નવરાત્રી પહેલા જ ખેલૈયાઓ માટે આવ્યા આ હવામાન વિભાગના સમાચાર, કરી છે આ મોટી આગાહી

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. મિત્રો, તમે બધા જાણો જ છો કે 29 તારીખથી નવરાત્રી શરૂ થઇ રહી છે. અને ગુજરાતીઓને નવરાત્રિઓ જેટલો ઉત્સાહ હોય છે, એટલો બીજી કોઈ પણ વસ્તુમાં નથી હોતો. અને લગભગ દરેક લોકોએ નવરાત્રીની તૈયારી પણ શરુ કરી દીધી હશે.

રાજ્યમાં નવરાત્રી માટે કપડાં અને અન્ય સામગ્રીઓની ખરીદીથી લઈને ગરબા અને દોઢિયાની પ્રેક્ટિસ પણ પૂર જોશમાં ચાલી રહી છે. અને જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. પણ તમને એક વાત જણાવવી છે કે, આ વખતે નવરાત્રી થોડી મુશ્કેલ રહી શકે છે. અને એનું કારણ છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી. આ આગાહી ખેલૈયાઓ માટે માઠા સમાચાર લઈને આવ્યા છે. આવો જાણીએ.

મિત્રો, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, નવરાત્રી દરમિાયન ગુજરાતમાં હળાવાથી ભારે વરસાદ વરસી શકે છે. આ આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદ આવે તેવી સંભાવના છે. આ વર્ષે નવરાત્રીના શરૂઆતના દિવસોમાં રાજ્યમાં વરસાદ પડે તેવી સંભાવના છે. અને સૌરાષ્ટ્ર-કચ્છમાં તો વરસાદ સાથે વાવાઝોડુ આવવાની પણ સંભાવના છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યકત કરતા કહ્યું છે કે, ગુજરાતમાં 29, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ આગાહી પછી ખેલૈયા અને વિવિધ જગ્યાએ ગરબાના કાર્યક્રમોનું આયોજન કરતા આયોજકો ચિંતિત થયા છે. કારણ કે ભારે વરસાદને કારણે એમના બધા આયોજન પર પાણી ફરી વળશે. અને ગરબા રમનાર લોકો પણ નિરાશ થશે.

એટલે હમણાં તો ખેલૈયાઓ એવી જ પ્રાર્થના કરી રહ્યા છે કે, નવરાત્રી દરમ્યાન વરસાદ કોઈ વિઘ્ન ઉભું ન કરે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ સાથે વાવાઝોડાની પણ સંભાવના હોવાને લીધે ખેડૂતોને પણ પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે.

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.