ગુજરાતના આ વૈધરાજે ભસ્મ વિષેની જે માહિતી આપી એ વાંચ્યા વિના મુકતા નઈ

રસ વૈધ બનવું એ કોઈ દાંડિયા રાસ ખેલવા જેવું નથી. સવાર પડે ને કૈક ખૂટતું હોય. ક્યાં રસ કાઢવા જડીબુટી લેવા ભટકો.આજે અહીં હોય કાલે ત્યાં ના પણ હોય. ચાલો બીજા ખેતરે ,ને ત્યાં પણ ના હોય તો પૂછતાં પૂછતાં 12 ગાઉ નીકળી જવાય. વળી મળે તો મન માને તેવી ના હોય.(જેવી તેવું ચલાવી લેવાનો સ્વભાવ જ નથી, આ સ્વભાવ ખૂબ નડે છે.)

જડીબુટી મળે તો દ્રવ્ય ના મળે.મળે તો ભેળસેળ વાળું.

ક્યારેક દ્રવ્ય માટે ભટકવાનું થાય તો ઘાટ કરતા ઘડામન મોંઘુ.

આજે અબ્રરખ યાની અભ્રક ભસ્મ ને આંકડા ના દૂધ ની ભાવના આપી. આંકડો મફત પણ ગાડી માં માણસો બેસાડી નાસ્તા પાણી સાથે ઉભા વગડે રાખડવાનું. અગાઉથી માહિતી હોય તો ઠીક નહીંતર એ ખાનબદોષ જિંદગી. આખો દિવસ ની હડિયાપટ્ટી પછી એક માણસ 200 ગ્રામ દૂધ મોડ ભેગું કરે.350 રૂપિયા ના ખર્ચ સામે.અને મારો દિવસ ને ગાડી ભાડું જુદું.

આ અભ્રક ને આવી અલગ અલગ વનસ્પતિ ના રસ માં પુટ આપવાની. એક બે નહીં પુરી 100 કે હજાર

પૂટ એટલે શું ?

અભ્રક ને શુદ્ધ કરી તેના પતરા( શુદ્ધ કરવાની જળોજથા અલગ એ ક્યારેક જોઈશું ) ખાડી બારીક પાવડર બનાવી.
આંકડા ના દૂધ લેવાનું તેમાં અભ્રક પુરી ભીંજાય તેટલું. પછી ખરલ કરો. આખો દિવસ..તેનો ઘૂંટાઈ રોટલી ના લોટ જેવી બને એટલે ટીકડી બનાવી સુકાવવાની.

બે દિવસે સુકાય એટલે તેને માટલી માં મૂકી ઉપર ઢાંકણ મૂકી ચોક્કસ માટી ને ચુના મિશ્રણ થઈ કપડાં સાથે કપ્પડ મિટ્ટી કરી સુકાવવાવી..બરાબર સુકાય એટલે એક ગજ જેટલો ઊંડો ખાડો કરી તેમાં અડાયા છાણાં ભરવાના ( અડાયા વળી નવી પેઢી માટે અજાણ્યો શબ્દ..જે ઢોર કે ગાય જંગલ માં ચરતી વખતે છાણ નો પોદળો કરે તે અપને આપ સુકાઈ ને છાણું બને તે કુદરતી રીતે સુકાયેલ પોદળો ) ઉપર તે મટકી મૂકી કેટલાક છાણાં ઉપર મૂકી આગ આપવાની.અગ આપવાની પણ એક કલા હોય જે આગ નીચે થી જ સલગવી જોઈએ.બે દિવસ બાદ અગ્નિ ઠન્ડિ થાય ત્યારે એ મટકી કાઢી તેને ખોલી અંદર ની અભ્રક ને વાટી લેવી..આ એક પુટ થયો. આ કિયા ને એક પુટ કહે. આવી ક્રિયા 100 વખત કરો એટલે શત પુટી અભ્રક થાય..ઘૂંટાઈ ને એનો પાવર વધતો જાય. આપવાની દવા ની માત્રા ઘટી જાય….

આવી 100 પુટી અભ્રક ઘણા વૈધો બનાવે..પણ આવી ક્રિયા 1000 વાર કરવાની આવે ને તૈયાર થાય સહસ્ર પુટી અભ્રક..કુશળ રસ વૈધ એની જીવન માં યોગ્ય રીતે બનાવે તો શાસ્ત્રોક્ત રીતે તો તે 20 વર્ષે તૈયાર થાય.અર્થાત જીવન માં એક વખત બનાવે લગભગ તેના પાછળ ની પેઢી એનો વપરાશ કરે…
( મારા પિતાજી મને વારસામાં 365 પુટી આપી ને ગયા છે.મેં થોડી આગળ વધારવાનો પ્રયાસ કરી 1000 સુધી પહોંચવું છે.પણ સમય નો અભાવ.મહેનત નો અભાવ બધું અને પૈસા નો મોટો અભાવ.)

આવી મહેનત ના અંતે તૈયાર થતા દ્રવ્યો ને કોઈ એલોપેથી વાળા ના અધકચરા જ્ઞાને ચડેલો માણસ કે ડોક્ટર કહે કે ભસ્મો ના ખવાય..તો એવી ખીજ ચડે કે આ આયુર્વેદ ને જોયા જાણ્યા વગર ના ના લોકો ને ભેગા ખરલ કરી નાખીએ..

આયુર્વેદ ની ભસ્મો ને વખોડતા પહેલા એના પ્રકિયા ને જાણો.જુવો..

આતો શ્વાન રુદન છે. બસ એકે ચાલુ કર્યું એટલે બીજાએ ભસવું જરૂરી છે.

આ 1000 પુટી અભ્રક એટલી યોગવાહી બને કે જે દ્રવ્ય સાથે એને મિલાવો કે મિસાઈલ ની માફક લક્ષ્ય સ્થાન પર પ્રહાર કરે..

મર્દનમ ગુણ વર્ધનમ..

એટલે દ્રવ્ય નો જથ્થો આગ માં પસાર થવાથી બળી ને ઓછી થાય પન રોગ માટે તો ઓછી માત્રામાં ભારે પ્રહાર શક્તિ ધરાવતું આયુધ વૈધ ના ખજાના માં ઉમેરાય છે.

આટલી મહેનત. દોડા દોડી જાત મહેનત .ક્યારેક લોકો થી વિમુખ.સામાજિક કામ માં સમય નો અભાવ..પત્ની બાળકો ની ફરિયાદ.એક હોધે ને તેર તૂટે તેવીઅલ્પ અવકો વચ્ચે આપણા પૂર્વજો એ આ વિધા ને સવારી.અપનાવી.માથે રાખી. ક્યારેય કોઈ આવક ની ફરીયાદ નહીં.જે મળે એમા જીવવાનું. રામ રાજી. બસ કુટુંબ પોષણ થાય ને દર્દીઓને ને રોગ મુક્તિ થાય.એ મંત્ર સાથે આ વિદ્યા અહીંયા પહોંચાડી છે.હવે આપણી ફરજ છે કે આગલી પેઢી ને આ અમૂલ્ય વારસો આપીએ…

આ એ અભ્રક છે જે ને આગ પ્રતિરોધક તરીકે તમારું એલોપેથી વિજ્ઞાન વાપરે..ને અમારું આયુર્વેદ તેને જલાવી ખાખ કરી ખાય.એટલો ભેદ સમજાય તેને વંદન..

– વૈધ જીતુભાઈ પટેલ