ડિલિવરી પછી બાળક પહેલી વખત ઘરે આવવા પર કરો આ 5 કામ, ઉજ્જવળ થશે બાળકનું ભવિષ્ય

કોઈ પરણિત જોડા વચ્ચે બસ એક બાળક આવી જાય છે, ત્યારે તે કપલનું બંધન તે બાળકના માધ્યમથી જોડાઈને એક થઇ જાય છે. બાળક ઘરની શોભા હોય છે, જેના આવવાથી ઘરનું વાતાવરણ એકદમ આનંદમય બની જાય છે, અને કોઈપણ તેને પ્રેમ કરવા લાગે છે. ઘરમાં એક બાળક જન્મ લે છે પરંતુ તે નાના એવા જીવના આવવાથી આખુ ઘર ખુશીઓથી ભરાઈ જાય છે. અને પછી તે માત્ર પોતાના માતા પિતા સાથે જ નહિ પરંતુ બધા લોકો સાથે જુદા જુદા સંબંધથી બંધાઈ જાય છે. હોસ્પિટલમાં બાળકના જન્મ પછી જયારે તેને લાવવામાં આવે છે, ત્યારે કાંઈક એવા કામ છે જે સામાન્ય રીતે બધા નથી કરતા. અને જો કરે છે તો કાંઈક ને કાંઈક રહી જાય છે. એટલા માટે ડીલીવરી પછી બાળક પહેલી વખત ઘરે આવવા ઉપર કરો આ પાંચ કામ, એ કામો થવાથી બાળકનું જીવન આનંદમય પસાર થશે.

ડીલીવરી પછી બાળક પહેલી વખત ઘરે આવવા ઉપર કરો આ પાંચ કામ :

મહિલાની ડીલીવરી દરમિયાન માં ને હોસ્પિટલ દાખલ કરાવવાથી લઇને ઘરે આવવા સુધી હિંદુ ધર્મમાં અનેક કાર્યો કરવામાં આવે છે. એવું એટલા માટે થાય છે જેથી માં અને બાળક બન્ને જ સુરક્ષિત રહે, પરંતુ જયારે ડીલીવરી પછી બાળક ઘરે આવે છે તો તેના જીવનને ઉત્તમ બનાવવા માટે તમારે આ કામ જરૂર કરવા જોઈએ.

આરતીથી કરો સ્વાગત :

હિંદુ રીતી રીવાજોના હિસાબે જયારે કોઈ નવું મહેમાન આપણા ઘરમાં આવે છે, તો તેનું સ્વાગત આરતી સાથે કરીએ છીએ. પછી તે લગ્ન પછી પહેલી વખત દીકરી ઘરે આવે કે વહુ ઘરે આવે કે પછી કોઈ અતિથી ઘરે આવે. એવી રીતે આ નવા નાના મહેમાન પણ ઘરે પહેલી વખત જ આવે છે, અને તેના માટે પૂજાની થાળી તૈયાર કરો અને તે બાળક સાથે સાથે માં ની પણ આરતી ઉતારવી જોઈએ. કેમ કે એવું કહેવામાં આવે છે કે બાળકને જન્મ આપવાની સાથે જ માં નો પણ એક નવો જન્મ થાય છે.

નજર ઉતારવી છે જરૂરી :

બાળક કાળું હોય કે ગોરું હોય કે પછી સાંમળુ હોય, પરંતુ બાળક હંમેશા ક્યુટ જ લાગે છે. ખાસ કરીને ન્યુ બોર્ન બેબીને ખુબ જ જલ્દી લોકોની નજર લાગે છે. એટલા માટે તે કલાકો રડતા રહે છે. નજરનો અર્થ ખરાબ જ નથી હોતો, પરંતુ ક્યારે ક્યારે લોકોનો પ્રેમ પણ બાળકને નજર લગાવી દે છે. એના માટે તમારે એક કાગળ લેવો પડશે તેમાં મીઠું અને રાઈ નાખી દો. હવે તેના પડીકા બનાવો અને બાળકની ઉપરથી લગભગ ૨૧ વખત ઉતારી લો. પછી આ પડીકાને બહાર કે છાપરા ઉપર જઈને કચરામાં ફેંકી દો. એવું તમે અઠવાડિયામાં એક વખત જરૂર કરો. તમારું બાળક ખરાબ નજરથી બચીને સ્વસ્થ રહેશે.

રૂમમાં છાંટો ગંગાજળ :

જે રૂમમાં ન્યુ બોર્ન બેબીને રહેવાનું છે, તે રૂમનું વાતાવરણ પવિત્ર રાખો. ત્યાં ગંગાજળનો છંટકાવ કરીને તેને પવિત્ર બનાવો. તેનાથી સકારાત્મક ઉર્જા મળે છે અને બાળક ઉપર પણ પોઝેટીવ અસર જોવા મળશે. તેની સાથે જ બાળકની આસ પાસ કોઈપણ પ્રકારની ખરાબ શક્તિઓ નહિ આવી શકે.

હંમેશા તમે જોયું હશે કે સાંભળ્યું હશે કે બાળક સુતા સુતા ચોંકી જાય છે અને રડવા લાગે છે. ખાસ કરીને શાસ્ત્રોમાં તેના વિષે ઘણી બધી વાતો લખી છે. તે બધું એટલા માટે થાય છે કેમ કે જે ગયા જન્મને તે છોડીને આવ્યો છે તેની થોડી યાદો તેને દુ:ખી કરે છે. પરંતુ સમય સાથે તે બધું ભૂલી જાય છે. એવું માનવામાં આવે છે કે બાળકને એવું બે વર્ષની ઉંમર સુધી થાય છે. એટલા માટે મોટા વડીલો બાળક માટે સરસીયાની ટીકડીઓ બનાવે છે, જે રાઈથી ભરેલી હોય છે અને એ ટીકડીની નીચે કોઈ લોખંડની વસ્તુ મૂકી દે છે, જેથી તે બાળકને સપના તો આવે છે પરંતુ તે ડરતો નથી.

સત્યનારાયણની કથા કરાવો :

હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કામ સત્યનારાયણ ભગવાનની કથા વગર અધુરૂ માનવામાં આવે છે. એટલા માટે જયારે બાળક થાય તો તેની છઠ્ઠી પછી સત્યનારાયણની કથા સાંભળવી સારું માનવામાં આવે છે. તે ઉપરાંત એ કથા ત્રણ મહિનાના અંતરે થવી જોઈએ તેનાથી બાળકનું ભાગ્ય પ્રબળ થશે અને તેના જીવનમાં ખુશીઓ આવશે.