104 કરોડ રૂપિયા ખર્ચ કરી બનાવાશે અયોધ્યાયનું ભવ્ય રેલવે સ્ટેશન, જુઓ રામમંદિરની ઝલક

અયોધ્યા રેલવે સ્ટેશન જલ્દી જ ભવ્ય રૂપમાં જોવા મળશે. સ્ટેશનમાં યાત્રીઓને રામ મંદિરની ઝલક જોવા મળશે. કુલ 104 કરોડ રૂપિયામાં અયોધ્યા રેલવે સ્ટેશનનું અપગ્રેડેશન કરવામાં આવશે, તેમાં બજેટમાં 18.16 કરોડ રૂપિયા પહેલા હપ્તાના રૂપમાં ફાળવવામાં આવ્યા છે. હપ્તો જાહેર થયા પછી રેલવે બોર્ડના સભ્ય પ્રદીપ કુમારે સ્ટેશનની મુલાકાત પણ લીધી.

હકીકતમાં, રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પછી જ રેલવે બોર્ડ પ્રબંધને અયોધ્યા રેલવે સ્ટેશનને ભવ્ય રૂપ આપવાનું નક્કી કરી લીધું હતું. ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યાના આ રેલવે સ્ટેશન પર યાત્રીઓને લિફ્ટ, એસ્કેલેટર, ફૂટ ઓવર બ્રિજ, ફ્રી વાઈફાઈ, વેટીંગ લાઉંસ, પ્લેટફોર્મ પર વોટર વેન્ડીંગ મશીન, વોટર કુલર, સર્ક્યુલેટિંગ એરિયામાં શૌચાલય, ફૂડકોર્ટ સહીત તમામ સુવિધાઓ આપવામાં આવશે.

એટલું જ નહિ આ સ્ટેશનનો લુક રામમંદિર જેવો હશે અને સ્ટેશનના મુખ્ય દ્વારા પર સ્ટેનલેસ સ્ટીલના ફાટક લગાવવમાં આવશે, જે ઘણા આકર્ષક લાગશે. સ્ટેશન બિલ્ડીંગની સામે પાર્ક બનાવવાની તૈયારી પણ છે. સ્ટેશન પર કુલ ચાર પ્લેટફોર્મ હશે અને રિડેવલપમેન્ટ માટે 86 વર્ગમીટર ક્ષેત્ર ચિહ્નિત પણ કરવામાં આવ્યું છે.

રેલવે બોર્ડના સભ્યોએ તપાસી વ્યવસ્થાઓ :

બજેટ ફાળવ્યા પછી રેલવે બોર્ડના સભ્ય પ્રદીપ કુમારે અયોધ્યા રેલવે સ્ટેશનનું નિરીક્ષણ પણ કર્યું. તેની સાથે જ ઉત્તર રેલવે લખનઉ મંડળના એડીઆરએમ કાજી મેરાજ અહમદ પણ હાજર રહ્યા. સ્ટેશનના નિરીક્ષણ પછી ટીમ હનુમાન ગઢી, રામ જન્મભૂમિ વગેરે સ્થળે પણ ગઈ. નિરીક્ષણનો ઉદ્દેશ ધાર્મિક પર્યટનના હિસાબે સ્ટેશનને વિકસિત કરવાનો રહ્યો.

3 વર્ષમાં થશે તૈયાર :

અયોધ્યા રેલવે સ્ટેશનને રામ મંદિરના તર્જ પર ભવ્ય બનાવવાની યોજના બનાવવામાં આવી છે. રિડેવલપમેન્ટ અંતર્ગત સ્ટેશનની કાયાપલટ કરવામાં રેલવેને લગભગ 3 વર્ષનો સમય લાગી જશે. રેલવે સ્ટેશન પર બિલ્ડીંગનો એરિયા લગભગ 9332 વર્ગ મીટર હશે. તેમાં 1836 વર્ગ મીટરમાં કવર્ડ પોર્ચ બનશે, જ્યાં પેસેન્જર સીધા ગાડી પાસે પહોંચી શકશે. આ ડ્રોપ એન્ડ રિસીવ ટાઈપની સુવિધા હશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.