આયુષ્માન ભારત સિવાય પણ છે અન્ય યોજનાઓ જેમાં ઈલાજ માટે મળશે તમને 2 લાખ રૂપિયા

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જયારે સત્તા સંભાળી ત્યારથી એમણે દેશને ઘણી બધી યોજનાઓનો લાભ આપ્યો છે. દેશની મહિલાઓથી લઈને દીકરીઓ સુધી બધા એમની કોઈ ને કોઈ યોજનાનો લાભ લઇ રહ્યા છીએ. અને એના માટે એમને લોકોનો પ્રેમ પણ મળ્યો છે. હાલમાં જ મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલી આયુષ્માન ભારત યોજનાની પ્રશંસા ફક્ત દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ કરવામાં આવી રહી છે. બિલ ગેટ્સએ પણ મોદીજીની આ યોજનાની પ્રશંસા કરી એમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા.

જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત ગરીબ પરિવાર વર્ષના 5 લાખ રૂપિયાનો મફતમાં ઈલાજ કરાવી શકે છે. એની સાથે જ જણાવતા જઈએ કે આજ સુધી આ સૌથી મોટી હેલ્થ સ્કીમ છે. પ્રધાનમંત્રી મોદીજીએ વર્ષ 2018 ના સપ્ટેમ્બર મહિનામાં આરએસએસ વિચારક દિન દયાળ ઉપાધ્યાયની જયંતિ પર આ યોજનાની શરૂઆત કરી હતી. આ કોઈ પહેલી આવી યોજના નથી. આ પ્રકારની બીજી પણ ઘણી યોજનાઓ છે જેના વિષે કદાચ જ તમે જાણતા હશો. તો આજે અમે તમને દેશમાં ચાલી રહેલી આ પ્રકારની ખાસ યોજનાઓ વિષે જણાવીશું.

રાષ્ટ્રીય આરોગ્ય નિધિ (Rashtriya Arogya Nidhi – RAN)

આ યોજના વર્ષ 1997 થી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત એ દર્દીઓને મદદ કરવામાં આવે છે, જે ગરીબી રેખા નીચે છે અને કોઈ ગંભીર જીવલેણ બીમારીઓનો ઈલાજ કરાવવા માંગે છે. રાષ્ટ્રીય આરોગ્ય નિધિ યોજના અંતગર્ત કોઈ પણ ગરીબ વ્યક્તિ સુપર સ્પેશિયાલિટી સરકારી હોસ્પિટલ/સંસ્થાઓમાં પોતાનો ઇલાજ કરાવી શકે છે. અને ઈલાજમાં લાગેલી ધનરાશિ એક મૂઠી અનુદાનના રૂપમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ રાશિ એ હોસ્પિટલના ચિકિત્સા સુપરિન્ટેન્ડન્ટને આપવામાં આવે છે જેમાં રોગી પોતાનો ઈલાજ કરાવી રહ્યો હોય છે.

હવે સવાલ એ ઉઠે છે કે, આ પ્રકારની યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય. કારણ કે આ યોજનાઓ વિષે લોકોને વધારે ખબર નથી હોતી. તો હવે વધારે વિચારવાની જરુર નથી. આજે અમે તમને યોજનાઓનો લાભ કઈ રીતે મેળવી શકાય એના વિષે જણાવીશું.

કઈ રીતે મેળવવો આ યોજનાનો લાભ :

રાષ્ટ્રીય આરોગ્ય નિધિ અંતર્ગત નાણાકીય મદદ પ્રાપ્ત કરવા માટે રોગીને ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે.

1. એક આવેદન પત્ર સાથે જે હોસ્પિટલમાં તમારો ઉપચાર ચાલી રહ્યો છે, ત્યાંની બધી રસીદ અને ચિકિત્સા સુપરિન્ટેન્ડન્ટ દ્વારા લખવામાં આવેલા એક લેટરની જરૂર પડે છે.

2. આવકના પ્રમાણ પત્રની કોપી

3. રાશન કાર્ડની કોપી

4. 13 કેન્દ્ર સરકારી હોસ્પિટલો/સંસ્થાઓમાં રિવોલવિંગ ફંડ સ્થાપિત કરવામાં આવ્યા છે, અને બહી હોસ્પિટલોમાં 50 લાખ રૂપિયા સુધી ફંડ ઉપચાર માટે રાખવામાં આવે છે. એમ્સમાં આ ફંડ 90 લાખ રૂપિયા છે. દરેક બાબત માટે 2 લાખ રૂપિયા સુધી ફંડ ખર્ચ કરી શકાય છે.

5. 2 લાખ રૂપિયાથી વધારેના ઉપચારમાં શામેલ બાબતોને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારને ધન ઉપલબ્ધ કરાવવા માટે સંદર્ભિત કરવામાં આવે છે.

આ હોસ્પિટલોમાં ચાલી રહી છે રાષ્ટ્રીય આરોગ્ય નિધિ યોજના :

તમને જણાવી દઈએ કે આ યોજના કઈ કઈ હોસ્પિટલોમાં ચાલી રહી છે, જેથી તમે ત્યાં જઈને પોતાનો ઈલાજ કરાવી શકો છો.

દિલ્લી એમ્સ, ડોક્ટર રામ મનોહર લોહિયા હોસ્પિટલ, સફદરગંજ, એલ.એચ.એફ.સી અને સુચેતા કૃપલાની હોસ્પિટલ, ચંદીગઢની પી.જી.આઇ.એમ.આર, પુડુચેરીના જે.આઈ.પી.એમ.ઈ.આર, બેંગ્લુરુના નિમહંસ હોસ્પિટલ, કોલકાતાની સી.ઈન.સી.આઈ, લખનઉની એસ.જી.પી.જી.આઈ.એમ.એસ અને ગાંધી મેમોરિયલ એન્ડ એસોસિએટેડ હોસ્પિટલ, ઇમ્ફાલના આર.આઈ.એમ.એસ અને શિલાંગમાં આ યોજના ચાલી રહી છે.

એક વાતનું ધ્યાન રાખો :

આ યોજના સાથે જોડાયેલી વધારે જાણકારી માટે ભારત સરકારની વેબસાઈટ https://mohfw.gov ડોટ in પર જઈ શકો છો.