જેલમાં સફાઈનું કામ કરતો બાબર ભગતસિંહ માટે લાવ્યો હતો ટિફિન પણ…. જાણો પછી શું થયું?

‘મેરા રંગ દે બસંતી ચોલા’

ફાં સીના આગળના દિવસે લાહોરની જેલમાં સફાઈનું કામ કરતા બાબરે ભગતસિંહને વિનંતી કરી કે, કાલે સાંજનું વાળું હું તમારા માટે લાવીશ. ભગતસિંહે હસીને બાબરને નિરાશ ના થઇ તે માટે કહ્યું જરૂર લાવજે.

બાબર જમવાનું લઈને સાંજે પુગી ગયો. જેલની બહાર અધિકારીઓનો જમેલો હતો જેના આગેવાન હતા શેખ અબ્દુલ હમિદ એડિશનલ સ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે લાહોર. સિટી મેજિસ્ટ્રેટે રાય સાહેબ લાલા નાથુ મલ સુદર્શન સિંઘ લાહોરના ના ડીએસપી મી. મોરિસ, લાહોરના નાયબ ડીએસપી અને બીજા સો જેટલા સિપાઈઓ.

ભગતસિંહ માટે ટિફિન લઈને આવેલો બાબર બધાને જોઈ રહ્યો. અધિકારીઓના ચહેરા ઉપર તણાવ હતો કારણ એ હતું કે, એક તો ભગતસિંહ ને ફાં સી થવાની હતી અને બીજું લાહોર યુનિવર્સીટીમાં થોડા દિવસ પહેલા લાહોરના ગવર્નર જેફરી ઉપર હરિ કિસન તલ વારે ભ ડાકો કર્યો હતો.

આવું ફરી ના બને તે માટે એક મિટિંગ પણ અધિકારીઓ સાથે ગવર્નર જેફરીએ 16 મી માર્ચે લાહોરમાં કરેલી અને જરૂરી સૂચનાઓ અધિકારીને અપાયેલી જેમાં આપયેલી તમામ સૂચનાનું અહીં પાલન થઇ રહ્યું હતું.

જેલના સ્વીપર બાબર ને હવે આવામાં અંદર કોણ જવા દે. ભગતસિંહ માટે લાવેલું ટિફિન તેના હાથમાંજ રહી ગયું. ભગતસિંહ ને 22 મી માર્ચે તેમના વકીલ પ્રાણનાથ મહેતાને મળવા દેવાયેલા. ભગતસિંહે થોડા કાગળોનો બંચ તેમના વકીલને આપેલો. વકીલની મુલાકાત બાદ બ્રિટિશ સરકારના કેટલાક ઓફિસર ભગત સિંહને મળેલા જેમાં સ્ટીડ, બાકર રોબર્ટ હાર્ડિંગ અને શ્રીમાન ચોપરા હતા.

ચોપડા જેલ સુપ્રિટેન્ડન્ટ હતા. આ બધાએ વણમાગી સલાહ આપીને સરકારની માફી માંગવા તથા ફાં સી અટકાવવાની અરજી કરવા ભગતસિંહને કહેલું .

ભગતસિંહે તે સલાહ અવગણી. 22 માર્ચે ધૂળની ભારે ડમરી લાહોરના આ આકાશમાં ચડેલી જે એક અસાધારણ ઘટના હતી. 23 તારીખે સવાર થતા ધૂળની ડમરીનું તોફાન શાંત થયેલું. ભગત સિંહ ને જેલના સિનિયર વોર્ડન છત્તર સિંહે ફાં સીના સમાચાર આપીને કહ્યું કે, ભગવાન નું નામ લ્યો.

ભગતસિંહ કોઈ સામ્ય વાદી બુક વાંચતા હતા. તેમને છતરસિંહ વાત ઉપર ધ્યાન ના આપ્યું.

લાહોરના ડેપ્યુટી કમિશનર એ એ લાને રોબર્ટ જેલની અંદર ફાં સી વખતે હાજર હતા. રોબર્ટ1909 ની બેચ ના ખુબજ શાંત પ્રકૃતિ ધરાવતા આઈ સી એસ અધિકારી હતા. ફાં સી વખતે ભગતસિંહે આંખો ઉપર પટ્ટી બાંધવાની ના પાડી. તેવોએ ફાં સીના ગા ળિયાને ચુંબન કર્યું. ગા ળિયો તેમના ઉપર કસવામાં આવ્યો.

ફાં સીગર મસીહા એ લીવર ખેંચ્યું મસીહા લાહોરની બાજુના ગામડાનો રહેવાસી હતો. પહેલા ભગતસિંહ પછી રાજગુરુ અને સુખદેવશ હિદ થયા.

કિંગ એડવર્ડ કોલેજ લાહોરના પ્રિસિપલ નેલ્સન અને લાહોરના સિવિલ સર્જન એન એસ સોઢીએ ત્રણેયશ હીદોને મૃતજાહેર કર્યા.

– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)