Ayurvedic Tips For Eating Healthy At Night : આપણે બધા એ વાત તો જાણીએ જ છીએ કે સારો અને આરોગ્યપ્રદ નાસ્તો સ્વસ્થ તન અને મન બન્ને માટે જરૂરી છે. દુનિયાભર માં મોટાભાગે આરોગ્ય નિષ્ણાંત અને ડાયટીશન એ વાત સાથે સંમત છે કે સવારનો બ્રેકફાસ્ટ કે નાસ્તો તમને આખો દિવસના ખોરાકમાં સૌથી જરૂરી છે. ખાસ કરીને તેને ‘કિંગ ઓફ ઓલ મિલ્સ’ કહેવામાં આવે તો ખોટું નહિ ગણાય. પરંતુ તેનો અર્થ એ નથી કે દિવસ ના બીજા ખોરાક જેવા કે લંચ અને ડીનર જરૂરી કે મહત્વ નથી.
આ ટીપ્સ ઘણી જ ઉપયોગી છે માટે દરેકે ધ્યાન રાખવા જેવી હોવાથી વધુમાં વધુ લાઇક અને શેયર કરજો.
ઘણા લોકોનું માનવું એ પણ છે કે સાંજે ૭ વાગ્યા પછી કાંઈ પણ ખાવાથી વજન વધારે (Consuming anything post 7 pm may result in weight gain) છે, પરંતુ તમે શું ખાવ છો? તેની ઉપર વધુ આધાર રાખે છે કે તમે ક્યારે ખાવ છો. લગભગ તમામ આરોગ્ય નિષ્ણાંત, જેમાં આયુર્વેદિક નિષ્ણાંતો પણ રહેલા છે તે માને છે કે રાત્રે હળવું ભોજન હોવું જોઈએ (Dinner should be light), પરંતુ તેની સાથે સાથે તેનું હેલ્દી હોવું પણ જરૂરી છે. તો આવો અમે તમને જણાવીએ છીએ આયુર્વેદ મુજબ કેવું હોવું જોઈએ તમારું ડીનર.
રાત્રે હેલ્દી ખાવા સાથે જોડાયેલી પાંચ આયુર્વેદિક ટીપ્સ (Here Are Five Ayurvedic Tips For Eating Healthy At Night)
૧. એવો આહાર ખાવ જે પ્રોટીનથી ભરપુર હોય. પોતાના ખાવામાં લો ફેટ પ્રોટીન નાખો. દાળ, લીલા પાંદડા વાળા શાકભાજી, મીઠા લીમડા જેવી વસ્તુનો ઉમેરો કરો. રાતના સમયે પ્રોટીનથી ભરપુર આહાર લેવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે.
૨. રાતના ભોજનમાં એવો આહાર લેવો જોઈએ જે લો કાર્બસ હોય. તેને કારણે જ તે કાર્બસને ડાઈજેસ કરવું મુશ્કેલ બને છે. લો કાર્બસ આહાર જલ્દી પચી જાય છે અને તમે સારી ઊંઘ લઇ શકો છો. તો તમારા આહારમાં પનીર, ટોફુ, લેંટીલ્સ, ફળિયા, લો ફેટ ચીકન ખાવ.
૩. સાંજે ૭ વાગ્યા પછી મીઠું ઓછું ખાવ. અમે જાણીએ છીએ ઘણા લોકો માટે આ મુશ્કેલ બની શકે છે. પરંતુ એ ઘણું જરૂરી છે. ખાસ કરીને તે સમયે જયારે કોઈ પાર્ટીનો પ્લાન કર્યો હોય કે તમારી બર્થ ડે પાર્ટી છે. મીઠું આપવાથી શરીરમાં વોટર રીટેંશન વધી જાય છે. જે વજન વધારવાનું કામ કરે છે.
૪. રાત્રે દહીં ખાવાથી દુર રહો. જો તમને દહીં ખાવું ઘણું ગમે છે અને તમે વજન પણ ઓછું કરવા માગો છો? તો તમારે રાતના સમયે દહીં ન ખાવું જોઈએ. આયુર્વેદના જણાવ્યા મુજબ દહીં કોપ દોષને વધારે છે. કેમ કે દહીંમાં ખટાશ અને મીઠાશ બન્ને જ હોય છે. તે એક અસંતુલન ઉભું કરે છે. જે નાક બંધ કરવા જેવી તકલીફને વધારી શકે છે અને રાતના સમયે ઊંઘને અસર કરી શકે છે.
૫. સંયમ જ ચાવી છે, જો તમે ખાવાના ઘણા શોખીન છો અને ખાવા માટે દર વખતે તૈયાર રહો છો, તો તમારે સંયમની ટેવ પાડવી પડશે. પોતાની ઉપર સંયમ રાખી તમે આરોગ્યપ્રદ રહી શકો છો. આયુર્વેદના જણાવ્યા મુજબ રાતનું ભોજન હળવું હોવું જોઈએ. તેનાથી તમે સારી ઊંઘ લઇ શકો છો, જે તમારા આરોગ્ય માટે ઘણું જરૂરી છે. તે તમારા પાચન તંત્ર માટે પણ સારું છે. એ વાત ઉપર પણ ધ્યાન પણ રાખો કે તમે તમારા ડીનર અને સુવાના સમયમાં ૩ કલાકનું અંતર રાખો.
તો પોતાને હેલ્દી રાખવા માટે આ આયુર્વેદિક ટીપ્સને અપનાવો અને તંદુરસ્ત રહો. આ ટીપ્સ ઘણી જ ઉપયોગી છે માટે દરેકે ધ્યાન રાખવા જેવી હોવાથી વધુમાં વધુ લાઇક અને શેયર કરજો. જય હિન્દ…
આ માહિતી એનડીટીવી ફૂડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.