ગાય-વાછરડાની પૂજાથી દૂર થઈ જાય છે બધા કષ્ટ, જાણો પૂજન વિધિ.

ગાય-વાછરડાની પૂજા કરીને, બધા કષ્ટો થાય છે દૂર, જાણો તેની પૂજન વિધિ.

શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની બારસની તિથિએ બછ બારસનું પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 16 ઓગસ્ટે છે. જ્યોતિષાચાર્ય ડો. શોનૂ મેહરોત્રા અનુસાર આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં આવતા આ ઉત્સવને ગોવત્સ બારસ અથવા બછ બારસના નામથી પણ ઓળખવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે, વર્ષમાં બીજીવાર આ પર્વ કારતક મહિનાના શુક્લ પક્ષમાં પણ ઉજવવામાં આવે છે. ભારતીય ધાર્મિક પુરાણોમાં ગૌ માતામાં સમસ્ત તીર્થ હોવાની વાત કહેવામાં આવી છે. પૂજનીય ગૌ માતા આપણી એવી માં છે જેની બરાબરી ન કોઈ દેવી-દેવતા કરી શકે છે ન કોઈ તીર્થ. ગૌ માતાના દર્શન માત્રથી એવું પુણ્ય પ્રાપ્ત થાય છે, જે મોટા મોટા યજ્ઞ, દાન વગેરે કર્મોથી પણ નથી પ્રાપ્ત થઈ શકતું.

શું છે પૌરાણિક મહત્વ :

પૌરાણિક જાણકારી અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પછી માતા યશોદાએ આ દિવસે ગૌ માતાના દર્શન અને પૂજન કર્યું હતું. જે ગૌ માતાને સ્વયં ભગવાન કૃષ્ણ ઉઘાડા પગે જંગલમાં ચરાવતા હોય, અને જેમણે નામ જ ગોપાલ રાખી લીધું હોય, તેમની રક્ષા માટે તેમણે ગોકુલમાં અવતાર લીધો. એવી ગૌ માતાની રક્ષા કરવી અને તેમનું પૂજન કરવું દરેક ભારતવંશીનો ધર્મ છે.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, બધી યોનિઓમાં મનુષ્ય યોની શ્રેષ્ઠ છે. એવું એટલા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે તે ગૌમાતાની નિર્મળ છાયામાં પોતાના જીવનને ધન્ય કરી શકે. ગૌ માતાના એક એક અંગમાં દેવી-દેવતાઓ અને દરેક તીર્થોનો વાસ છે. એટલા માટે ધર્મ ગ્રંથ જણાવે છે કે, દરેક દેવી-દેવતાઓ અને પિતૃઓને એક સાથે પ્રસન્ન કરવા હોય તો ગૌભક્તિ-ગૌસેવાથી ઉત્તમ કોઈ અનુષ્ઠાન નથી.

ગૌ માતાને ફક્ત ઘાસ ખવડાવી દો, તો તે દરેક દેવી-દેવતાઓ સુધી આપમેળે પહોંચી જાય છે. ભવિષ્ય પુરાણ અનુસાર ગૌ માતાના પૃષ્ઠદેહમાં બ્રહ્માનો વાસ છે, ગળામાં વિષ્ણુનો, મુખમાં રુદ્રનો, મધ્યમાં દરેક દેવતાઓ અને રોમકૂપોમાં મહર્ષિગણનો, પૂંછડીમાં અનંત નાગ, પગમાં બધા પર્વત, ગૌમૂત્રમાં ગંગા વગેરે નદીઓ, ગૌમયમાં લક્ષ્મી અને નેત્રોમાં સૂર્ય-ચંદ્ર વિરાજિત છે.

પૂજન વિધિ :

બછ બારસ, ગોવત્સ બારસના દિવસે મહિલાઓ પોતાના દીકરાની સલામતી, લાંબી ઉંમર અને પરિવારની ખુશહાલી માટે આ પર્વ ઉજવે છે. આ દિવસે ઘરોમાં વિશેષ કરીને બાજરાનો રોટલો જેને સોગરા પણ કહેવામાં આવે છે, અને ફણગાવેલા અનાજનું શાક બનાવવામાં આવે છે. આ દિવસે ગાયના દૂધની જગ્યાએ ભેંસ અથવા બકરીના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે.

આપણા શાસ્ત્રોમાં તેનું મહત્વ જણાવતા કહેવામાં આવ્યું છે કે, બછ બારસના દિવસે જે ઘરની મહિલાઓ ગૌ માતાની પૂજા-અર્ચના કરે છે, અને તેમને રોટલી અને લીલું ઘાસ ખવડાવીને તેમને તૃપ્ત કરે છે, તે ઘરમાં માં લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે, અને તે પરિવારમાં ક્યારેય પણ અકાળ મૃત્યુ નથી થતું.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.