‘બસપન કા પ્યાર’ વાળો છોકરો જ નહિ, આ 8 બાળકો પણ એક વિડીયોથી રાતોરાત સ્ટાર બની ગયા.

ભારતના 2-3 વર્ષના બાળકો પણ રાતોરાત બન્યા છે સુપર સ્ટાર, જાણો ‘તુરુ લબ’થી લઈને ‘બસપન કા પ્યાર’વાળા બાળકો વિષે.

જો તમે સોશિયલ મીડિયા ઉપર એક્ટીવ છો તો તમે હાલના દિવસોમાં લોકોને એક ગીત/વિડીયોને લુપમાં સાંભળતા, ગાતા જોયા હશે. તે ગીતના બોલ આ મુજબ છે, ‘જાનુ મેરી જાનેમન, બસપન કા પ્યાર મેરા ભૂલ નહિ જાના રે.’

ટ્વીટર, ફેસબુક, ઈંસ્ટાગ્રામ દરેક જગ્યાએ આ વિડીયો છવાયેલો છે. એક સ્કુલમાં ટીચરના કહેવાથી છત્તીસગઢના સુકમાના રહેવાસી સહદેવ દીરદોએ આ ગીત ગાયું હતું. જોત જોતામાં તે ફેમસ થઇ ગયું અને સહદેવ રાતોરાત સ્ટાર બની ગયો. છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલે પણ તેની મુલાકાત લીધી હતી.

આવો આજે તમને એવા જ કેટલાક બાળકોનો પરિચય કરાવીએ જેનો એક વિડીયો શેર થયો અને તે ફેમસ થઇ ગયા.

(1) મીરાબાઈ ચાનુનો અભિનય કરવા વાળી બાળકી : હાલમાં જ મીરાબાઈ ચાનુએ ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેમની જેમ વેટલિંફટીંગ અને પછી મેડલ જીતવાની ખુશી વ્યક્ત કરતી આ બાળકીનો વિડીયો પણ ઈંટરનેટ ઉપર ફેમસ થઇ ગયો હતો.

વિડિયો : 1

 

(2) તુરુ લબ વાળો છોકરો : સોશિયલ મીડિયા ઉપર એક બંગાળી છોકરાએ પોતાનો એક વિડીયો શેર કર્યો હતો. તે વિડીયોના અંતમાં તેણે Turu Lob કહ્યું હતું. તેનો અર્થ સાચો પ્રેમ છે. તેનો એ કહેવાનો અંદાજ લોકોને એટલો પસંદ આવ્યો કે તે જોત જોતામાં જ ભારતવાસીઓનું ફેવરીટ મિમ બની ગયું.

વિડિયો : 2

(3) જ્યોતિ મેહરા : 3-4 વર્ષની આ બાળકી કમાલની ઈંસ્ટા રીલ્સ બનાવે છે. તેનો વિડીયો જોઈ લોકો દંગ રહી જાય છે. તેના એક્સપ્રેશન્સ ગજબના છે.

વિડિયો : 3

(4) પોતાના અભ્યાસનું બલિદાન આપવા વાળા બાળકો : થોડા સમય પહેલા એક વિડીયો ફેમસ થયો હતો, તેમાં બે બાળકો કો-રો- ના સામે જીતવા માટે પોતાના અભ્યાસનું બલીદાન આપવા તૈયાર હોય છે. તે જણાવે છે કે મોદીજી અમે સાત સાત વર્ષ પણ સ્કુલ બંધ રાખવા તૈયાર છીએ.

વિડિયો : 4

(5) અનુશ્રુત : અનુશ્રુતનો વાળ કપાવતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણો ફેમસ થયો હતો. તેમાં તે વાળ કાપતા વાળંદને જે કહે છે તે ઘણું જ ક્યુટ હોય છે.

વિડિયો : 5

(6) વૈભવ વોરા : મુંબઈના આ છોકરાનો બેગ વાળો વિડીયો ફેમસ થઇ ગયો હતો. એક બેગ મેચ્યોર બેગ પણ હોઈ શકે છે તેના વિષે તેણે સારી રીતે સમજાવ્યું હતું. તેની ઉપર પાછળથી ઘણા મિમ બન્યા હતા.

વિડિયો : 6

(7) પ્રજ્ઞા મેઘા : 2-3 વર્ષની આ બાળકી કમાલના સુર લગાવે છે. તેના ગીતનો વિડીયો જોઈ લોકો દંગ રહી જાય છે. તેનો લતા મંગેશકરના ગીત ‘લગ જા ગલે’ વાળો વિડીયો ઘણો ફેમસ થયો હતો.

વિડિયો : 7

(8) કમલેશ : કમલેશ એક એવો બાળક હતો જે ન સાની લ તહતી અને તે ટાયરનું પંચર બનાવવા વાળું સોલ્યુશન કપડામાં લગાવીને સુંઘતો હતો. તેને એક ડોકયુમેન્ટરીમાં ફીચર કરવામાં આવ્યો હતો. ત્યાર પછી તે ફેમસ થઇ ગયો હતો. હાલ તે અભ્યાસ કરી રહ્યો છે.

વિડિયો : 8

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.