વાયરલ મેસેજ : એક દીકરીનાં સવાલનો પિતાનો શિખામણ રૂપી જવાબ, 2 મિનિટનો સમય કાઢીને વાંચજો જરૂર

એક દિકરી એ તેના બાપ ને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે સાસરે જઇશ તો શું તે બધા મને દિકરીની જેમ રાખશે?

તો તેના પિતા એ બહુ જ સરસ જવાબ આપ્યો…

બેટા, તું અહીયા શું છે? તો દિકરીએ જવાબ આપ્યો : હું અહીંયા દિકરી છું તો તેના બાપે કહ્યું કે બેટા, અહીં તું દિકરી જ છે…..પણ ત્યાં તો તારે બહુ વધારે પડતી ભૂમીકા ભજવવાની છે. જો કહું,

(1) પત્નિ

(2) દિકરી

(3) માં

(4) ભાભી

(5) જેઠાણી કે પછી દેરાણી…

આટલા બધા તારા અંશ હશે તો તને અહીંયા કરતા ત્યાં વધારે જણાં સાચવશે.

પણ… ખાલી તારા વહેવાર ઉપર બધો આધાર છે જેમ કે અહીં તું રૂપિયા 10 ની વસ્તુ લેતા વિચારે છે કે મારા પિતાના રૂપિયા ક્યાક હું વધારે નથી ખર્ચ કરતી ને. તેમજ ત્યાં તારી સાસરીમાં જઇ તારે તારૂ અને આખા ઘરનું વિચારવાનું કે રૂપિયા 5 નું પણ લેતા એમ વિચારજે કે, હું મારા ઘરના રૂપિયા ખોટા તો નથી વાપરતીને પછી જોજે તારી સાસરીમાં અહીં કરતા કેમ રાખે છે?

બીજું કે અહીં તો મેં તને 20 કે 25 વરસ સાચવી એટલે આતો તું ભાડુઆત હતી મારી પણ બેટા એ ઘર તો તને આખી જીન્દગી નામ આપે છે તો ત્યાં તારે બધાને સાચવવાના છે જો તું સાચવીશ તો તે તને 10 ગણું સાચવશે…

પિતાએ પછી કાનમાં દિકરીને કહ્યું કે બેટા જો કોઈને કહેતી નહીં હું જે કહુ છું તે સાચું છે.

તારે જીન્દગીમાં દુ:ખીના થવું હોય તો તેનો મંત્ર છે આખા જીવન ભર દુ:ખ નહી આવે,

તો દિકરીએ પૂછ્યું, એવું શું છે પપ્પા? તરતજ પિતા એ કહ્યું કે,

(1) પિયર ઘેલી ના થતી.

(2) તારી મમ્મીનું ક્યારેય ના સાંભળતી.

(3) કંઇ પણ વાત હોય તો સાસુ, સસરા, દિયર, નણંદ, જેઠ-જેઠાણી કે દિયર- દેરાણી બધાં સાથે બેસીને ખુલ્લા દિલથી વાત કરજે.

તારા જીવનમાં દુ:ખ ભગવાન પણ નહીં લાવે તો બોલ બેટા અહીંયા સારું કે સાસરીયું સારું? તરત દિકરી બોલી પપ્પા તમારી વાત ખરેખર સાચી કે જેમનું નામ મરણ પછી પણ મારા સાથે જોડાઇ રહે તે જ મારો પરીવાર અને એ જ મારા સાચા માતા-પિતા છે અને દિયર મારો નાનો ભાઇ છે, જેઠ મારા મોટા ભાઇ અને બાપ સમાન છે, દેરાણી મારી બહેન છે, જેઠાણી મારી મોટી બહેન છે અને મા સમાન છે અને નણંદ મારી લાડકી દિકરી છે.

હા, પપ્પા મને તો અહીં કરતાં ત્યાં ધણું ફાવશે …..હું આખી જીન્દગી આ યાદ રાખીશ અને દરેક દિકરી ને આમ જ કરવાની સલાહ આપીશ કે આપણું ઘર તે આપણે જ સાચવવાનું છે આપણા પિયરીયાને નહીં…

જે મજા સંપીને રહેવામાં છે તે અલગ રહેવામાં નથી…

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.