર પછી આયશાનું કેરિયર ઘણું જલ્દી નીચે આવવા લાગ્યું. થોડા દિવસો પછી આયશાએ ઇન્ડસ્ટ્રી છોડી દીધી.

પડદા ઉપર પાછી ફરી રહી છે આયશા :

થોડા સમય પહેલા આયશા ફરીથી જોવા મળી હતી. જાણવા મળ્યું છે કે ‘ગદર’ ફિલ્મના મેકરના આગળના પ્રોજેક્ટમાં આયશા જોવા મળવાની છે. તેમાં તે ઈશિતા ચોહાણની માં નું પાત્ર ભજવવાની છે. આમ તો આયશા હવે એક બિઝનેસ વુમેન છે, પરંતુ ફિલ્મ દુનિયા એક વખત ફરી તેમને પોતાની તરફ ખેંચી રહી છે. તેમણે કહ્યું કે તે ફિલ્મોમાં કામ કરવા માગતી ન હતી પરંતુ અનીલજીએ તેને કહ્યું કે તેમણે આ રોલ કરવો જોઈએ. ફિલ્મમાં તેનો રોલ એક એવી માં નો છે જે પોતાની દીકરી સાથે માત્ર માં નહિ પરંતુ એક દોસ્ત બનીને રહે છે. તેમણે પોતાનો ફોટો પણ પોસ્ટ કર્યો છે.