આ ૧૦ બીમારીઓ માટે જાણી લો આયુર્વેદિક દવાઓ

આરોગ્યની સમસ્યાઓ માટે આયુર્વેદિક દવાઓને હંમેશા ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે તે કુદરતી હોય છે અને સમસ્યાઓને મૂળમાંથી દુર કરવામાં સક્ષમ હોય છે, તે પણ કોઈ આડ અસર વગર. જાણો આરોગ્યની થોડી સામાન્ય સમસ્યાઓના આ ૧૦ આયુર્વેદિક ઉપચાર.

૧. જો તમે ગરમીને કારણે મન અમે મગજની સમસ્યાઓ અનુભવો છો, સાથે જ વધુ પ્રમાણમાં માથાનો દુ:ખાવો, બેચેની, અને તરસ લાગવા જેવી સમસ્યાઓ થાય છે, તો હ્રદય અને મગજને શાંત કરીને સ્ફૂર્તિ પ્રાપ્ત કરવા માટે આયુર્વેદની આ દવાઓ તમારા માટે ફાયદાકારક છે.

ગુલકંદ પ્રવાલયુક્ત, મોતી પીષ્ટિ, ખમીરા સંદલ, સંદલ શરબત, દાડમના શરબતનું સેવન તમે દરેક ઋતુમાં કરી શકો છો.

૨. વધુ પ્રમાણમાં તાવ કે મેલેરિયાની સ્થિતિમાં : સુદર્શન ચૂર્ણ, મહાસુદર્શન રાબ, અમૃતારીષ્ટ, જ્વરાંકુશ રસ, સત્વ ગીલોય, વિષમ જ્વરાંતક લોહ દવાઓનું સેવન ઘણું અસરકારક છે.

૩. એન્ફલ્યુએન્જા કે વાતજનીક તાવ થવા ઉપર : ત્રિભુવન કીર્તિ રસ, લક્ષ્મી વિલાસ રસ, સંજીવની વટી, પીપળ 64 પ્રહરી અને અમૃતારીષ્ટનું સેવન કરી શકો છો. તેનાથી તમે તાવને મૂળમાંથી મટાડી શકો છો.

૪. ટીબી કે ક્ષય રોગ થવાની સ્થિતિમાં : સ્વર્ણ વસંત માલતી, લક્ષ્મી વિલાસ રસ, મૃગાંક રસ, વૃહત શ્રુંગારભ્ર રસ, રાજમૃગાંક રસ, વાસાવલેહ, દ્રાક્ષાસવ, ચવનપ્રાશ, અવલેહ, મહાલક્ષ્મી વિલાસ રસનું સેવન લાભદાયક હોય છે.

૫. અસ્થમા કે શ્વાસ રોગમાં : કફફેવર, ચવનપ્રાશ અવલેહ, સીતોપલાદી ચૂર્ણ, શ્વાસકાસ, ચિંતામણી કનકાસવ, શરબત વાસા, વાસારિસ્ટ, વાસાવલેહ, મયુર ચન્દ્રિકા ભસ્મ, અભ્રક ભસ્મ તેલ વગેરે દવાઓનું સેવન ફાયદાકારક રહેશે.

૬. કફની સાથે ખાંસી થવા ઉપર : કફકેયર શરબત વાસા, વાસાવલેહ, વાસારીષ્ટ ખદીરાદી વટી, મરીચાદી વટી, લવંગાદિ વટી, ત્રિકુટ ચૂર્ણ, દાક્ષારીષ્ટ, ઈલાદી વટી, કાલીસાદી ચૂર્ણ, લફકેતુ રસ, અભ્રક ભસ્મ, શ્રુંગારભ્ર રસ, બબુલારીષ્ટ લાભદાયક છે.

૭. એગ્જીમાં એટલે છાંજન થવા ઉપર : ચર્મ રોગાંતક મલમ, ગુડુચ્યાદિ તેલ, રસ માણીક્ય, મહામરીચાદી તેલ, ગંધક રસાયન, ત્રિફલા ચૂર્ણ, પુભશ્પાંજન, રક્ત શોધ, ખદીરાદીષ્ટ, મહામંજિષ્ઠાદી રાબ વગેરેના રસનું સેવન કરી શકાય છે.

૮. ત્વચા રોગ કે રક્ત વિકાર થવા ઉપર : રક્ત શોધક, ખદીરાષ્ટિ, મહામંજીષ્ઠાદી રાબ, સારીવાદયાસવ, મહામરિચાદી તેલ, રોગન નીમ, ગંધક રસાયન, કેશર ગુગલ, આરોગ્યવર્દ્ધની તેલ, ચર્મરોગાંતક મલમ, પુષ્પાંજનનું સેવન કરવું ફાયદાકારક રહેશે.

૯. કુષ્ઠ રોગ કે સફેદ ડાઘ થવા ઉપર : સોગન બાવચી, ખદીરાદીષ્ટ, આરોગ્યવર્દ્ધીની વટી, રસ માણીક્ય, ગંધક રસાયન, ચાલમોગરા તેલ, મહામંજીષ્ઠાદિ કવાથ ફાયદાકારક છે.

૧૦. લ્યુરીસરી એટલે ફેફસામાં પાણી ભરાઈ જવા ઉપર : નારદીય લક્ષ્મી વિલાસ રસ, સ્વર્ણ વસંત માલતી, મૃગશ્રુંગ ભસ્મ, રસ સિંદુર અને હિચકી આવે તે સમસ્યામાં હિક્કા સુતશેખર સ્વર્ણયુક્ત, મયુર ચન્દ્રિકા ભસ્મ, એલાદી વટી, એલાદી ચૂર્ણનું સેવન કરી શકો છો.

૧૧. વાળના રોગોમાં : મહાભૃંગરાજ તેલ, હસ્તીદંતમસી, ચ્યવનપ્રાહ અવલેહ, ભૃંગરાજસવ વાળ ખરવા અને સફેદ વાળની સમસ્યાને ઓછું કરવામાં ફાયદાકારક છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.