પોતાની ઉંમરના હિસાબે જાણો, લગ્ન પછી ક્યારે પહેલું બાળક કરવું યોગ્ય છે

આજકાલ પ્રેમ તો ઘણો જલ્દી થઇ જાય છે, પરંતુ તે સમયમાં પ્રેમી પ્રેમિકાઓને લગ્નનું નામ સાંભળતા જ બોજ જેવો અનુભવ થવા લાગે છે. પરંતુ લગ્ન તો એક એવું બંધન છે, જેમાં ન ઇચ્છતા હોવા છતાંપણ બંધાવું જ પડે છે. લગ્ન પછી સૌથી મોટો પ્રશ્ન ત્યારે ઉભો થાય છે જયારે લગ્નના બીજા જ દિવસે પરિવાર વાળા પગ ખેંચવાનું શરુ કરી છે, અને પૂછે છે કે સારા સમાચાર ક્યારે સંભળાવી રહ્યા છો? અહિયાં પતિ પત્નીને પરસેવો છુટતો રહે છે, તો બીજી તરફ એમના પર ઘરવાળાનું દબાણ. કેમ કે આજના નવા જમાનાની છોકરીઓ પ્રેગનેન્ટ થવાનું સાંભળતા જ ગભરાઈ જાય છે.

કેમ કે તેને એવું લાગે છે કે તે જવાબદારીઓ નહિ ઉપાડી શકે. માત્ર મહિલા જ નહિ પરંતુ લગ્ન થાય પછી પુરુષની પણ સરખી હાલત હોય છે. એટલા માટે એ લોકો તેના પછીનો નિર્ણય નથી કરી શકતા કે ક્યારે બાળકનું પ્લાનિંગ કરવાનું છે, અને ફેમીલી પ્લાનિંગ ઉપર વિચાર કરવાનો છે. અને તે બધાને છોડીને તે નિશ્ચિંત થઇને રોમાન્સમાં વ્યસ્ત રહે છે.

પરંતુ પતિ પત્નીના આરોગ્યનું ધ્યાન રાખીને બાળક કરવાનો એક ચોક્કસ સમય હોય છે, જે તમારી ઉંમર ઉપર આધાર રાખે છે. આજે અમે જણાવીશું કે બાળકનું પ્લાનિંગ ક્યારે કરવું જોઈએ, તેનાથી તમારા મનમાં ઉઠી રહેલા બધા પ્રશ્નોના જવાબ પણ મળી જશે.

જો તમારા લગ્ન ૨૦ વર્ષની ઉંમરમાં થાય છે, તો ભૂલથી પણ બાળકનું પ્લાનિંગ ન કરો. કેમ કે ઉતાવળથી આરોગ્ય બગડી શકે છે. છોકરીઓએ ૨૦ વર્ષ થઇ ગયા પછી જ પ્રેગનેન્ટ થવું જોઈએ. એ સમય એક બીજા સાથે સમય પસાર કરવાનો છે. મોટાભાગનો સમય પોતાના પરિવાર સાથે પસાર કરો અને રોમાન્સ ઉપર ધ્યાન આપો. જો પરિવાર વાળા ઉતાવળ કરે, તો તેમના મગજમાં એ વાત જરૂર નાખો કે બાળક આવી ગયા પછી તમે એક બીજા સાથે વધુ સમય નહિ વિતાવી શકો. એટલા માટે જરૂરી છે કે ઉંમર ૨૦ પસાર થવાની રાહ જોવામાં આવે.

જે દંપતીઓના લગ્ન ૨૦ થી ૨૫ વર્ષની ઉંમર વચ્ચે થયા હોય તેમણે બાળક કરવાની પરેજી ન કરવી જોઈએ. એ સમય બાળક માટે પરફેક્ટ હોય છે, અને બાળકની તંદુરસ્તી પણ જળવાયેલી રહે છે. એવું છે તો લગ્નના તરત પછી જ બાળકનું પ્લાનિંગ શરુ કરી દો. તે એ સમય છે જયારે પતિ અને પત્ની વધુ ખુશ હોય છે અને પતિની અંદર પણ જવાબદારી ઉપાડવાની ક્ષમતા આવી ગઈ હોય છે. પત્ની પણ એક માં ની જરૂરિયાતો સમજી ગઈ હોય છે, એટલા માટે બાળક થવું જરૂરી છે.

જો તમારા લગ્ન ૨૫ થી ૩૦ વર્ષ વચ્ચે થયા હોય તો પહેલા પણ ઘણું મોડું થઇ ગયું છે. હવે બાળક કરવામાં મોડું ભૂલથી પણ ન કરવું. કેમ કે આ ઉંમર પછી મહિલાઓમાં ફર્ટીલીટી ઓછી થવાનું શરુ થઇ જાય છે. અહિયાં ઉતાવળ દેખાડવાથી તમારું પરિવાર વધુ ખુશ રહેશે. આ ઉંમરના દંપતીઓ વચ્ચે કચ કચ થોડી વધુ થાય છે, પરંતુ તે બધાને માત્ર દિવસમાં જ ચાલવા દો રાત્રે પ્રેમને પ્રાથમિકતા આપો.

એવા દંપતી જેમના લગ્ન ૩૦ થી ૩૫ ની ઉંમરમાં થયા હોય તેમણે સાવચેત રહેવાની જરૂર છે. જો હવે પ્રેગનેન્ટ ન થયા તો તમારા માટે ખરાબ સમાચાર પણ આવી શકે છે. કેમ કે એવા કેસમાં મહિલાઓને ગર્ભ રહેવાના ચાન્સ ઓછા થઇ જાય છે. એક વાતનું ધ્યાન રાખો કે આ ઉંમર વાળી મહિલાઓએ એક થી વધુ બાળક કરવું યોગ્ય નથી હોતું. નહિ તો માં ના જીવ ઉપર પણ જોખમ ઉભું થાય છે.

જો તમારા લગ્ન ૩૫ થી ૪૦ વર્ષ વચ્ચેની ઉંમરમાં થાય છે, તો બીજા જ દિવસે પ્રેગનેન્ટ થવાનું વિચારી લો. તે પહેલા એકવાર ડોક્ટરને જરૂર મળો. કેમ કે ઉંમર વધુ થઇ જવાથી બાળક અસ્વસ્થ થઇ શકે છે. આમ પણ એવા કેસ વધુ સામે આવે છે, કે આ ઉંમરમાં જન્મેલા બાળક નબળા થાય છે. એટલા માટે પરિવાર વાળા પણ ઉંમરથી પહેલા લગ્ન કરવા ઉપર વધુ ધ્યાન આપે છે.