ખાંસીના ઘરેલું ઉપાય : ખાંસીની બેસ્ટ દવા સાબિત થશે આ આયુર્વેદિક નુસખો, અજમાવી જુઓ.

ગરમી હોય કે ઠંડી ગળાની સમસ્યા (ખરાશ) કયારે તમને પોતાની ઝપેટમાં લઈ લે એની જાણ નથી થતી. એનાથી ગળામાં દુઃખાવો અને સોજો થઇ જાય છે, જેનાથી દરરોજ કરવામાં આવતા કામોમાં અડચણ ઉભી થાય છે. અને સાથે જ તમે આખો દિવસ પરેશાન રહો છો. પરંતુ શિયાળાની ઋતુમાં ગળાની પરેશાની તમારા માટે મુશ્કેલીનું કારણ બની રહે છે. કારણ કે થીજવી નાખે એવી ઠંડી અને ઠંડા પવનનો શિકાર તમારું ગળું સૌથી પહેલા અને ઘણી સરતાથી બની શકે છે. આ ઋતુમાં ઘણા બધા લોકોને ખાંસીની એલર્જી થવાની સમસ્યા થાય છે, જે મોટાભાગે હવાના પ્રદુષણના વધતા સ્તરને કારણે થાય છે.

જો તમે પણ આ ઋતુમાં ખાંસીથી પરેશાન છો, તો કોઈ પણ દવા અથવા કફ સિરપ લેવા પહેલા થોડા પ્રાકૃતિક ઘરેલુ ઉપચારની શોધ કરી રહ્યા છો, તો અમે તમારી મદદ કરી શકીએ છીએ. જી હા, અમે તમને એક એવો જ કારગર ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ખાંસીથી છુટકારો અપાવવામાં તમારી મદદ કરી શકે છે. અને એ ખાંસીની દવા અને ખાંસીનો રામબાણ ઈલાજ સાબિત થશે.

આયુર્વેદ વિશેષજ્ઞ ડો. આશુતોષ ગૌતમ અનુસાર ”હળદર, આદુ, તુલસીના પાન અને મધનું એક મિશ્રણ ખાંસીની એલર્જીથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે.” હળદળમાં એન્ટી એલર્જી / એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. તેમજ તુલસીમાં રોગ અવરોધી ગુણ અને અર્સોલીક (ursolic) એસિડ હોય છે, જે સહજ વાયુમાર્ગને સુગમ બનાવે છે, અને ખાંસીને ઓછી કરવામાં મદદ કરે છે.

તો ચાલો અમે તમને જણાવીએ કે કઈ રીતે તમે ઘરે જ તૈયાર કરી શકો છો ખાંસીને દૂર કરવાનો આ આયુર્વેદિક નુસખો.

સામગ્રી :

હળદળ 1 ચપટી

આદુ 1/2 ઈંચ

તુલસીના પાંદડા 4-5

પાણી 1 કપ

મધ 1 ચમચી

જેઠીમધ ઈચ્છા અનુસાર

ખાંસી માટે ઘરેલુ નુસખા અથવા આયુર્વેદિક ઉપચાર બનાવવાની વિધિ :

સૌથી પહેલા એક વાસણમાં પાણી ગરમ કરો. ત્યારબાદ એમાં હળદળ, તુલસીના પાંદડા નાખી એને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે પાણી ઉકળીને અડધું ન થઇ જાય. હવે એને ગેસ પરથી ઉતારી લો અને એમાં મધ ઉમેરો. જો ગળામાં ખરાશ ઘણી વધારે છે, તો એમાં જેઠીમધ પણ ઉમેરો.

ધ્યાન રાખો : તમે આ આયુર્વેદિક મિશ્રણને દિવસમાં બે વાર લઇ શકો છો. એને બનાવવામાં વપરાયેલી પ્રાકૃતિક સામગ્રી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદગાર સાબિત થશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.